Abtak Media Google News

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત ભાગવદ્ જ્ઞાનયજ્ઞમાં ભક્તિ તરબોળ તા ભાવિકો

મવડી ખાતે સોરઠીયા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવદ્ પંચરાત્રિ જ્ઞાન યમમાં ભક્તિનાં રસાસ્વાદ માણવા ભાવિકો ઉમટી રહ્યાં છે. શનિવારની રાત્રિએ શ્રી કૃષ્ણ જન્મોત્સવનાં પ્રસંગની ભાવિકોએ ભાવપૂર્વક ઉજવણી કરી હતી.

પૂજય શ્રીજી પ્રીયદાસજી સ્વામીના મુખે વહેતી ભાગવદ વાણીને માણવા માટે રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી ભાવિકો ભાવ તરબોળ બની રહયાં છે. સ્વામીનારાયણ ગુરૂકુળ હરીયાણા કેડા દ્વારા આયોજિત ભાગવત જ્ઞાન યજ્ઞમાં શનિવારના રોજ રાજકોટની માવજી મુસા એન્ડ કંપનીની વર્ષો પહેલાની બનેલી સત્ય ઘટનાને સ્વામીજીએ યાદ કરી હતી. આઝાદી પહેલા અખંડ ભારતનાં પાકિસ્તાન પ્રાંતમાંથી ધંધો-વ્યાપાર કરીને બાદમાં રાજકોટ સયી યેલા માવજી ભગતની દિલેરી અને દાતારીનાં સ્વામી નારાયણ સંપ્રદાય સોના સંસ્મરણો યાદ કર્યા હતા.

Vlcsnap 2018 03 26 08H44M46S78ભગવાન ભક્તના ભાવને જુવે છે સાચો ભાવ હોય તો ભગવાન કલ્યાણ કરે જ છે. જેવી જ્ઞાન વાણી સો હિરણ્ય કશ્યપ, કૂંભકર્ણ, રાવણ, શીશુપાલ જેવા મહાજ્ઞાની પણ કૂસંગે ચડેલા દાનવોના દ્રષ્ટાંત આપીને ભક્તોને વિચાર શુદ્ધી, ચારિયિ શુદ્ધી અંગે જાગૃત રહેવા જ્ઞાન આપ્યું હતું.

Vlcsnap 2018 03 26 08H44M58S176

અમદાવાદી પધારેલા ધીરૂભાઈ દામાણીએ સુકામેવાનો હાર પહેરાવી સ્વામીજીને સન્માન્યા હતા. કાના મુખ્ય યજમાન પરશોત્તમ સોરઠીયાએ પોથી પૂજન કર્યું હતું. આ ઉપરાંત વસંત લિંબાસીયા, તુલસી સોરઠીયા, લક્ષ્મણ સાકરીયા, ધીરૂભાઈ સોરઠીયા સહિતનાઓએ સ્વામીજીનું સ્વાગત પુજન કર્યું હતું.

Vlcsnap 2018 03 26 08H45M13S84

ભાગવત સપ્તાહનાં સફળ આયોજનમાં ચંદુભાઈ સુદાણી, ગોવિંદ રાખોલીયા, નિતીન ઢાકેચા, શૈલેષ કાપડીયા, રાજુભાઈ ઢાકેચા, કિશોર બારસીયા, અમૃત બારસીયા, હાર્દિક સોરઠીયા, કેતનભાઈ, જયદિપ, મોહિતભાઈ, ભૌતિકભાઈ, રમેશ પીપળીયા સહિતનાં જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.