Abtak Media Google News

નથુરામ ગોડસે…

Nathuram Godseનથુરામનો જન્મ ૧૯ મે ૧૯૧૦ના રોજ પુના જિલ્લાનાં કામસેત સ્ટેશનથી ૧૬ કિ.મી. દુર આવેલા એક નાનકડા ગામ ઉકસણમાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા વિનાયક વામનરાવ ગોડસે ટપાલ ખાતામાં સામાન્ય કારકુન હતા અને માતાનું નામ લક્ષ્મી હતું. જન્મ સમયે માતાપિતાએ નથુરામનું નામ રામચંદ્ર પાડ્યું હતું.
નથુરામ ગોડસે પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ બારામતીમાં સ્થાનીક શાળમાં કર્યો હતી. શાળાના દિવસો દરમ્યાન ગાંધીજી તેમનો આદર્શ હતાં. બાળપણમાં ગોડસેને તેમના માતા પિતાએ છોકરીની જેમ ઉછેર્યો, તેને નાકમાં નથ પહેરાવાતી અને તેમનામાં દૈવી શક્તિ હોવાનું મનાતું.

ગાંધીજીની હત્યા…

Bjp Rss Killing India Killed Gandhiji૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના દિવસે જ્યારે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યાં હતાં ત્યારે તેમને વંદન કરી અને નજીકથી બેરેટ્ટા પીસ્તોલથી તેણે ત્રણ ગોળી તેમના પર છોડી. ત્યાર બાદ ભાગવાને બદલે તુરંત જે તેણે પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કરી દીધું. તેણે કહ્યું, “કોઇ એમ સમજે કે એક પાગલ દ્વારા ગાંધીની હત્યા થઇ હતી”.

હત્યાનું કારણ…

Hqdefault 4ભારત સરકાર નવી પકિસ્તાની સરકારને રૂપિયા ૫૫ કરોડની અંતરીમ સહાય ન કરે તો આમરણ ઉપવાસ કરવાની ગાંધીજીની હઠને તેમની હત્યાનું તત્કાલીન કારણ બતાવવામાં આવે છે. ભાગલાના દસ્તાવેજમાં આ વાત કરવામાં આવી હતી પણ ભારત સરકારે આ શરત માનવાનો ઇનકાર કરી દીધો હતો કેમકે પાકિસ્તાને બળજબરીથી કબ્જે કરેલ કાશ્મીરનો વિવાદિત ભાગ સુપરત કર્યો ન હતો. ગાંધીજીની હઠને આધીન ભારત સરકારે પોતાનો નિર્ણય તુરંત બદલી લીધો આને લીધે ગોડસે અને તેમના ભાઈબંધ ક્રોધીત થઇ ગયાં.

નથુરામ ગોડસેને સજા…

Screenshot 7 3હત્યા પછી ૨૭ મે ૧૯૪૮ના દિવસે ગોડસે વિરુદ્ધ મુકદમો ચલાવવામાં આવ્યો. મુકદમા દરમ્યાન તેમણે કોઇ પણ આરોપનો વિરોધ ન કર્યો અને એકરાર કરી લીધો કે તેણે જ ગાંધીજીની હત્યા કરી છે. ૮ નવેમ્બર૧૯૪૯ના દિવસે ગોડસેને ફાંસીની સજા ફટકારવામાં આવી. નારાયણ આપ્ટે અને અન્ય કાવતરાખોરો સાથે નવેમ્બર ૧૫ ૧૯૪૯ના રોજ તેને ફાંસીને માંચડે લટકાવવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.