Abtak Media Google News

લોકસભાની ચૂંટણીના એક ઉમેદવારને એમના સ્પર્ધકને ભૂત જેવા કહી દીધા, અને મચી ધમાલ !

સંપ શિરોમણી અને ખુદ ભગવાન તરીકે પૂજાતા સદગુરુ દેવ પૂ. રણછોડદાસજી મહારાજશ્રીએ કહ્યું કે, ‘એક પલકા ક્રોધ ભી આપકા ભવિષ્ય બિગાડ દેતા હૈ’ક્રોધ માનવીને માનવી મીટાવી દે છે,ક્રોધ ભયાનક છે, અને કલ્પનામાં ન આવે એવાં ભયાનક પરિણામો લાવી શકે છે.કોઇ પ્રતિસ્પર્ધીને ઉતરતી કોટિનો ચીતરવા માણસ એવું કહી દે છે કે, “સાલ્લો સમજતો જ નથી, સમજાવી સમજાવીને થાકયા તોય એવો ને એવો… ભૂત જેવો !અહીં એમ કહી શકાય કે, “ભૂત જેવો એટલે સમજણ વગરનો, ને કતબ!પરંતુ આપણો સમાજ જેમને ભૂત, પ્રેત, ડાકણ કહેની ભયભીત બને છે એ તત્વો તોસાવ જુદા જ!એ ભૂત-પ્રેત શું ?એ પણ અજબ જેવું કૈંક છે.તમે એમાં માનો છો ?

આજનો આગળ વધેલો માણસ પણ રાત્રિના સમયે કોઇ અવાવરુ જગ્યાએથી પસાર થાય તો અમુક પ્રકારનો ભય અવશ્ય અનુભવતો હોય છે. અને એ ભય ઘણું ખરું ભૂત-પ્રેતનો જ હોય છે.સદીઓથી બલ્કે સદીઓ પૂર્વેની સદીઓથી ભૂતપ્રેત લોકોની વાતોમાં, કથાઓમાં, જીવતા રહ્યા છે. ઊંચે પદે આરૂઢ અધિકારીઓ પણ પોતાના નવા ઘરમાં રહેવા જતા પહેલા ભૂતોને પ્રેતોની છાયા દૂર રાખવા હવન કરાવતા હોય છે અરે ! એટલે સુધી કે, અંધશ્રઘ્ઘ કે પરંપરા પણ કોમ્પ્યુટર રુમનું ઉદધાટન પણ નારીયેળ ફોડીને થાય છે. પુરાણોમાંય ભૂતપ્રેતનો ઉલ્લેખ મળે છે. ભગવાન શંકર ભૂતના સ્વામી ગણાયા છે. સાહિત્યમાંય ભૂત પ્રેતનાં ઘણાં ઉલ્લેખો મળે છે.

એક વિદેશી લેખકે ભૂતકથા આલેખી હતી. એની વાત ઘણી રસપ્રદ છે. એમણે એ કથા લખવી શરુ કરી કે તેમને ચિત્ર વિચીત્ર ઘટનાઓનો સામનો કરવો પડયો, કથા માંડ અડધી થઇ ત્યાં જ મકાને અગ્નિગ્રસી ગયો. લેખકે હિંમત હાર્યા વગર મકાન ભાડે રાખી કથા લખવાનો આરંભ કર્યો પરંતુ ત્યાં પણ એક તસ્કર પધાર્યો અને લેખકના ઘરમાં કશું જ ન મળવાથી એ કથાની હસ્તપ્રતો લઇને ફરાર થઇ ગયો. (કદાચ ચૂલો સળગાવવા) લેખકે ફરી કથા લખી અને પ્રકાશકને પહોંચાડી, ચોપડી પ્રકાશિત થઇ. ત્યાં જ એક દૈનિકે લેખકની મરજી વિરુઘ્ધ કથા હપ્તાવાર છાપવા માંડી. લેખકે કેસ કર્યો પણ લેખક પરાજિત થયા. અને રસ્તા પર આવી ગયા. એ પછી તેમણે કહ્યું હતું કે કથા લખતાં પહેલાં હું ભૂતપ્રેતમાં નહોતો માનતો પણ હવે માનવા લાગ્યો છું. અલબત આ વાકય તેમણે મજાકમાં કહ્યું હતું.

અબ્રાહમ લિંકનને પણ વ્હાઇટ હાઉસમાં કશાક અપાર્થિવનો પોતાના જીવનના અંત સમયે અનુભવ થયો હતો. એમણે આ બાબતની વાત પોતાની ડાયરીમાં લખી હતી. જેમાં થોડો સમય પછી પોતાનું મૃત્ય થશે, એવી વાત હતી. અને સાચે જ થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું. તો સેકપપિયરની નાટય સૃષ્ટિમાં પણ ભૂતપ્રેતોનું એક અલગ અસ્તિત્વ છે. સ્થાન ે. હેમ્લેટ ની ભીષણ મનોવ્યથાનું કારણ એના પિતાનું પ્રેત જ છે ને!

આફ્રિકા અને સ્પેન વચ્ચેની પર્વતમાળાઓ એટલી ખતરનાક છે. કે ત્યાંથી માનવીઓ અને હેલિકોપ્ટર જેવા યંત્રો અજાયબ રીતે ગુમ થઇ જાય છે. ઇલેકટ્રીક ઉપકરણો આ સ્થળે પોતાની કાર્યશકિત ગુમાવી બેસે છે. આજ સુધીમાં લગભગ એ વિસ્તારમાં ૧૪ પ્લેનો અને ૭૦૦ જેટલા માણસો હોમાઇ ગયા છે.

એમને શોધવા ગયેલી એક-બે ટુકડીઓ પણ ત્યાં ખૂરદો થઇ ગઇ છે. આ બધા પાછળનું વૈજ્ઞાનિક કારણ હજુ સુધી શોધી શકાયું નથી. એટલે સ્વાભાવિક છે કે આ બધા પાછળ ભૂતપ્રેત જ હશે, એમ માનીને લોકોએ એ વિસ્તારને ડેવીલ્સ ગ્રેવયાર્ડ એટલે કે શયતાનની સ્મશાનભૂમિ નામ આપું છે.

શેરલોક હોમ્સ જેવા પાત્રનાં સર્જક સર આર્થર કોનન ડોયલે આવા જ કશાક ગેબી રહસ્યોના તાગ અર્થે લાસ્ટ વર્લ્ડ નામનું પુસ્તક લખ્યું છે.કહેવાય છે કે રાજસ્થાનના રણનાં ઢૂવાઓમાંથ હાલ પણ કોઇના કણસવાના અવાજો સંભળાય છે. જે ઘણા વૈજ્ઞાનિકોએ સાંભળ્યાનો ઇન્કાર કર્યો છે. તો ઇજિપ્તનાં પિરામીડોમાંથી કૂતરાના ‚દન તથા મનુષ્યોના અટ્ટહાસ્યોના અવાજો સંભળાય છે.

આપણા ગુજરાતી સાહિત્ય વાત કરું તો આપણાં સાહિત્યકારોએ ભૂતપ્રેતનાં વિરોધ કરતા અનુમોદનને વધારે પ્રાધાન્ય આપ્યું છે. મહાન નવલકથાકાર મુનશીએ પોતાની મહાન કથા પાટણની પ્રભુતા ના પ્રથમ પ્રકરણનું નામ જ ભૂત રાખ્યું છે. તો ગુજરાતનો નાથ માં પણ સ્મશાનનું ભયાવહ વર્ણન છે. તો ભગ્ર પાદુકા  નામની નવલકથા પણ ભૂતપ્રેતો દ્વારા જ આરંભમાં અને અંતમાં પરિણામે છે.

અહીં તો ‘સોલ્લો ભૂત જેવો છે, લાખ વાર સમજાવો તોય સમજતો નથી..’એવા માણસની કે એવા માણસોની ટોળીની વાત છે.આપણે ગુસ્સામાં , ક્રોધમાં અને બેહદ કંટાળીને આવું કહી દઇએ છીએ!અનુલક્ષીને પણ આવું  કહેવાઇ જતું હોય છે!જે ઉમેદવારને માટે આવું કહેવાતું જ રહે, તેને નબળો ઉમેદવાર ગણવો જ પડે અને એ ચૂંટણીમાં હારી જવાનો સંભવ વધે, એમ કહેવાની જરુર ખરી?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.