લોકડાઉનની છૂટ બાદ મિત્રોનું પ્રથમ મિલન કેવું રેહશે?

આજે કેટલા દિવસ થયા હવે તો પહેલા આ લોકડાઉન ખૂલ્યા બાદ મારા મિત્રને મળવા જવું જ છે. સમય સાથે દરેક જીવન સાથેની વાતો અને યાદો ફરી ખીલતી જાય છે. જેમ ફૂલને દરરોજ પાણી ના પીવડાવામાં આવે તો તે મુરજાય જવા લાગે છે. તેજ રીતથી આજે દરેક મિત્રો એકબીજાને સામે-સામે મલ્યા વગર જાણે આ લોકડાઉનમાં મુરજાય ગયા છે. ત્યારે હવે આ પ્રથમ મુલાકાત લોકડાઉન ખૂલ્યા બાદ દરેકની કેવી હશે ? આ સવાલ નિયમો સાથે દરેકને યાદ આવશે. કારણ અમુક મિત્રતા તે હમેશા ભગવાન ક્રુષ્ણ અને ભક્ત સુદામા જેવી હોય છે. દરેક મિત્ર માટે તેની પરિભાષા અલગ હોય છે.  ઓનલાઇન કરતાં ઓફલાઇન મુલાકાતની મજા દરેક માટે કઈક અલગ હોય છે. હવે આ ત્રણબાદ પ્રથમ મુલાકાત દરેક માટે કેવી હશે ? આવો આજે આપણે તે થોડું વિચાર્યે.

થયેલા ફેરફાર નિહાળતા હાસ્ય… 

સૌ પ્રથમ કદાચ મિત્રો પોતાની જાતને આ સમય સાથે એકબીજાના થોડીવાર ઓળખતા પર વાર લાગશે. એવું પણ થઈ શકે છે? કારણ આ સમય સાથે કેટલી વાતો અને યાદો જે કરવાની રહી ગયી હતી તે આ એક મુલાકાત સાથે કદાચ એકબીજાના હાવભાવ સાથે અને મેસેજથી થોડા દૂર રહી હાવ થશે.

માસ્ક સાથે મોઢાના લુક ઓળખવા અઘરા !!!

હવે આ કોરોના સાથે જીવતા દરેક વ્યક્તિ સમય સાથે શીખી ગયા છે. ત્યારે હવે માસ્ક ફરજિયાત પહેરવું તે નિયમને અનુસરવો ખૂબ જરૂરી છે. ત્યારે આજે દરેક મિત્રને ઓળખવા થોડા મુશ્કિલ બનશે. કદાચ કારણ તેના હાવભાવ સાથે તેની ઓળખ હવે દરેક કરશે. જે કેવું અલગ લાગશે પણ તેજ આત્યારે હિતાવહ છે. દૂરથી રાહ જોતો એક મિત્ર કોઈ બીજો પણ હોય તેવું બની શકે અને તેને બોલવા જતાં થોડી લપ પણ થઈ જાય. સાથે દૂર રહીને માસ્ક સાથે વાત કરવાનો એક આનંદ જુદો હશે જેમાં સેલ્ફી પણ એક અલગ પ્રકારની હશે.

યાદગાર પળોની વાતો કેવી ??

હવે આજે દેશ-દુનિયામાં સોશિયલ દિસ્ટેંસ જાળવો તે દરેકને ખબર પડી ગયી છે.ત્યારે આ લોકડાઉન પછી સમય સાથે વિતાવેલી દરેક યાગદાર પળો એકદમ અદભૂત હશે કારણ દરેક વાતો મિત્રો દૂરથી કરશે અને સાથે બીજું કોઈ સાંભળે તેની પણ કાળજી રાખવી પડશે કારણ સિક્રેટ રિવિલ થાય તો ક્યાક અર્થના અનર્થ થશે. યાદગાર પળોની વાતો એકબીજા મેસેજ સાથે મળ્યાં બાદ પણ દૂરથી વાતો કેવી મસ્ત હશે.

હવે શું કરવું ?

આ સવાલ કદાચ દરેકના મનમાં હશે કારણ આ એક કોરોના વાયરસ સાથે જિંદગી આખી બદલાય ગયી છે. તે દરેક માટે કઈક નવું-નવું લઈ આવે છે. ત્યારે દરેક અભ્યાસ કરતાં મિત્રો હવે આગળ કઈ રીતે કરશે સાથે કઈ તકકો એવી છે જે ઉપડવાથી હાલ જીવન બદલી શકે છે. તેની આ એક મૂલકાતમાં અનેક રીતે એક ખાસ મુદ્દા તરીકે વાત પણ થઈ શકશે. ભવિષ્ય કેવું બનશે તેની પણ ખાસ વાત આ મુલાકાતમાં સામે આવી શકે છે.

 

Loading...