Abtak Media Google News

બજારમાં ૨૦૦૦ની નોટોની અછતથી બેંકો અને લોકો ત્રસ્ત

ગત વર્ષે નવેમ્બર માસમાં નોટબંધીનો નિર્ણય કર્યા બાદ ૨૦૦૦ અને ૫૦૦ ‚પિયાની નવી નોટો બજારમાં મુકવામાં આવી હતી. જેમાં અત્યારે ૨૦૦૦ની નોટોની અછત જોવા મળી રહી છે. અમુક વિસ્તારોમાં ૨૦૦૦ની નોટોનો વધુ ઉપયોગ થઈ હોવાથી બાકીના વિસ્તારોમાં ૨૦૦૦ની નોટોની અછત વર્તાય રહી છે ત્યારે ગુલાબી નોટનું રેડ એલર્ટ આવ્યું હોય તેમ આ નવી નોટો ગઈ કયાં ? તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. બેંકો અને એટીએમ સર્વિસ પ્રોવાઈડરો દ્વારા પણ કબુલવામાં આવી રહ્યું છે કે, બજારમાં ૨૦૦૦ની નોટોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટયું છે.

વધુમાં એમ પણ કહેવાય રહ્યું છે કે સરકાર અર્થતંત્રમાં વધુ કિંમતની ચલણી નોટોનું પ્રમાણ વધારવા માંગતી નથી. જેના પરિણામે આરબીઆઈ દ્વારા ૫૦૦ની નોટો જ વધારે બહાર પાડવામાં આવી છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈને પણ ૨૦૦૦ની નોટની અછત વર્તાય રહી છે. બીજી તરફ ૫૦૦ની નવી નોટો એટીએમમાં સલવાઈ જતી હોવાથી મુશ્કેલી ઉભી થતી હોવાનું કહેવાય છે. જો કે આ બાબતે આરબીઆઈ દ્વારા કોઈપણ જવાબ આપવામાં આવ્યો નથી. બેંકો એમ પણ કહી રહી છે કે આરબીઆઈના પ્લાન મુજબ બજારમાં મોટી નોટોનું પ્રમાણ ઓછુ રહે તે માટે ૨૦૦૦ની નોટો ઉપર નિયંત્રણ રાખવામાં આવ્યું છે. આ પરિસ્થિતિની પહોંચી વળવા માટે દરેક સ્થળોએ જ‚રીયાત મુજબ ૫૦૦ની નોટો પહોંચાડી દેવામાં આવે છે. એવી આશંકા પણ છે કે કાળાનાણા ધરાવતા લોકોએ ૨૦૦૦ની નોટોને ફરીથી સંગ્રહી લીધી છે. જોકે હવે આ પરિસ્થિતિમાં લોકોને પ્રશ્ર્ન ઉઠી રહ્યા છે કે આખરે ગુલાબી નોટો ગઈ કયાં ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.