Abtak Media Google News

નમ્રતા, સંવાદીતા અને સ્થિરતાનાં ગુણ સાથે અન્ય દેશોનાં સીઈઓ કરતા ભારતીય સીઈઓ શ્રેષ્ઠ

વિશ્વનાં અર્થતંત્રને જે મુખ્યત્વે ઉધોગકારો ચલાવતા હોય છે તેમાં સૌથી વધુ શ્રેષ્ઠ કંપનીઓનાં સીઈઓ તરીકે ભારતીયની પસંદગી કરવામાં આવી છે. હાલ વિશ્વની નામાંકિત કંપનીઓ પર સર્વે હાથ ધરાયો હતો જેમાં પૂર્વ એશિયા વિસ્તાર જેવા કે ચાઈના, જાપાન અને કોરીયાનાં સીઈઓની સરખામણીમાં પશ્ચિમી એશિયા જેવા કે ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી સીઈઓનું વર્ચસ્વ વધુ જોવા મળી રહ્યું છે જયારે અમેરિકી સંસ્થાઓમાં ગોરા લોકો લીડરશીપ ક્ષેત્રે મહત્વપૂર્ણ રીતે કામ કરી રહ્યા હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.

બીજી તરફ ભારતીય સીઈઓનાં ગુણો વિશે વાત કરવામાં આવે તો તેઓમાં નમ્રતા, સંવાદીતા અને સ્થિરતાના ગુણ જોવા મળે છે જે અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ શ્રેષ્ઠ છે. કોલંબીયામાં આવેલી એમઆઈટી સ્લોન સ્કુલ ઓફ મેનેજમેન્ટ તથા મીસીગન યુનિવર્સિટી દ્વારા આ સર્વે હાથ ધરાયો હતો જેમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ હતી કે, આર્થિક અને સામાજીક ક્ષેત્રે અન્ય દેશોની સરખામણીમાં ભારતીય સીઈઓ શ્રેષ્ઠ છે. હાલ જે રીસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું તેનાં ૩ મુખ્ય પહેલું જોવા મળ્યા છે જેમાં પૂર્વગ્રહ, પ્રેરણા અને નિશ્ચય આ ત્રણ આધારસ્તંભ ઉપર જે સીઈઓ યોગ્યતાથી પોતાનું કાર્ય કરી રહ્યા છે તેમાં ભારતીય સીઈઓ શ્રેષ્ઠ છે. અન્યની સરખામણીમાં બીજી તરફ પૂર્વી એશિયાનાં ઉધોગપતિઓની સરખામણીમાં દક્ષિણ એશિયાનાં ઉધોગપતિઓમાં  લીડરશીપ ગુણો પણ ખુબ સારી રીતે વિકસિત થયેલા હોય છે જેનો સીધો જ ફાયદો ઉધોગોમાં થતો જોવા મળે છે.

રીસર્ચમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે, દક્ષિણ એશિયાઈ સંસ્કૃતી સૌથી વધુ ઉધોગકારોને ઉધોગ સાહસિકતા, વાર્તાલાપ સહિતનાં અનેક મુદાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે જેનો સીધો જ લાભ તેઓને તેમનાં ઉધોગનાં મળવાપાત્ર રહે છે બીજી તરફ પૂર્વી એશિયાઈ વિસ્તારનાં ઉધોગકારોમાં આ ગુણવતા અને શ્રેષ્ઠતા જોવા મળતી નથી. એશિયાઈ ખંડમાં લોકોમાં શિક્ષણનાં પ્રમાણમાં વધારો, વધુ આવક, ઓછો ક્રાઈમરેટ તથા બેરોજગારીનું પ્રમાણ ઓછુ હોવાથી તેઓ અન્યની સરખામણીમાં શ્રેષ્ઠ સાબિત થાય છે. બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, અમેરિકાની ટોચની નામાંકિત કંપનીઓમાં લીડરશીપ સ્તર પર એશિયાનાં લોકો જોવા મળે છે. હાલ આઈબીએમનાં સીઈઓ, ગુગલ, માઈક્રોસોફટ, માસ્ટર કાર્ડ, પેપ્સીકો તથા એડોપ્ટ જેવી કંપનીનાં સીઈઓ દક્ષિણ એશીયાઈ વિસ્તારમાંથી આવ્યા છે જેમાંથી મુખ્યત્વે આ કંપનીનાં સીઈઓ ભારતીય જ છે. હાલ વૈશ્ર્વિક સ્તર પર કયાં પ્રકારનાં સીઈઓ અને કયાં વિસ્તારનાં સીઈઓ ઉધોગો ચલાવી રહ્યા છે જેના માટે ૯ પ્રકારનાં રીસર્ચ હાથ ધરવામાં આવ્યા હતા જેમાં એવરેજ ૧૦.૩૮ ટકા સીઈઓ દક્ષિણ એશિયામાંથી આવ્યા હોવાનું સામે આવ્યું છે જયારે ૩.૫ ટકાનાં આંકડામાં આવતા કંપનીનાં સીઈઓ પૂર્વીય એશિયાઈ વિસ્તારમાંથી આવ્યા છે. અમેરીકી લોકોમાં આત્મવિશ્વાસ, પ્રેરણા અને પ્રતિતિનો અભાવ ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે જે ભારતીય લોકો માટે હકારાત્મક પાસુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.