કેવો રહેશે તમારો આજનો (06-12-2017)નો દિવસ

aestrology
aestrology

મેષ
આજે તમે સંતાનોને મોજશોખની વિવિધ વસ્તુઓ તથા તેમની મનગમતી વસ્તુઓ અપાવીને લાડ લડાવશો. આ ઉપરાંત વ્યવસાયના સ્થળે તમે ઘણુંબધું કામકાજ પતાવી શકશો.

વૃષભ
આજે પારિવારિક બાબતો તમને ચિંતા કરાવે એવી શક્યતા છે. જોકે તમારો જીવનસાથી તમને સહકાર આપશે અને તમારું માનસિક સંતુલન ફરી અપાવવામાં મદદરૂપ થશે.

મિથુન
તમે પોતાના પૂર્વગ્રહયુક્ત અભિગમને લીધે એક સારો મિત્ર ગુમાવો એવી શક્યતા છે. તમારે આવી ભૂલ થાય નહીં એનું ધ્યાન રાખવું. રોમૅન્ટિક સાંજ તમારા મિજાજને ઠીક કરી દેશે.

કર્ક
તમે પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને શ્રીમંતાઈનું વરવું પ્રદર્શન કરો એવા યોગ છે. તમારે આવું કરવાને બદલે સ્વજનોને ખુશ કરવાનો પ્રયાસ કરવો.

સિંહ
તમારે જીવનની તમામ કઠિનાઈઓનો મુકાબલો કરવાનું સામર્થ્ય આપવા બદલ ઉપરવાળાનો આભાર માનવો. મેડિટેશન કરવાથી તમે આધ્યાત્મિક સંધાન સાધી શકશો.

કન્યા
આજે તમારી પારિવારિક બાબતોનું મહત્વ વધારે રહેશે. તમે તમામ ઝઘડાઓનો સુમેળપૂર્વક હલ લાવવા માટે તમારા વાક્ચાતુર્યનો ઉપયોગ કરશો.

તુલા
આજના દિવસે તમે વ્યસ્ત રહેશો. તમે કામ-ધંધાના સ્થળે વિવિધ બનાવોનું આયોજન કરવામાં ગૂંથાયેલા રહેશો. તમને ઊંચા પગારની નોકરી મળવાની શક્યતા છે.

વૃશ્ચિક
નાની બાબતોને લીધે તમારો દિવસ બગડે નહીં એ વાતનું ધ્યાન રાખવું. જરૂર પડ્યે તમારે કોઈ પણ સમસ્યાનો સામનો કરવામાં તમારા વિશ્વાસુ મિત્રોની મદદ લેવી.

ધન
નસીબની દેવી આજે તમારા પર ખુશ છે. તમે સ્વજનો સાથે ફરવા ગયા હશો તો તમારો સમય યાદગાર બની રહે એવા યોગ છે.

મકર
કામમાં ચોકસાઈનો તમારો આગ્રહ જોઈને અન્યો પણ એમાંથી પ્રેરણા લેશે. જોકે તમે નાણાં કમાવાની કોઈ સારી તક ગુમાવી બેસો નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

કુંભ
આજે તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ રહેશે અને તમે તમામ ભૌતિક ચીજોનો ત્યાગ કરવા માટે પ્રયાસ કરશો. તમને બન્ને જગતના લાભ મળતા રહે એવું શક્ય નથી એ વાત સમજાતાં વાર લાગશે.

મીન
તમારે વિચારપૂર્વક કરાયેલાં તમારાં તમામ આયોજનો ઉતાવળ કર્યા વગર તબક્કાવાર અમલમાં મૂકવાનો પ્રયાસ કરવો. આ રીતે જ તમે પોતાનાં લક્ષ્‍યો પૂરાં કરી શકશો.

Loading...