Abtak Media Google News

વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જેના યોગ્ય પ્રયોગથી ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે.

જેમાં વાસ્તુ ફેંગશુઈ અનુસાર ધન અને સુખ-શાંતિ વધારવા માટે ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે.

જે કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું વાતાવરણ ઉભુ થાય છે.

આ ઉપરાંત સ્વાસ્થ્યને પણ ઘણાં લાભ થાય છે તથા ધન સંબંધી સમસ્યાઓનું નિવારણ થાય છે.

જેથી વાસ્તુ ફેંગશુઈ મુજબ આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવાના છે.

જે ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મકતા તો આવશે જ સાથે ઘરમાં ધન સંબંધી કોઈપણ સમસ્યા હોય તે દૂર થશે

અને ઘરમાં ધનની વર્ષા થવા લાગશે.

ફેંગશુઈ અનુસાર ઘરના દરવાજામાં લાલ રિબિનથી બાંધેલા સિક્કા લગાવવાથી ઘરમાં ધન અને સમૃધ્ધિ આવે છે.

વાસ્તુશાસ્ત્રમાં આવ સિક્કા બહુ જ શુભ માનવામાં આવે છે.

પરંતુ ધ્યાન રાખો કે માત્ર ત્રણ સિક્કા જ લગાવવા અને તે પણ દરવાજાની અંદરની તરફ જ લગાવવા જોઈએ.

તેનાથી વધારે સિક્કા લગાવ્યા તો તેનો લાભ મળશે નહીં.

બહાર સિક્કા લગાવવાથી લક્ષ્મીજી દ્વાર પર જ અટકી જાય છે.

સિક્કા હંમેશા મુખ્ય દરવાજા પર જ લગાવવા જોઈએ. જેથી લક્ષ્મીજી રોજ ઘરમાં પ્રવેશ કરશે.

જીવનમાં ધનપ્રાપ્તિ માટે ચીની સિક્કાઓનો ઉપયોગ થાય છે.

એવું કહેવાય છે કે પોતાના પર્સમાં ત્રણ સિક્કાઓ રાખવાથી તેમાંથી ધન ઓછુ થતું નથી અને તે શુકનવંતુ પણ કહેવામાં આવે છે.

આ સિક્કાઓ જુના પુરાણા હોય તેવા લાગે છે અને તેની વચ્ચે છેદ હોય છે.

આ સિક્કાઓને લાલ દોરાથી જ બાંધો કેમકે ફેંગશુઈ પ્રમાણે લાલ રંગ યાંગની પોઝીટીવ ઉર્જાને ઉત્પન્ન કરે છે.

વળી તમે તેને તમારા ઘરના મુખ્ય દ્વારની પાછળ પણ લટકાવી શકો છો.

જો તમારે કોઇને ભેટ આપવી હોય તો આનાથી ઉત્તમ વસ્તુ કોઇ નથી.

આ તમે કોઇને ગીફ્ટમાં આપશો તો તે શુકનવંતુ પણ ગણાશે.

લાલ દોરામાં પરોવેલા ફેંગશુઈના ત્રણ સિક્કા અને ત્રણ નાની-નાની ઘંટડીઓ દરવાજા પર લટકાવવાથી ઘરમાં સમૃધ્ધિ આવે છે.

પરંતુ યાદ રાખો કે આ સિક્કાવાળી ઘંટડીઓ એવા દરવાજા પાછળ ન લટકાવો

જેનો દરવાજો બહારની તરફ ખુલતો હોય, નહિ તો તેની નકારાત્મક અસર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.