Abtak Media Google News

રેલ તંત્ર દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોની સુવિધાઓ માટે હાથાપી સાંત્રાગાચીની વચ્ચે તા. ૬ એપ્રિલથી ૨ જુલાઇથી વિશેષ ટ્રેન સં. ૦૨૮૩૪/૦૨૮૩૩ સ્પેશિયલ ચલાવવામાં આવશે. આ ટ્રેન રાજકોટ સ્ટેશને પ્રતિ સોમવારે બપોરે ૧૨.૨૦ એ આવશે. અને ૧૨.૩૦ એ ઉપડશે.

તદઉપરાંત ટ્રેન સંખ્યા ૦૨૮૩૪ સ્પેશિયલ તા.૬ એપ્રિલથી ૨૯ જુન, ૨૦૧૮ સુધી (૧૩ ટ્રીપ) પ્રતિ શુક્રવાર રાત્રે ૨૧.૦૫ કલાકે સાંત્રાગાચીથી ઉપડીને પ્રતિ રવિવાર ૧૫.૫૦ કલાકે હાપા પહોચશે. પરતમાં ટ્રેન સંખ્યા ૦૨૮૩૩ હાપાસાંત્રાગાચી સ્પેશિયલ તા.૯ એપ્રિલથી ર જુલાઇ, ૨૦૧૮ સુધી (૧૩ ટ્રીપ) પ્રતિ સોમવાર સવારે ૧૦.૪૦ કલાકે હાપાથી ઉપડીને પ્રતિ બુધવાર ૫.૪૫ કલાકે સાંત્રાગાચી પહોંચશે.

આ દરમિયાન માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, નંદુરબા, અમલનેર જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વડનેરા, વર્ધા, નાગપુર, ગોદીયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, જારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર તેમજ ખડકપુર સ્ટેશનો પર ઉભી રહેશે.

આ વિશેષ ટ્રેનમાં થર્ડ એસીના ૧૪ કોચ રહેશે.

તથા આ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે. આ ૦૨૮૩૩ વિશેષ ટ્રેનનું આરક્ષણ બધા જ કોમપ્યુટરકૃત આરક્ષણ કેન્દ્રો તથા  IRCTC ની વેબસાઇટથી તા.૬ ફેબ્રુઆરી થી ૧ર૦ દિવસની અગ્રિમ આરક્ષણ સમયગાળા સાથે આરંભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.