Abtak Media Google News

વાયરલ બનેલા વોટસએપનો ઉપયોગ લોકોની સમજશકિત ઉપર આધારીત રહેશે

સમગ્ર વિશ્ર્વમાં સોશિયલ મીડિયા પોતાનો પગદંડો જમાવી રહ્યું છે ત્યારે વોટસએપ, ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અનેકવિધ રીતે લોકોને આકર્ષી રહ્યા છે. જયારે સોશિયલ મીડિયામાં વોટસએપ હવે અત્યંત વાયરલ બન્યું છે ત્યારે વોટસએપનાં વપરાશકર્તાઓ ઉપર પૂર્ણત: નિર્ભર રહેશે કે વોટસએપનો ઉપયોગ કેવી રીતે અને કેટલો કરવો. વોટસએપ દ્વારા જે નવા ફિચરો આપવામાં આવ્યા છે તેનાથી ફાયદાઓ પણ છે અને તેના ગેરફાયદાઓ પર ઘણા રહેલા છે માત્ર જરૂર છે કે લોકો તેનો યોગ્યતાપૂર્વક ઉપયોગ કરે. હાલ જે રીતે વોટસએપનો ઉપયોગ અને વોટસએપનો અતિરેક જોવા મળી રહ્યો છે તેનાથી લોકોને ઘણીખરી તકલીફો અને સમસ્યાનો સામનો પણ કરવો પડે છે જે પ્રશ્ર્ન માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વ માટે ચિંતાનો વિષય બન્યો છે.

2.Tuesday 2

વોટસએપ દ્વારા જે નવા ફિચરો આપવામાં આવ્યા છે તેનાથી વપરાશકર્તાઓ વધુ ખરાબ કરવા માટે પ્રોત્સાહિત બન્યા છે ત્યારે સામે તેના ઉપયોગ પણ એટલા જ સારા છે. હાલ વોટસએપ તેના નવા વર્ઝનમાં ડિલીટ થયેલા મેસેજો માટેની સમયમર્યાદા અને અવધી પણ નિર્ધારીત કરશે જે હવે એક કલાક, એક દિવસ, એક સપ્તાહ, એક માસ અને એક વર્ષ માટેની રહેશે. માત્ર આટલું જ નહીં પરંતુ હવે કલોક આઈકોન થકી મેસેજો માટેની માહિતી પણ વપરાશકર્તાઓને મળવાપાત્ર રહેશે. સોશિયલ મીડિયાનાં ઉપકરણો હવે કમાવવા માટેના પણ એટલા જ અંશે વધુ પ્રબળ બન્યા છે જે માટે લોકો સોશિયલ મીડિયા ઉપકરણોનો ઉપયોગ ખુબ જ વધુ પ્રમાણમાં કરતા નજરે પડે છે. વાયરલ થયેલ વોટસએપ પર સરકાર દ્વારા અનેકવિધ રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યા છે પરંતુ જે યોગ્ય સફળતા મળવી જોઈએ તે મળી શકી નથી તે માટે એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, હવે વાયરલ બનેલા વોટસએપનો ઉપયોગ લોકોની સમજશકિત ઉપર આધારીત રહેશે જો લોકો સમજણપૂર્વક તેનો ઉપયોગ કરશે તો વોટસએપ ફાયદારૂપ પણ નિવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.