Abtak Media Google News

મરવા પડેલી દેશભકિતને સજીવન કરવાનો સમય પાકી ગયો હોવાનો ભગતસિંગ અને દેશના શહિદોનો પોકાર: કરૂણ સ્થિતિ

ગઝલ સમ્રાટ અમૃત ઘાયલે લખ્યું છે: ‘ભરી દરબાર બેઠો છું, છતાં ભેંકાર લાગે છે, સકળ સંસાર ભૂતાવળ તણો ઓથાર લાગે છે…’

કહે છે રંગમાં આવો, પરંતુ રંગ એ લાવી નથી શકતો, પડી છે બેડીઓ એવી કે ખખડાવી નથી શકતો…

સાહિત્ય સ્વામી શ્રી ઉપેન્દ્રભાઇ પંડયાએ પણ એવું લખેલું કે, ‘અમે ઝંખી હતી કેવી ગુલાબી ખ્વાબી આઝાદી, અને ડંખી રહી કેવી, અમોને આજ બર બાદી…!’

શહીદે આલમ ભગતસિંગે એવો વલોપાત દર્શાવ્યો હતો કે, ‘દેશને કોઇ નેતાની જરૂર નથી મરવા પડેલી દેશભકિતને વિના વિલંબે સજીવન કરી દો. નહિતર આ દેશમા કોઇ શહીદો નહિ પાકે!!’

આ શબ્દો વતનની આઝાદી માટે ફાંસીના માચડે ચઢી ચૂકેલા એવા માઇના પૂતતા છે કે, આજે અનેક કારણોસર એવા માઇનાપૂતની અહીંજબરી ખોટ પડી છે!

હમણા સુધી નીવડેલા રાજકારણીઓને વિણી કાઢવા વિના નહિ ચાલે અને નરક ભેગા કર્યા વગર નહિ જ ચાલે, અને તે પણ યુઘ્ધના ધોરણે કે લોકસભાની આગામી ચુંટણી પહેલા જ અત્યારે આ દેશમાં સંક્રાંતિકાળ પ્રવર્તે છે. સંકુચિતતા અને સ્વાર્થના અંધાપાથી બહાર આવવાનો અને ઉચે ઉઠવાનો આ સમય છે. ઉંચે ઉઠવા માટે શું કરવું તે શાંત ચિત્તે સમજવું પડે છે. ને ઝઝુમવું પડે છે.

પૃથ્વી ઉપર જન્મ લેનાર બધાને ઝઝુમવુ પડે છે. કોઇ સમજુ મનુષ્ય ઝઝુમ્યા વિના રહી શકે નહિ, પછી ભલે એ ધનિક હોય કે ગરીબ હોય, ઝઝૂમવામાં પ્રથમ પ્રયત્ને સફળ ન પણ થવાય, બીજો સફળ થઇ જાય અને તમે ન થાવ એવું ય બને પરંતુ નિષ્ફળા કે અસફળતાથી હારો નહિ હતાશ ન થાઓ.

હામને ભાંગવા ન દો, આજે તો જીતી જ જઇશ કે સફળ જ થઇ જઇશ એવા આત્મબળ સાથે ઝઝૂમો..ગાંધીજી ઝઝૂમ્યા… સોક્રેટસ ઝઝૂમ્યો, મીરા ઝઝૂમી, અર્જુન ઝઝુમ્યો, ઝઝુમવું કયારેય અધરું બને છે.

આ દેશના પ્રાણતત્વનું મૂળ હિન્દુત્વ છે.

હિન્દુત્વશૂન્ય નરનારીઓ પાસે તમે ગરીબી મિટાવવાની અપેક્ષા ન રાખી શકો.

જો કોઇ કહે કે, હિન્દુ જ રાષ્ટ્રનો પ્રાણ છે અને સાંસ્કૃતિકતા જ દેશની પ્રાણશકિત છે. આ પ્રાણશકિત જેટલી દુર્બળ એટલો આ દેશ દુર્બળ અને તે જેટલી સબળ એટલો દેશ સબળ…..

હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં વિષ્ણુગુપ્ત, ચાણકય, સમ્રાટ, અશોક, કબીર, નાનક, મીરા અને નરસિંહ મહેતાનના તત્વ સત્વ પણ સમિલિત હોવાનું મહાત્મા ગાંધીએ અનુભવ્યું છે. હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં આળોટી  આળોટીને અને હાડેહાડ ભીંજાઇને મોહનદાસગાંધી મહાત્મા ગાંધી બન્યા એ કોણ નથી જાણતું ?

આ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ મુઠ્ઠીભર ધનપતિઓ અને કરોડપતિઓ અબજોપતિઓ જ પડયા નહોતા. શહીદો શ્રીમંતો નહોતા.

પોતાના લોહીથી હિન્દુસ્તાન બાગને સિંચનાર વીર પુરુષો લક્ષ્મીપતિઓ નહોતા… એમાં ગરીબો જ મુખ્યત્વે હતા.

એમને ગરીબો નહિ રહેવા દેવાની લાલચો અપાઇ હતી. વચનો અપાયા હતા. સંકલ્પનાઓ બક્ષવામાં આવી હતી.

આપણો દેશ લાંબી ગુલાબીની વેદનાઓ અને કુરબાનીઓ ભોગવીને સ્વતંત્રતા પામ્યો છે. અત્યારે એ લોહીલોહાણ બની ચુકી છે.

માતૃભુમિના સ્વાતંત્ર્યથી ચઢિયાતું કશું જ હોઇ શકી નહિ, એના ઉપર પરાધિનતાની થપાટો પડી રહી છે. આપણો દેશ એના સ્વાતંત્ર્યની રક્ષા કરવાનો ઐતાહાસિક જંગે ખેલે અને જીતે તે માટે આજના અધમ નીવડેલા રાજકારણીઓને વીણી કાઢીને નરક ભેગા કરી દેવાશે અને સમ્રાટ અશોક જેવા રાજસત્તા તથા ધર્મસત્તા, એમ બન્નેના મહારથી સુકાનીને સત્તાધીશ બનાવવાના ખેલ ખેલાય એવો ઘાટ ઘડયે જ છુટકો છે. યાદ રહે કે આગામી મહિનાઓ આપણા દેશની સ્વતંત્રતા અને પરાધીનતાને સાંકળતા યુઘ્ધો જોશે અને નવી પેઢીના ભાવિ નિહાળશે!

આપણા દેશમાં જીવનજરૂરી મોંધી થતી રહી છે. એ શું કામનું ? હકીકતમાં તો આ દેશનો માણસ, એકેએક માસણ નાનો કે મોટો, આબાલ  વૃઘ્ધ મોંધા બનવા જોઇતા હતા. મોંધવારી વધારવી એમાં કોઇ બહાદુરી નથી કે હોશિયારી નથી.

આ લખાય છે ત્યારે કેન્દ્રીય બજેટ રજુ થવાના આરે છે. એમા કોથળામાંથી બિલાડી નીકળે નહિ તો જ નવાઇ !

કોથળામાંથી પાંચ શેરી નીકળવાનો પણ સંભવ છે.

કોથળામાંથી  આ દેશના કરોડો ગરીબોની ‘હાય’ નીકળી શકે છે, જેમના અંગે અંગમાંથી આબરુ ચૂતી હોય એવી ગરીબાઇમાં રીબાતી – ભીંસાતી આપણા જ દેશની મા-બેન અને દીકરી સમી કાયાઓ નજરે પડે તો પણ નવાઇ નહિ!

જીડીપી ગ્રંથો રૂપાળો દેખાશે, રાજકોષિય ખાધ પણ રુપાળા અને લોભામણા સ્વરુપની હોઇ શકે, રોજગારી માટે ટળવળતા લાખો લોકાની વ્યથા પણ આ બજેટની દળદાર નોંધપોથીમાંથી નીકળી શકે અજગર જેવા ફૂંફાળા મારની શોષણખોરીનાં વિષ પણ એમાંથી ટપકી શકે…

અગાઉથી તૈયાર કરાયલી ‘વાહ વાહ’ના લબરખા અને હમણા સુધી અપાતા રહેલા અને કયારેય નહિ પળાયેલા ગુલાબી તેમજ ભ્રામક ગુલાબી વચનોનો ડુંગર પણ એમાંથી નીકળી શકેછે. કોઇ કોઇને ઉધઇ ચઢી ગઇ હોવાનો અને જંતુઓ ઘર કરી ગયા હોવાનો સંભવ છે!

બજેટપોથી અને નાણામંત્રીના પ્રવચનમાં એની જંતુનાશક દવાઓ અહિ જોવા મળે!

આ બધું સમુળગું બદલવાની અને વાસ્તવિકતાનાં ધોરણે આ દેશની પ્રજા સમક્ષ ખડા થવાની જરુર છે.

ગુજરાત સહિત તમામ રાજયો પર અબજોનું દેણું છે. તો પણ બેફામ ખર્ચની જાહોજલાલીનો અંત નથી નવાં હેલિકોપ્ટરો, નવા પોષકો, નવા વાહનોની ભરમાર ચાલુ છે કસકસરનું નામનિશાન નથી…

કાગળો ઉપરની યોજનાઓના ઢગ અડકાતા રહે છે. ઉપરવલ્લો વિકાસ આંટાફેરા કરતો રહે છે…

આ બધું છોડીને આ દેશનો માણસ સાંસ્કૃતિક રીતે મોંધો થાય અને મોંધવારીના ડામ વિના પરિવારની સાથે બેસીને લગીરે ટેન્શન વિના ભોગવી શકે, ભકિત કરી શકે, શ્રમ ઉદ્યમ કરી શકે, એવો વિકાસ આ દેશની પ્રજાને ખપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.