અક્ષય તૃતીય પર 500 વર્ષ પછી બન્યો છે આ મહાસંયોગ… કેવો રહેશે તમારો(18-04-2018) આજનો દિવસ

Astrology
Astrology

અક્ષય તૃતીયાએ 500 વર્ષ પછી મહાસંયોગ બન્યો છે. આવો જાણીએ શું અસર કરે છે આ સંયોગ ?

જયોતિશાચાર્યએ કહ્યું કે અક્ષય તૃતીયા (અખા ત્રીજ) આ વખતે 18 એપ્રિલે ઉજવણી થશે. આ વર્ષે આશરે 500 વર્ષો પછી સદભાગ્યે યૂગ અને છત્ર યોગનું સંયોગ બન્યું છે. અક્ષય તૃતીયા પર દાન અને માંગલિક કાર્યો વધુ ફળદાયી હોવાનું માનવામાં આવે છે.

મેષ

આજે આપ જે કંઈ નિર્ણય લો એ સમજી વિચારીને લેજો કારણ કે પછીથી ઉતાવળમાં લીધેલ નિર્ણય બદલ આપે પસ્તાવું ન પડે. પોતાનો માર્ગ ઉતાવળમાં ના પસંદ ન કરશો નહિતર આપને લાગશે કે આપે ખોટો નિર્ણય લીધો છે. સમજી વિચારીને લીધેલ નિર્ણય આખરે આપને ખુશી આપશે.

વૃષભ

એવી પરિસ્થિતિઓમાં પડશો નહી જેમાં આપને અગવડ લાગતી હોય, પોતાની વિચારસરણ રચનાત્મક બનાવી રાખજો અને નકામી વાતોમાં ન પડશો. જે આપ છો જ નહી એ બનવાની પ્રયત્ન કરવાનો શો ફાયદો? એ જગ્યા પર મવાનો શું ફાયદો ક્યાં જવું આપને પસંદ જ નથી. ક્યારેક અકેલા રહેવું અણગમતા સાથથી સારૂં નીવડે છે

મિથુન

આજે આપ પોતાના જ્ઞાનનો વ્યાષ વધારવાનો પ્રયત્ન કરશો. આજનો દિવસ આ કામ માટે શુભ પણ છે. જો આપ પોતાની જીંદગીથી કંટાળી ગયા છો તો આપને આમાં કંઈક નવાપણું સાવવાને માટે કેટલીક સારી ચોપડીઓ વાંચવી જોઈએ. આજે આપ કંઈક નવું શીખવાને માટે વ્યસ્ત રહેશો જેના કારણે આપ પોતાની રૂચિઓને નવી દિશામાં આગળ વધતી જોશો.

કર્ક

આપના ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનેલું છે કારણકે આપ જાણો છો કે આપ પોતાના મિત્રો અને પરિવારજનોની સાથે આનંદ માહી રહ્યા છો. વિદેશથી પણ આપના કોઈક સંબંધીઓ આવી શકે છે. એમના સ્વાગતને માટે તૈયાર રહો કામનો બોજ કદાચ આપને કદાચ એમના સાથનો આનંદ માણવા ન દે પરંતુ આપ બંનેમાં સંતુલન જાળવી રાખવાનો પ્રયત્ન કરજો.

સિંહ

આજે આપના ઘરમાં સુખશાંતિ બની રહેશે. પોતાના પરિવારની સાથે સમય પસાર કરશો. આપ એમની સાથે બેસીને ખૂબજ વાતો કરશો. અને મઝા કરશો આપ નાની નાનીશી ખુશીઓ પોતાના પરિવારની સાથે વિતાવશો. આપ એમની સાથે ખરીદદારી કરવા અથવા ફિલ્મ જોવા જઈ શકો છો.

કન્યા

આજે આપની પાસે જેટલા સંસાધન છે એનો ઉપયોગ સમાજના કલ્યાણમાં કરો સાથે પોતાનાઓને પણ ખુશ કરવાનો પ્રયત્ન કરજો. આજે આપ કંઈક દાન કરશો અથવા સાથીને માટે કોઈ ભેટ ખરીદશો. કોઈ પણ રીતે આપના સંસાધનોથી જોઈને કોઈને લાભજ થશે.

તુલા

આજે આપના કાર્યાલય અથવા ઘરે થોડો તનાવ ઉભો થઈ શકે છે. સંભાવના છે કે આપના આસપાસના લોકો ગુસ્સામાં હોય જેનો પ્રભાવ આપના મૂડ પર પડી શકે છે. ચિંતા ન કરશો આ સમય પર વીતી નશે. આપ પોતાના કામો પર ધ્યાન દેશો. પોતાના કામ પર ધ્યાન દેવાથી આપનું ધ્યાન પરેશાનીઓ પર નહીં જાય. બધાનો મૂડ જલ્દી ઠીક થઈ જશે. અને બધુંજ ઠીક થઈ જશે.

વૃશ્ચિક

આજે અચાનક જ પોતાના ભાગ્યમાં પરિવર્તનની અનુભૂતિ થશે. આજે આપ જે પણ કામ કરશો એ આપને આકર્ષણનું કેન્દ્ર બનાવી દેશે. આપના હસમુખ સ્વભાવને લીધે આજે આપના નવા દોસ્ત બની શકે છે. તથા કેટલાક વ્યવસાઈઓની સાથે આપના સારા સંબંધ બની શકે છે. ભાગ્ય આપની સાથે છે. એટલે આપ આજે લૉટરીમાં પણ પોતાનું ભાગ્ય અજમાવી શકો છો.

ધન

આજે ઘરે અવર જવર થતી રહેશે. ઘરે ઘણાં બધા કાયો એકસામટાં ચાલતા રહેશે. આજે આપના ઘરે વિદેશથી મહેમાનોને આવવાની સંભાવના છે. પોતાની તમામ મુશ્કેલીઓને એક બાજુએ મૂકીને પોતાના દોસ્તો અને સંબંધીઓ સાથે મઝા કરો

મકર

આપ અને આપના પરિવાર વચ્ચે મામલાં તનાવપૂર્ણ છે. જો આપ લોકો વચ્ચે કોઈ ઝઘડાપણ ચાલી રહ્યા છે અને એ વાતચીત ઉકેલી શકાતાંનથી તો આપે આપના પરિવારજનોને વધુ વખત આપવો જોઈએ. આખરે આપણે બધાજ માણસજ છીએ. ઘણી વાર આળણા વિચારોનો બીજાઓની સાથે મેળ નથી બેસતો એટલે સારૂં નો એજ છે કે આવી પરિસ્થિતિમાં થોડીક નમ્રતાથી કામ લ્યો.

કુંભ

કોઈ પ્રિયજનની સાથે આપનાં સંબંધોમાં ખટાસ આવી શકે છે. આપ જલ્દીથી વાતોને ઉકેલવા ચાહો છો. પરંતુ આપના સંતોષ મુજબ એવું થઈ નથી રહ્યું. કદાચ એમાં થોડોક વધુ સમય લાગશે. એને થોડો વધુ સમય આપજો પરંતુ વાતચીત પણ ચાલુ રાખજો પૂરી સમજદારીથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

મીન

શૈક્ષણિક યોગ્યતા વધારવાને માટે આજનો દિન ખૂબજ શુભ છે. આ દિશામાં લેવાયેલ પગલાં ન માત્ર આપની માનસિક યોગ્યતાને વધારશે બલ્કે આપના વ્યાવસાયિક ભવિષ્યને માટે લાભદાયક પૂરવાદ થશે. આજે આપની નવું શીખવાની ચાહ એની ચરમ સીમા પર હશે. કદાચ વિદેશ જઈને ભણવાનું આપના મનમાં આવે. જો આવી કોઈ તક મળે છે તો એ જતી ન કરશો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...