Abtak Media Google News

બાળકોના એવા પ્રશ્નો જે તેના માતા-પિતા સાથે જોડાયેલા હોય છે…

શું તમે તમારા બાળકના આ પ્રશ્નોનાં જવાબ આપવા સક્ષમ છો…???

બાળકો એટલે ભગવાનુનું સ્વરૂપ અને તે હજુ દુનીયાદારી કે સમાજથી પર હોય છે. અને એટ્લે જ ભોળા માસૂમ હોય છે. એ એવું જ વિચારતા હોય છે કે જે મારી સાથે થાય છે , જે મને કહેવામા આવે છે તેવું જ તેની સાથે રહેતા લોકો પણ કરતાં હોય છે. અને એ માસુમિયત સાથે બધુ વિચારતા હોય છે. પરંતુ જ્યારે તેના આ ભોળા વિચારો સામે કઈક અલગ વ્યવહાર થાય છે ત્યારે સહજ જ તેને મનમાં કેટલાક સવાલો ઉઠતાં હોય છે જે કઢાચ તે તેના માતા-પિતા સમક્ષ નથી બોલી શકતા પરંતુ પોતે જ તેનો જવાબ ગોતતા હોય છે. તો આવો જાણીએ કે પ્રશ્નો ક્યાં કયા હોઈ શકે છે…???

અત્યારે એવું એક પણ બાળક નહીં હોય જેના હમ મોબાઈલ ફોન નહીં હોય. એને જે બાળક સતત તેમાં જ રહેતું હોય ત્યારે માતા-પિતાને સહજ તે બાળકની ચિંતા સતાવતી હોય છે અને તેને મોબાઈલ ફોનથી દૂર રહેયવાનું કહેતા હોય છે. પરંતુ તેવા સમયે એ બાળક પણ એવું જ વિચારતા હોય છે જો અમે સતત ફોનમાં રહેતા હૂય અને અમારી હેલથને નુકશાન થાય છે તો મમ્મી પપ્પાને સતત ફોનમાં રહેવાથી કઈ નહતી થતું હોય..? તેઓ પણ સરેક સમયે મોબાઇલમા જ વ્યસ્ત હોય છે.

વર્તમાન યુગનું બાળક એ જન્મજાત દરેક સ્વાદને ચાખીને જ આવ્યું હોય છે કારણકે મમ્મીએ પ્રેગ્નેન્સી દરમિયાન એટલા ફાસ્ટફૂડ અને બહારનું જમવાનું જામ્યું હોય છે કે બાળક પણ એટલું જ સ્વાદપ્રિય આવે છે. પરંતુ બાળક જ્યારે બહારનું ફૂડ કે પછી ફાસ્ટફૂડ જમવાનો આગ્રહ રાખે છે ત્યારે મમ્મી તેને ના પડતી હોય છે. અને તે સમયે બાળક એવું જ વિચરતું હોય છે કે મમ્મી મને તો ના પડે છે ફાસ્ટફૂડ ખાવાની પરંતુ પોતે કેમ વારે વારે બહાર પાણિપુરી અને ચાટ ખાવાનું ચાલુ રાખે છે..?

Tips For Answering Your Childs Why Questions

આ ઉપરાંત દરેક માં-બાપ પ્પોતના બાળકને એક શીખ આપતા હોય છે કે બાળકે પોતાના માતા-પિતાથી કોઈ વાત ના છુપાવવી જોઈએ. અને બાળક પણ સહજ રીતે એ વાતને અનુસરતું હોય છે. પરંતુ સવાલ ત્યારે થાય છે જ્યારે બાળક કઈક માતા-પિતાને પૂછે અને તેનો યોગ્ય ઉત્તર ના મળે.

આ એક એવો પ્રશ્ન છે જેને ઘરના બાળકો તો ઠીક પરંતુ વૃધ્ધો કે દાદા-દાદી પણ કરતાં હોય છે,કે બાળકને જલ્દી સુવાનું કહેતા હોય છે દરેક મમ્મી-પપ્પા પરંતુ પોતે રત્ન મોડે સુધી જાગતા હોય છે તેનો જવાબ હજુ સુધી નથી મળ્યો.

બાળકોને સ્કૂલમથી પણ શિખડાવવામાં આવે છે અને ઘરે પણ તેને એવું સમજાવવામાં આવે છે કે રાત્રે બ્રશ કરીને સૂવું જોઈએ. અને જો બાળક એવું ના કારા તો તેની પાસે પરાણે કરાવવામાં આવે છે. પરંતુ દરેક બાળક એવું પણ જોતું હોય છે કે મને કેમ પરાણે કરવાનું આવે છે..?? શું મમ્મી પપ્પા એ પણ રાત્રે બ્રાશ કરવું જરૂરી નથી…??

તમે ક્યારેય એક માતા પિતા તરીકે આ સવાલો વિચાર્યા છે જે તમારા બાળકના મનમાં આવતા હોય છે…???

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.