Abtak Media Google News

મહિલાઓ અને પુરુષો વચ્ચેના સેક્સ સંબંધો અને આકર્ષણને લઇને અત્યાર સુધી ઘણા બધા સંશોધનો સામે આવી ચુક્યા છે. હાલમાં જ કરાયેલા એક નવા સંશોધન મુજબ એવો દાવો કરાયો છે કે, મહિલાઓને સૌથી વધુ એવા પુરુષો પસંદ હોય છે કે જેના શરીર પર સૌથી વધુ ટેટુ હોય. ટેટુવાળા પુરુષો તરફ મહિલાઓ અને યંગ ગર્લ્સ સૌથી વધુ આકર્ષીત થતી હોય છે.

આ અંગે કરાયેલા સંશોધનમાં સામેલ પુરુષ અને સ્ત્રીઓ બંનેની આ મત અંગે પુષ્ટિ કરવામાં આવી હતી. આ સંશોધનમાં લગભગ ૨૫૦૦૦ જેટલા પુરુષો અને સ્ત્રીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જો કે સ્વાસ્થ્યની બાબતમાં જોઇએ તો ડોક્ટરો શરીર પર ટેટુ લગાવાને ખતરનાક સ્કીન ઇન્ફેક્શન થવાનો ખતરો વધુ રહે છે. અને  એચ.આઇ.વી. થવા માટે પણ ક્યારેક ટેટુ જવાબદાર હોઇ શકે છે. ટેટુમાં ઉપયોગ થતા રંગોનો લીધે કેન્સર થવાની શક્યતા પણ રહે છે.

સંશોધન દ્વારા એવુ પણ કહેવાયુ છે કે જે પુરુષોના શરીર પર સૌથી વધુ આકર્ષિત ટેટુ હોય છે તેની સાથે મહિલાઓ કોઇ પણ સંકોચ વગર સેક્સ કરવા ઉત્તેજીત થઇ જતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.