Abtak Media Google News

નવી શિક્ષણ નીતિને લઇ અસંમજસ દુર કરવા શિક્ષામંત્રી રમેશ પોખરિયાલે ટવીટર પર લાઇવ થઇ આપ્યા વિદ્યાર્થી-વાલીઓના પ્રશ્નોના જવાબ

પાયાના સુધારાઓ કરી શિક્ષણની ગુણવતામાં વધારો કરવાં કેન્દ્ર સરકારે મોટા બદલાવો કર્યા છે, દેશમાં વર્તમાન સમયે ચાલી રહેલી શિક્ષણનીતિમાં સરકારે ઘરમુળથી ફેરફાર કરી નવી પોલીસી  રજુ કરી છે. પરંતુ આ નવી શિક્ષણનીતિને લઇ વાલીઓ અને વિઘાર્થીઓ અસંમજસમાં છે. વર્ષ ૨૦૨૦ ની આ શિક્ષણનિતિના રંગરૂપ ૨૦૨૨-૨૩ ના શૈક્ષણિક વર્ષમાં કેવા રહેશે તેના પર હજુ શંકા-આશંકા છે. તો ચાલો જાણીએ આ નવી શિક્ષણ નીતિના મહત્વના મુદ્દાઓ વિશે

આગામી વર્ષ ૨૦૨૨-૨૩ ના શૈક્ષણિક વર્ષથી આ નવી પોલીસી અમલી બનશે. પણ આ માળખું કઇ રીતે અમલી બનાવાશે?

શિક્ષણ, વિદ્યાર્થીઓ અને અઘ્યાપકો પર આ નવી પોલીસીની કેવી અસરો રહેશે? તેના પર હજુ સરકારો અને સંવાદ ચાલી રહ્યો છે. આ બાબતે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ નીતિને તૈયાર કરવામાં લાખો લોકો સાથે વાત કરવામાં આવી હતી. જેમાં વિઘાર્થીઓ, શિક્ષક અને અભિભાવકો સામેલ હતા. આ બધુ એટલા માટે જરુરી છે કારણ કે હવે આ નીતિથી ર૧મી સદીના ભારતનું ર્ન્મિાણ થવાનું છે. આ નવી શિક્ષણ નીતિને લઇ તાજેતરમાં શિક્ષામંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પોતાના ટવિટર હેન્ડલ પર લાઇવ થઇ ઘણાં પ્રશ્ર્નોના જવાબો આપ્યા હતા.

અને આ નવી નીતિની વિશેષતાઓ જણાવી લાગુ કરવાના માળખા વિશે વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, આ શિક્ષણ નીતિ તબકકાવાર લાગુ કરવામાં આવશે.  જે સંસ્થા આ માટે સૌથી પહેલા તૈયાર થઇ જશે સૌ પ્રથમ ત્યાંથી જ શરૂઆત કરીશું.

Screenshot 1 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.