Abtak Media Google News

આજે 74 નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપકોંગ્રેસ કરતા થોડો આગળ ચાલી રહ્યો છે. કુલ 74 પાલિકામાંથી 19માં ભાજપ અને 16 પર કોંગ્રેસ તથા અન્ય 3 પાલિકામાં આગળ ચાલી રહ્યા છે. શનિવારે યોજાયેલી રાજ્યની 74 નગરપાલિકાઓની ચૂંટણીની મત ગણતરી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ મતગણતરી કેન્દ્રો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોને આવરી લેતી પાલિકા માટે 64.38 ટકા મતદાન નોંધાયું હતું.

– વડનગર પાલિકામાં  8 બેઠકમાંથી 7 પર ભાજપનો વિજય
– ગરિયાધાર વોર્ડ – 1માં ચારેય બેઠક કોંગ્રેસને ફાળે
– રાપરમાં વોર્ડ – 4માં ચારેય બેઠક પર BJPની જીત
– ચલાલા ન.પા. વોર્ડ નં 2માં ભાજપની પેનલ વિજેતા
– રાજુલા વોર્ડ – 2માં કોંગ્રેસની પેનલ જીતી
– લાઠી ન.પામાં વોર્ડ નં 1માં ભાજપની પેનલનો વિજય
– ગારિયાધાર વોર્ડ – 2માં ભાજપની પેનલની જીત
– પ્રાંતિજમાં વોર્ડ 2માં 3 ભાજપ 3, એક બેઠક પર અપક્ષ વિજયી
– હળવદ વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય
– કોડીનાર ન.પા. વોર્ડ નં 2માં ભાજપની પેનલ જીતી
– ઝાલોદ વોર્ડ 1માં 3 અપક્ષ એક પર ભાજપની જીત
– વિદ્યાનગર વોર્ડ નં 3માં ભાજપની પેનલ જીતી
– છાયા ન.પા વોર્ડ નં 1માં કોંગ્રેસની પેનલ જીતી
– ડાકોર વોર્ડ – 1માં એક BJP અને 3 પર અપક્ષની જીત
– કુતિયાણા ન.પા. વોર્ડ નં – 1માં ભાજપની પેનલ જીતી
– રાણાવાવ ન.પા. વોર્ડ નં 7માં ભાજપની પેનલ જીતી
– વલસાડ ન.પા. વોર્ડ નં 1માં ભાજપની પેનલ જીતી
– પ્રાંતિજ ન.પા. વોર્ડ નં 2 માં 3 બેઠક પર ભાજપની જીત
– સિહોર ન.પા. વોર્ડ નં 2માં 8 બેઠક પર ભાજપની જીત
– વંથલી ન.પા.માં 2 વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી
– વિસાવદર વોર્ડ નં 2 માં 3 બેઠક પર કોંગ્રેસ વિજયી
– વલસાડ નગરપાલિકાની મતગણતરી દરમ્યાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે આવા બાઇ સ્કૂલ બહાર ઘર્ષણ, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો
– ચોરવાડ ન.પા. વોર્ડ – 1માં કોંગ્રેસની જીત
– ગારિયાધાર વોર્ડ 1મા ચારેય બેઠક પર કૉંગ્રેસનો વિજય
– રાપરમાં વોર્ડ 4મા ચારેય બેઠક પર ભાજપનો વિજય
– માણાવદર વોર્ડ 1 માં કૉંગ્રેસની જીત
– છોટાઉદેપુર વોર્ડ 1મા 3 અપક્ષ એક પર કૉંગ્રેસનો વિજય
– કાલાવાડમાં વોર્ડ નંબર-1મા ભાજપનો વિજય
– ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર-1માં કૉંગ્રેસે રી-કાઉન્ટિંગની કરી માંગણી
– રાજુલા વોર્ડ નંબર-1મા ચારેય બેઠક પર કૉંગ્રેસનો વિજય
– સિહોર વોર્ડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય
– વિજોલપર વોર્ડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય
– ચોરવાડ વોર્ડ નંબર 1મા કૉંગ્રેસનો વિજય 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.