Abtak Media Google News

જુવેનાઇલ એકટના ૧૯૫૬માં અમલમાં આવેલા કાયદામાં વારંવાર સુધારા છતાં બાળ આરોપીને અપાતી સવલત અને સગવડ સમાજ માટે ઘાતક બની!

બાળ ગુનેગારો માટે ટીવીમાં ક્રાઇમ થ્રિલર, મોબાઇલ ટેકનોલોજી અને મોજશોખ જવાબદાર

બાળકોના કુમળા માણસો દુર ઉપયોગ કે આર્થિક જરૂરિયાતના કારણે ગંભીર ગુનાનું પ્રમાણ વધ્યું 

બાળ આરોપીઓને સુધારા માટે સરકાર દ્વારા અવાર નવાર વિવિધ પગલા લેવામાં આવે છે અને બાળ અપરાધી ફરી ગુનો ન કરે તે માટે તેઓને બાળ સરક્ષણ ગૃહમાં રાખી તેને સુધરવા માટેની તક આપવામાં આવે છે. તેમ છતાં બાળ આરોપીઓ દ્વારા થતા ગંભીર ગુનાનો ઉતરોતર વધારો થઇ રહ્યો છે તેની પાછળ ક્રાઇમ થ્રિલર, મોબાઇલ ટેકનોલોજી અને મોજશોખ સહિતના કારણો જવાબદાર હોવાનું કાયદા શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે.

૧૯૫૬માં બનાવવામાં આવેલા જુવેનાઇલ એકટ અમલમાં આવ્યા બાદ બાળ આરોપી સામે કંઇ રીતે કાયદાકીય કાર્યવાહી કરવી અને તેને કયાં સુધી બાળ અપરાધી ગણવો સહિતના મુદે વારંવાર ચર્ચા થઇ છે. અને કાયદામાં જરૂરી સુધારા થયા છે. તેમ છતાં બાળ અપરાધીઓ દ્વારા થતા ગંભીર ગુનાનું પ્રમાણ વધ્યું છે. બાળ અપરાધી સામાન્ય રીતે ચોરી અને મારામારી જેવા ગુના આચરતા હતા છેલ્લા કેટલાક સમયથી બાળ આરોપીઓ ખૂન, લૂંટ, દુષ્કર્મ અને માદક દ્વવ્યની હેરાફેરી જેવા ગંભીર ગુના આચરતા અચકાતા નથી તેની પાછળ તેઓના કુમળા માનસનો દુર ઉપયોગ અથવા તો આર્થિક જરૂરીયાત ગણવામાં આવી રહી છે.

બાળ ગુનેગારોનુ પ્રમાણ વધતા જતાં સરકાર દ્વારા ૧૯૮૯માં કાયદામાં સુધારા કરવામાં આવ્યો જેમાં બાલ અપરાધ સામે બાળ સરક્ષણ ગૃહમાં કેસ ચલાવવા જેમાં સીનીયર ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કેસ ચલાવે જેમાં બાળ આરોપીના માનસ પર અવળી અસર ન પડે તે માટે ઘરના વાતાવરણ જેવા માહોલમાં કેસ ચલાવવામાં આવે છે.

ઉપરાંત સરકારના નીતી નિયમ મુજબ સરકારે નિયુકત કરેલા સામાજીક કાર્યકર અને કાયદાના જાણકારો જુનેવાઇલ જસ્ટીસ બોર્ડમાં સામેલ હોય છે.

7537D2F3 2

૧૨ વર્ષથી નાની વયની બાળ આરોપીઓને કોઇ સજાની જોગવાઇ નથી જયારે બાળ આરોપીઓને બાળ સંરક્ષણ ગૃહમાં સુધારવામાં માટે પ્રમાણીક શાળામાં અભ્યાસ કરાવવામાં આવે છે. કાયદા શાસ્ત્રી દ્વારા કાઉન્સીલીંગ કરવામાં આવે છે.

વિશ્ર્વ કક્ષાએ બાળકોના કલ્યાણ અર્થે કામ કરતી સંસ્થામાં યુનેસ્કોમાં ૧૯૯૪માં ભારત સરકાર સભ્ય બન્યુ અને બાળકોના અધિકાર અને સંરક્ષણ અંગે સુધારા કરવામાં આવ્યા હતા. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના અમલમાં લાવી જેમાં બાળ લગ્ન, બાળ સંરક્ષણ, ટ્રાફીક ઇમોરલ સહીતની યોજનાઓ લાગુ કરી બાળ ગુન્હાગારનું પ્રમાણ ધટાડવા પગલા લેવામાં આવ્યા છે.

ગુનો કરે ત્યારે બાળ આરોપીની ઉમર ૧૭॥ વર્ષ હોય અને કેસની સુનાવણી દરમ્યાન પુખ્ત ઉમરનો થાય તો તેનો કેસ બાળ સંરક્ષણ ગૃહમાં ચલાવવા આવે છે. અને આરોપીને જેલમાં મોકલવામાં આવે છે.

બાળ આરોપી વારંવાર ગુનાઓ આચરે ત્યારે બાળ સંરક્ષણ ગૃહમાં તના બાળ માનસ ઉપર અવળી અસર ન પડે તે માટે તેનું કાઉન્સીલીંગ કરી અને તેને નોર્મલ જીવન સમાજના પ્રવાહમાં લેવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. જેમાં કામ ધંધો શિખડાવવામાં આવે છે. નિરાધાર, રખડતુ ભડકતુ જીવન જીવન અને માનસિક અસ્વસ્થ મા-બાપના બાળકો મોટાભાગે બાળ ગુનેગારો તરફ ગળતા સેવાથી સરકાર દ્વારા અગમચેતીના પગલારુપે સરકાર દ્વારા બાળ સંરક્ષણમાં શિક્ષણ, વિકાસ સહીતના વિવિધ મુદ્દે માર્ગદર્શન આપી સમાજના વહેતા પ્રવાહમાં જીવન જીવવા અંગે કાઉન્સીલીંગ કરવામાં આવે છે.

ક્રાઇમ સિરિયલ, મોબાઇલ અને ઇન્ટરનેટથી બાળ અપરાધ વધવાનું એક કારણ બહાર આવતા સરકાર કાયદામાં સુધાર વધારો કરવાની ફરજ પડી છે. ૨૦૧૨માં દિલ્હી ખાતે નિર્મયા કાંડથી સરકાર દ્વારા બાળ કાયદામાં સંશોધન કરી પ્રોકસોના ગુનામાં સુધારા-વધારા કરવામાં આવ્યા જેમાં ૧૬ વર્ષથી વધુ ઉમરના ગુન્હેગારો સામે આકરા પગલા લેવા સુચનો કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.