Abtak Media Google News

માનવીની જીજ્ઞાસાવૃતિથી જ નવું નવું સંશોધન થાય છે માનવીની જીજ્ઞાસાવૃતિને લીધે જ લોકોના જીવન ધોરણ પણ સુર્ધયો છે. ખગોળ વિજ્ઞાનની માહીતીમાં લોકોનો રસ વધી રહ્યો હોવાનું લોક વિજ્ઞાન કેન્દ્ર અને ટેલીસ્કોપ વિશેના વર્કશોપમાં જણાવાયું હતું.

વિજ્ઞાન પ્રમાણે આજથી આશરે ૧૩.૭ અબજ વર્ષ પહેલા સમગ્ર બ્રહ્માંડએ બિન્દુવત હતું. સમગ્ર દ્રવ્ય અને ઉર્જા એક પરમાણુ જેવડા સુક્ષ્ય કદમાં સંકેન્દ્રિત થયેલાં હતા. એ સમયે દ્રવ્ય, ઉર્જા, અવકાશ, કાળ વિગેરેનું અસ્તિત્વ નહોતું, એટલે કે  સર્વ એકાકાર હતું.

કોઇ એક પળે આ સમગ્ર અસ્તિત્વ એકાએક કવચ ભેદીને અકલ્પનીય મહાવેગથી વિસ્તાર પામવા લાગ્યુ અને દ્રવ્ય, ઉર્જા, અવકાશ કાળ અલગ અસ્તિત્વ તરીકે ઉદ્દભવ્યા  જેમ જેમ બ્રહ્માંડનો વ્યાપ વિસ્તરતો ગયો તેમ તેમ દ્રવ્યમાંથી વાયુના વાદળ, તારા, ગ્રહો વિગેરે બંધાતા  ગયા.

આશરે ૪.૬ અબજ વર્ષ પહેલા બ્રહ્માંડનું કદ તેના અત્યારનાં વિસ્તાર કરતાં ૬૫ ટકા જેટલું થયું ત્યારે આપણું સૂર્ય મંડળ અસ્તિત્વમાં આવ્યું, અત્યારે પણ બ્રહ્માંડની વિસ્તરવાની ક્રિયા ચાલુ છે. હબલ અંતરિસ દૂરબીનમાં બ્રહ્માંડમાં આદિકાળના તારા વિશ્ર્વમાં ગુચ્છ દૂર દૂર જોવા મળે છે. સૂર્યમંડળમાં આજથી ૪.૬ અબર વર્ષ પૂર્ણ વાયુનાં વાદળોમાંથી સૂર્ય અને ગ્રહો બંધાવા શરૂ થયાં, સૂર્ય મંડળમાં અત્યારે સૂર્ય, આઠ ગ્રહો અને પ્લુટો જેવા વામન ગ્રહો આવેલાં છે. આ પ્રકારના ગ્રહો તથા અવકાશને નરી આંખે નિહાળવાની જીજ્ઞાસા ખગોળરસિકોને હોય છે. ત્યારે નરી આંખે નિરીક્ષણ માટે ટેલીસ્કોપ ખુબ જ અગત્યનું સાધન છે.

ટેલીસ્કોપને ઘણા લોકો ખરીદે છે પરંતુ તેનો ઉપયોગ કંઇ રીતે કરવો અને કયા પ્રકારના ટેલીસ્કોપની ખરીદી કરવી તે ખુબ જ અગત્યનું છે.

લોકવિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો. રમેશ ભાયાણી તથા નિલેશ રાણાએ એ ‘અબતક’ સાથે ખાસ વાતચીતમાં ટેલીસ્કોપ વિશે માહીતી આપી હતી કે હાલમાં લોકોને ધીમે ધીમે  ખગોળ વિજ્ઞાનમાં રસ પડવા લાગ્યો છે. ખગોળશાસ્ત્ર સહિત વિજ્ઞાન ક્ષેત્રે જાગૃતિ આવે તે માટે લોકવિજ્ઞાન કેન્દ્ર અનેક પ્રવૃતિઓ હાથ ધરે છે. લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા બીગ બેન્ક કલબ બનાવામાં આવ છે. જેમાં ખગોળશાસ્ત્ર રસિકો હર્ષભેર જોડાઇ રહ્યા છે.

ટેલીસ્કોપમાં અવકાશ દર્શન પહેલા શું કરવું?

  • નરી આંખે  અવકાશનું નિરીક્ષણ કરવું
  • બાયનોકયુલરથી અવકાશ નિરીક્ષણ કરવું
  • ટેલીસ્કોપના જાણકાર વ્યકિતની મદદથી ટેલીસ્કોપનો ઉપયોગ કરી અવકાશ નીરીક્ષણ કરવું જોઇએ.

ટેલીસ્કોપના પ્રકારો

ટેલીસ્કોપના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે. જે ટેલીસ્કોપ કંઇ રીતે બનેલું છે. તે પ્રમાણે અને ટેલીસ્કોપ કયાં સ્ટેન્ડ પર ફીટ થયું છે. તેના પ્રમાણે હોય છે. મુત્યત્વે રીફેકટર અથવા ગેલેલીયન, રીફલેકટીંગ અથવા ન્યુટોનીયન ટેલીસ્કોપ, કેટાડાયોટ્રીક અથવા કંમ્પાઉન ટેલીસ્કોપ આ ત્રણ પ્રકારો છે. ઉપરાંત ખાસ જે તે વ્યકિત ટેલીસ્કોપ લેવાનું વિચારે તો પહેલા બાયનોકયુલરથી શરુઆત કરવી જોઇએ, જેથી પહેલા જે તે વ્યકિત આકાશ જોતા શીખી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.