લગ્નના દિવસે ‘વરરાજા’ ઘોડી પર કેમ બેસે છે?

બેંડ-બાજા ઓર  બારાત: લગ્ન ઘોડાને શૌર્ય અને વીરતાનું પ્રતિક માનવામાં આવે છે, ઘોડીને ઉત્પત્તિનો કારક પણ કહેવાય છે

દુનિયામાં એવા પુષ્કળ જાનવર છે, જેમની સવારી કરવી સહેલી છે પણ ઘોડાને ચલાવવા ‘અસવાર’ કુશળ હોવો જોઇએ, આજકાલ ઘોડાને પાળવાની ફેશન છે. અગાઉ રાજા-રજવાડામાં આખુ અશ્ર્વદળ હતું. આજે પોલિસ વિભાગમાં અશ્ર્વ દળ છે, અશ્ર્વ શો પણ યોજાય છે. રેસકોર્ષમાં ઘોડાની દોડ ઉપર લાખો રૂપિયાની હારજીત થાય છે. આપણે ત્યાં લગ્ન પ્રસંગે ઘોડા પર બેસીને વરરાજા બારાત લઇને ક્ધયા દ્વારે જાય છે. ફિલ્મોમાં પણ આવા સીન આપણે ઘણીવાર જોયા છે. આપણાં વિસ્તારમાં પણ વરરાજાનું ફૂલેકું નિકળતું સૌએ જોયું હશે, લગ્ન સંસ્કાર સાથે સપ્તપદીના સાત ફેરાનું મહત્વ છે.આજે વાત ‘વરરાજા’ લગ્નનાં દિવસે ઘોડી પર બેસીને ક્ધયા દ્વારે કેમ આવે છે ની કરવી છે, બેન્ડ-બાજા, બારાત એટલે લગ્ન, સાથે જ સજીધજીને ઘોડી પર બેસીને જ વરરાજા કેમ આવે છે તેની કેટલીક રોચક વાતો સમજવા આપણે પ્રથમ ઘોડા વિશે વાત જાણવી જરૂરી છે. દુનિયામાં સૌથી તાકતવર ઘોડાને શોર્ય અને વિરતાનું પ્રતિક માનવામાં આવે છે. બીજી તરફ ઘોડીને ઉત્પત્તિનો કારક પણ કહેવાય છે. આપણા વૈજ્ઞાનિક ગ્રંથો, યુઘ્ધોમાં હાથી-ઘોડાનો ઉલ્લેખ છે. મહારાણા પ્રતાપનો ‘ચેતક’ ઘોડો તો અમર થઇ ગયો તેની વિરતા માટે

એવું પણ કહેવાય છે કે ભગવાન રામુ ભગવાન કૃષ્ણ પણ પોતાના લગ્નનાં પ્રસંગે ઘોડા ઉપર જ આવ્યા હતા, કદાચ આજ કારણે એજ પરંપરા જાળવવા વરરાજાને ઘોડી પર બેસાડીને નવા જીવનની શરૂઆત કરાવવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે ઘોડા કરતાં ઘોડી દક્ષ, ચતુર, ચબરાક અને બુઘ્ધીમાન હોય છે. તેને ફકત શ્રેષ્ઠ વ્યકિતકે અસવાર નિયંત્રિત કરી શકે છે. વરરાજાનું તે પર બેસવું એ વાતનું પણ કથન હોય કે ઘોડીની બાગ ડોર સંભાળનાર પુરૂષ પોતાના પરિવાર અને પત્નીનું ભરણપોષણ સારી રીતે કરી શકશે.આજે તો લગ્નમાં ઘોડીને ખાટલા ઉપર ડી.જે. ના તાબે રૂમઝુમ થતી જોવા લોકોના ટોળા ઉમટી પડે છે. લગ્નનાં ફૂલેકાના ઉત્સવે સૌ પરિવાર, મિત્ર સર્કલ આનંદ ઉલ્લાસ સાથે ઘોડી પર અસવાર વરરાજાને એક દિવસના ‘રાજા’જેટલું માન-પાન આપે છે બેંડ, બાજા, ડીજે, લાઇટીંગ સાથે જલ્વો આજકાલ જાણે ફેશન બની ગઇ છે. મા-બાપો પોતાના પુત્ર-પુત્રીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.આપણાં પૌરાણિક ગ્રંથોની વાત મુજબ જયારે સૂર્યદેવનાના ચાર સંતાનો યમ-યમી- તપતી અને શનિદેવનો જન્મ થયો ત્યારે તેની માતા અને સૂર્ય દેવના પત્ની રૂપાએ ઘોડીનું રૂપ લીધું હતું. આ પ્રસંગથી જ ઘોડીને ઉત્પતિનો કારક કહેવાય છે.લગ્નમાં વરરાજાને ઘોડી પર ચઢાવવાની પરંપરામાં આપણાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં અશ્ર્વનું હંમેશા મહત્વ હોય છે. અશ્ર્વ મેધ યજ્ઞ હોય કે શ્રી કૃષ્ણ દ્વારા સારથી બનીને રથ ચલાવાયો હોય, બધા જ ગ્રંથોમાં ઘોડાનું વિશેષ મહત્વ સાથે ઉલ્લેખ કરાયો છે. આપણા  ભારતમાં લગ્ન કોઇ તહેવાર કરતાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. દરેક જાતી, ધર્મ પ્રમાણે અલગ અલગ રીવાજો પ્રથા હોય છે. સામાન્યત: લગ્નનાં દિવસે વરરાજા ઘોડી પર સવાર થઇને જાય જેની આગળ-પાછળ મિત્રો- પરિવાર પણ જાન કે બારાત સ્વરૂપે નાચતા જાય એમાં પણ આજે તો ડી.જે. ના તાલે ‘આજ મેરે યાર કી શાદી’, લે જાયેગે…. લે જાયેગ દિલવાલે દુલ્હનીયા લે જાયેગે જેવા ગીતો વાગતા હોય છે.

ઘોડીને ખુબ સારી રીતે સજાવીને ઢોલ-નગારા સાથે નાચતા-નાચતા દુલ્હનના આંગણે જાય છે. એક રીતે જોઇએ તો ઘોડો ચલાવવાનો મતલબ તે વ્યકિચતત હવે મોટો કે પુખ્ત થઇ ગયો છે. હવે તે દરેક જવાબદારી સંભાળવા તૈયાર થઇ ગયો છે. જીવનનો નવો અઘ્યાય શરૂ કરવા જાય છે તેથી શોર્ય અને વિરતાના પ્રતિક સમા ઘોડા ઉ૫ર બેસાડાય છે. ઘોડી ઘોડા કરતાં ચંચળ હોય છે, તેને કાબુમાં રાખવી મુશ્કેલ છે. કદાચ આ માટે પણ વરરાજાને તેની ઉપર બેસાડવાની પરંપરા છે.

એક લોક વાયકા એવી છે કે ઘોડા પાસે શેતાન પણ આવી શકતો નથી, કાંઇપણ ખરાબ બનવાનું હોય તો તેને એક મહિના પહેલા ખબર પડી જાય છે. જે ઘરમાં ઘોડાો હોય ત્યાંથી મુશ્કેલી દૂર થાય છે. તેની નાળ કે ઘોડાના ડાબલા ઘસાઇ ગયેલ હોય તેને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી મુશ્કેલી દૂર થાય છે. ઘોડાની જ મુખ્ય જાતો સાથે પ૧ પેટા પ્રજાતિઓ હોય છે. આપણાં કાઠિયાવાડી ઘોડા તો સમગ્ર દેેશમાં પ્રખ્યાત છે. સૌથી નાની ૩ર ઇંચની પોની ઘોડી અને જીપ્સી ઘોડો સમગ્ર ગુજરાતમાં માત્ર સુરત શહેરમાં જ છે. મુખ્યત્વે લગ્નમાં ઉપયોગમાં લેવાતા નુકડા ઘોડા સુંદર ડાન્સ કરતાં હોય છે.

વર્ષો પહેલા કાઉબોય સાહસોની વાતો ફિલ્મો દંતકથા સાથે ડર્બી રેસીંગ માસ્ટર બનવા પણ ઘોડેસ્વારી શ્રેષ્ઠ હોવી જોઇએ, ઘોડે સવારી પણ એક કલા છે. રાજા-રજવાડામાં પણ રાજકુમારોને અશ્ર્વ તાલિમ આપતાં

અને છેલ્લે…. આજથી તમામ મુશ્કેલીનો સામનો કરવા તૈયાર છે વરરાજા અને તેથી તે ઘોડા ઉપર બેસીને તેના શોર્ય અને વિરતા બતાવે છે.

સુરવીર લોકો જ ઘોડે સવારે કરે

પંજાબી લગ્નમાં ઘોડીને શણગાર કરીને તેની પૂંછડીમાં ‘મૌલી’ બાંધવાનો રિવાજ છે. વરરાજાની બહેન ઘોડીને ચણા ખવડાવે છે. આ સિવાય ઘોડા રાજા મહારાજાના જમાનામાં શોર્ય અને વિરતાનું પ્રતિક પણ હતા. સામાન્ય રીતે શુરવીર લોકો જ ઘોડેસ્વારી કરે છે. કદાચ આ કારણે જ વરરાજાને લગ્ન દિવસે ‘ઘોડી’ પર બેસાડાય છે. આજની ર૧મી સદીમાં ઘણા લોકો ઘોડે ચડવાનું પસંદ કરતા નથી. ફટાકડા ફૂટવાને કારણે જાનવર પર નકારાત્મક અસર પડે છે ને ઘણીવાર અકસ્માતો પણ થાય છે, તેથી જ આજના યુગમાં અદ્યતન શણગારેલી વૈભવી ‘કાર’ માં વરરાજા એન્ટ્રી કરે છે. કેટલાંક તો લગ્નમાં હાથીની ‘અંબાડી’ ઉપર બેસીને જાન લઇને ક્ધયાના આંગણે આવે છે.

Loading...