કયાં કારણે મેરામણ પરમારે આપઘાતનો પ્રયાસ કર્યો?: જામનગર સ્તબ્ધ!!

મોટા ગજાના બિલ્ડરે પોતાના ફાર્મ હાઉસમાં ઝેરી દવા ગટગટાવી: જમીન વિવાદ કારણ ભૂત?

શહેરનાં મોટા ગજાના બિલ્ડર મેરામણ પરમારે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે અવનવી ચર્ચા થાય છે. બિલ્ડરે જમીન વિવાદમાં પોતાના ફાર્મ હાઉસમાં ઝેરી દવા ગટગટાવી નહી હોય ને તેવી પણ ચર્ચા થઈ રહી છે.

જામનગરમાં એક મોટા ગજાના બિલ્ડર એવા રોલ્સ રોયસ કાર ધરાવનાર અને જામનગર સહિત રાજ્યભરમાં જમીન મકાનમાં મોટું નામ ધરાવનાર મેરામણ પરમારે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. જીજી હોસ્પિટલ ચોકીમાં એમએલસી નોંધાઈ છે છતાં સ્થાનીક પોલીસ અને હોસ્પિટલ સ્ટાફે ગોળગોળ જવાબ આપતા રહસ્ય વધુ ઘેરું બન્યું છે. પોતાના ઘંધાને લઈને આવું પગલું ભર્યું હોવાની વાત વહેતી થઇ છે પરંતુ હાલ આ મામલે કોઈ બોલવા તૈયાર નથી

જામનગરના મોટા ગજાના અને શહેરમાં નામના ધરાવનારા બિલ્ડર મેરામણ પરમારે આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. બે દાયકાથી કાર્યરત બિલ્ડર પરમારે જમીન મકાનમાં નામના મેળવી શહેરની પ્રથમ રોલ્સ રોયસ કારના માલિક પણ બન્યા હતા. શહેરમાં જમીન મકાન અને બિલ્ડીંગ ક્ષેત્રે વર્ષોથી જેનું નામ છે એવા મેરામણ પરમારે ગુરુવારે રાત્રે પોતાના ફાર્મ હાઉસ પર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને તેને મોડી રાત્રે જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગેની પુષ્ટિ હોસ્પીટલના એમએલસીમાં પણ કરવામાં આવી છે.

બીજી તરફ જીજી હોસ્પીટલમાં સારવાર કરનાર તબીબી ડો. અજય તન્નાએ પણ મેરામણ પરમારે હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું જણાવી બપોર બાદ સ્વસ્થ થઇ જતા રજા આપી દેવામાં આવી હોવાનું ઉમેર્યું હતું. જો કે બનાવ કઈ રીતે બન્યો તેના વિષે કઈ કહેવાનું તેઓએ ટાળ્યું હતું. આધારભૂત સુત્રોનું માનવામાં આવે તો જમીન વિવાદને લઈને આ બનાવ બન્યો છે અને બિલ્ડરે હોસ્પિટલમાં સારવાર પણ લીધી છે. જો કે આ મામલે સતાવાર વિગતો જાહેર થઇ નથી.

Loading...