વિશ્વના ટોચના દેશોનું સંગઠન જી 20 શુ છે ?

વિશ્વની ઘણી મોટી અર્થવ્યવસ્થાઓના મેળાવડા ,આર્થિક મુદ્દાઓની ચર્ચા કરવા માટેનું જી – 20 ( ગ્રુપ ઓફ ટ્વેન્ટી )એ મુખ્ય વૈશ્વિક મંચ છે. જી – 20 ની સ્થાપના 26 સપ્ટેમ્બર 1999માં આજથી 21 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. જી -20 દ્વારા દેશનો 80% વેપાર આવરી લેવામાં આવે છે ,જી -20 દ્વારા વિશ્વનો કુલ ઉત્પાદનનો 90% ભાગ આવરી લેવામાં આવ્યો છે.જી – 20 એ કોઈ મથક નથી અથવા જી -20 કાયમી સંસ્થા નથી પરંતુ જી – 20માં 20 દેશોનો સમાવેશ કરવામાં આવે છે જેમાં બધા જ નિર્ણયો સહમતીથી લેવામાં આવે છે.

જી -20માં આર્જેન્ટિના, બ્રાઝિલ, કેનેડા,ચાઈના,ફ્રાંસ, જર્મની,ઇન્ડિયા,ઇન્ડોનેશિયા, ઇટાલી,જાપાન,પ્રજાસત્તાક કોરિયા,મેક્સિકો,રશિયા,સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, તુર્કી ,યુનાઇટેડ કિંગડમ,યુનાઇટેડ સ્ટેટ્સ અને ધ યુરોપિયન યુનિયન નો સમાવેશ થાય છે.આ 20 સભ્યો ઉપરાંત આંતરરાષ્ટ્રીય મંચો અને સંસ્થાના અધિકારીઓ ભાગ લે છે.

જી – 20નસ મુખ્ય એજન્ડામાં મુખ્ય 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તેમાં ( 1.) નાણાકીય ધ્યાન ,( 2.) સમાવિષ્ટ વૃત્તિ ,(3 ) ઈન્ટર લેટેડ થિમ્સનો સમાવેશ થાય છે. તેનો મુખ્ય હેતુ વૈશ્વિક સર્વસભ્ય દેવું અને નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જે એક સમાવિષ્ટ બંધારણમાં જે સમાન ભાગીદારો તરીકે સૌથી મોટું વિકાસશીલ અર્થતંત્ર લાવશે.

ગ્રુપ – 20 દ્વારા વૈશ્વિક નાણાકીય સ્થિરતા જળવાઈ રહે તેના પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે. ગ્રુપ -20માં વિશ્વનાં આર્થિક વિકાસ,આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય બજાર મુદાઓ પર ચર્ચા – વિચારણા કરીને સહમતીથી નિર્ણયો લેવામાં આવે છે .જી -20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું પ્રીમિયમ મંચ છે જ્યાં વિકસિત અને વિકાસશીલ બન્ને દેશોના નેતાઓને એક સાથે લાવે છે.

જી – 20ની મિટિંગમાં પીએમ મોદીને આમંત્રણ

સાઉદી અરેબિયામાં તારીખ 21 અને 22ના રોજ જી – 20ની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સાઉદી અરેબિયાના પ્રમુખ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. માર્ચ 2020માં પણ એક મીટીંગ યોજવામાં આવી હતી જેમાં વૈશ્વિકકોરોના સંબધી ચર્ચાઓ કરવામાં આવી .જાપાનએ 2019માં સમિતીનું આયોજન કર્યું હતું.

આજની મિટિંગમાં કોરોનાની કારણે થયેલા આર્થિક નુક્સાનો પર ચર્ચા કરવામાં આવશે

માર્ચમાં જે મીટીંગ યોજાય હતી તેમાં વૈશ્વિક કોરોના સંબધી ચર્ચાઓ કરવામાં આવી હતી અને આજે યોજાનારી મીટીંગમાં કોરોનાને કારણે કેટલુ આર્થિક નુકસાન થયું છે , કોરોનાએ વૈશ્વિક આર્થિક અસર કેવી કરી છે તેના સંબધિત ચર્ચાઓ કરવામાં આવશે.લોકોના નોકરી ધંધા ફરીથી કેમ વિકસાવવા અને લોકોને પૂરતી નોકરીની તક કેમ આપવી તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે.

Loading...