૩ લાખ વર્ષની ખોપરીનું રહસ્ય શું?

69

માનવ ઉત્ક્રાંતિ સમયે પ્રારંભીક તબક્કે અસ્તિત્વમાં આવેલી ત્રણ પ્રજાતિ અંગે સંશોધકોને મહત્વની વિગતો મળી

વર્ષ ૧૯૨૧માં જામ્બીયા ખાતેથી મળી આવેલી ૩ લાખ વર્ષ જૂની ખોપરીના રહસ્ય પરથી પરદો ધીમે ધીમે ઉઠી રહ્યો છે. તાજેતરમાં આ ખોપરી અંગે એક લેખ પ્રકાશીત થયો હતો. જેના પરથી ૩ લાખ વર્ષ પૂર્વે આફ્રિકામાં વિકાસ પામેલી ત્રણ પ્રજાતિ હોમો સેપીયન્સ, હોમો હોદોસીયન્સ અને હોમો હાઈડેલબીજીયન્સ અંગે અનેક રહસ્યો સામે આવ્યા છે.

માનવ ઉત્ક્રાંતિ બાદ સમયાંતરે માનવની શરીર રચનામાં કેટલાક ફેરફાર થયા હતા. વર્ષ ૧૯૮૧માં જામ્બીયા ખાતે મળી આવેલી ખોપરીએ માનવ ઉત્ક્રાંતિના અનેક પ્રશ્ર્નોનો જવાબ આપ્યો હતો. અલબત આ ખોપરી કેટલા વર્ષ જૂની છે તે અંગે સંશોધકોમાં મતમતાંતર જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલીયાની ગીરીફીત યુનિવર્સિટીના સંશોધકોએ ખોપરીને લઈ અનેક સંશોધનો કર્યા હતા. આ ખોપરી ૩ લાખ વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આફ્રિકામાં માનવ ઉત્ક્રાંતિ સમયની આ ખોપરી હોવાનું જાણવા મળે છે.

મોરોકો અને ઈથોપીયામાં હોમો સેપીયન્સની હાજરી જોવા મળતી હતી. સાઉથ-સેન્ટ્રલ આફ્રિકામાં હોમો હોદીસીયન્સની હાજરી હતી જ્યારે સાઉથ આફ્રિકામાં માનવ પ્રજાતિ તરીકે હોમો નાલેડીની હાજરી હતી. આ તમામ પ્રજાતિ માનવ ઉત્ક્રાંતિ કાળ સમયે પ્રથમ તબક્કામાં હતી. ત્યારબાદ શરીર રચનામાં અનેક સુધારા-વધારા કુદરતે કર્યા હતા. વર્તમાન સમયે વિવિધ જગ્યા પરથી મળી આવેલા માનવ કંકાલો પર પ્રયોગો થઈ રહ્યાં છે. જેના પરથી અનેક સવાલોના જવાબો મળી શકે છે.

Loading...