Abtak Media Google News

      માણસએ એક એક શબ્દ વિચારીને બોલવો જોઈએ. વ્યક્તિએ ઉચ્ચારેલા દરેક શબ્દો કીમતી હોય છે. એટલે જ કહેવાયું છે પાણી અને વાણીનો ખોટો વ્યય ન કરો…! વર્તમાન સમયમાં દુનિયાના પ્રખત દેશો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે થોડા સમયથી આ જ પ્રકારે વાણી વિલાપ થઈ રહ્યો છે જેના અનુસંધાને કહી શકાય કે બંને દેશ વર્તમાન સ્થિતિમાં શાબ્દિક યુદ્ધની પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યા છે.

u.s ની મહાસભાના સત્તાધીશ એવા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉત્તર કોરિયાને ધમકી દેવાઈ જેના જવાબમાં ઉત્તર કોરિયાએ u.s ના મિલીટરી બેઝનો પેસિફિક સમુદ્રમાં આવેલા ટાપુ પર પરમાણુ મિસાઇલથી એટેક કરવાની ધમકી આપી છે. ત્યારે ઉત્તર કોરિયાના આ શબ્દો ભલે ધમકી સ્વરૂપમાં જ હોય પરંતુ  u.sની સરકારએ આ શબ્દોની અવગણના ન કરવી જોઈએ જોકે મહાસત્તા પાસે એટલી શક્તિ છે જ જેનાથી ઉત્તર કોરિયાનો સામનો થઈ શકે પરંતુ કોઈપણ વાદવિવાદનો અંત યુદ્ધ નથી. અને આ યુદ્ધ પછી શું માત્ર બે દેશ વચ્ચેનું જ યુદ્ધ રહેશે કે મહાસત્તાના સાથમાં કે પછી ઉત્તર કોરિયાના સાથ આપવામાં ક્યાક યુદ્ધનું પરિણામ વિશ્વયુદ્ધમાં ન પરિણમી જાય તેની પણ આશંકાઑ રહેલી છે.

ગ્વામ ટાપુની વાત કરીએ તો જે અત્યારે ઉત્તર કોરિયાના ટાર્ગેટ એરિયામાં છે એ ટાપુ u.s નું મિલીટરી બેઝ છે અને ત્યાં સામાન્ય જનજીવન પણ વસવાટ કરે છે. મિલીટરી બેઝ હોવાથી ત્યાં u.s ના અનેક પ્રકારના શસ્ત્રો, પરમાણુ ઉર્જા જેવા વિસ્ફોટકો સચવાયેલા છે. ત્યારે સામે ઉત્તર કોરિયાનો એવો દાવો છે કે તેઓ આ ટાપુ પર ચાર પરમાણુ મિસાઈલથી એટેક કરશે જેની ક્ષમતા જાપાન અને ભારતના સમુદ્રી વિસ્તારને પર કરી પેસિફિક સમુદ્રમાં આવેલા આ ટાપુને લ્ક્ષ્યમાં લઈ શકે… તો હવે જોવાનું એ રહ્યું કે આ બને દેશ વચ્ચેનો આ વિવાદ માત્ર શાબ્દિક યુદ્ધ થી જ શાંત થશે કે પછી બને દેશ એકબીજાના વિનાશને નોતરશે….!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.