Abtak Media Google News

કોઈપણ મંત્રનો પાઠ કે જપ કરતા પહેલા શરીરની બાહ્ય શુઘ્ધિ ઉપરાંત આંતરિક શુદ્ધિ પણ કરવી ઘણી જ જરૂરી છે. જ્ઞાનની દઢતા માટે હાથ હૃદય, માથુ વિગેરે અંગોમાં સામાન્યરૂપે રહેલા જીવાત્માને વિશેષરૂપે રહેલો છે એમ સમજી તેનું મહત્વ સુચવનારાને તે મુખ્ય મંત્રોનો વિધિપૂર્વક ન્યાસ (એટલે ભાવ કે જમાવ) કરવો અને એ દિવ્ય અને અમર જીવાત્માને તે અંગમાં તે ગુણરૂપે રહેલા છે એમ માની, તે તે અંગ દ્વારા આત્માને નમન કરવું. આવી રીતે પાઠ કરનારે સૌપ્રથમ મંત્રરૂપ બનવું એને ન્યાસ કર્યો એમ કહેવાય છે. આ ક્રિયા નિત્ય ઉંડી સમજણપૂર્વક અને નિયમિત કરવાથી પાઠકના જ્ઞાનમાં દઢતા આવવાથી તેનું ચારિત્ર્યબળ ખીલી ઉઠે છે.

આત્મશુદ્ધિ માટે પ્રખર ઋષિમુનિઓએ યોજેલી આવી અનેકવિધ ક્રિયાઓ અને વિદ્યાઓની વિશિષ્ઠતાને નહીં સમજનારાઓ તેને ધતિંગપણ કહે છે. અમુકવાર ન્યાસની આ ક્રિયાએ લપ કાઢવા પેઠે જેમ તેમ થતી હોય છે, તેથી જોનારાને અભાવ ઉપજે એ પણ સ્વભાવિક છે માટે આ ક્રિયાઓ સમજણપૂર્વક, શાંતિપૂર્વક અને એક ચિત્તે થવી અત્યંત જરૂરી છે. જો ભાવિકોને આ ક્રિયા વિશે સમજણ ન પડતી હોય તો તેને કોઈ જાણકાર પાસેથી ધ્યાનપૂર્વક શીખી લેવી જોઈએ.

Knowledge Corner Logo 4 2

ન્યાસ (ભાવ-જમાવ)ના બે વિભાગ છે.

૧. કરન્યાસ:- આમાં હાથની વિભિન્ન આંગળીઓ, હથેળીઓ અને હાથનાં પીઠોમાં મંત્રોનો ન્યાસ (જમાવ) કરાય છે.

૨. અંગન્યાસ:- આમાં હૃદય, માથુ, શીખામાં મંત્રોનો ન્યાસ કરાય છે.

ન્યાસના મંત્રોને ચેતન અને મૂર્તિમાન માનીએ એ અંગોનું નામ લઈને એ દેવતાઓને જ સ્પર્શ અને પ્રણામ કરાય છે. આવું કરવાથી પાઠ, જપ કરનાર વ્યકિત સ્વયં મંત્રમય થઈને મંત્ર-દેવતાઓ દ્વારા સર્વથા સુરક્ષિત થઈ જાય છે. એની બાહ્ય અને આંતરિક શુદ્ધિ થાય છે. દિવ્ય બળ પ્રાપ્ત થાય છે અને સાધના નિર્વિઘ્નતાપૂર્વક સંપન્ન થાય છે અને તે પરમ લાભદાયક બને છે. ભાગવત ગીતાનો પાઠ કરનાર ભાવિકે સૌપ્રથમ ઉપરોકત ગીતામંત્રના ઋષિ, છંદ, ઈત્યાદિનું સ્મરણ કરવું પછી જ આ ન્યાસ નીચે જણાવ્યા પ્રમાણે કરવા. ભગવદ ગીતાના અધ્યાય-૨નાં શ્લોક ૨૩-૨૪ તેમજ અધ્યાય-૧૧નો શ્લોક-૪ કરન્યાસ અને અંગન્યાસ બંનેમાં વપરાય છે. ફકત અંગનું નમન બદલાય છે.

આ શ્લોકના ભાવાર્થમાં જણાવ્યું છે કે, આ જીવાત્માને શસ્ત્રો છેદી શકતા નથી તેમજ અગ્નિ બાળી શકતો નથી. આ મંત્ર ભણીને બન્ને હાથના અંગુઠાને બંને હાથની તર્જનીઓ દ્વારા સ્પર્શ કરી તેને અગુષ્ઠાભ્યાં નમ: બોલી નમસ્કાર કરવા. બીજા શ્લોકના ભાવાર્થમાં જીવાત્માને પાણી ભીંજવી શકતો નથી અને પવન સુકવી શકતો નથી. આ મંત્ર બોલીને હાથની તર્જનીઓને બંને હાથનાં અંગુઠાથી સ્પર્શ કરીને તેને તર્જનીભ્યાં નમ: બોલી નમસ્કાર કરવા.

2.Tuesday 2

આ જીવાત્માને છેદી, બાળી, ભીંજવી કે સુકવી શકાતો નથી. આ મંત્ર બોલીને બન્ને હાથની મધ્યમાં (વચલી આંગળીઓ)નો અંગુઠાથી સ્પર્શ કરી તેને મધ્યમાભ્યાં નમ: બોલી નમસ્કાર કરવા. આ જીવાત્મા નિત્ય, સર્વવ્યાપક, સ્થિર, અચળ અને સનાતન છે. આ મંત્ર ભણીને બન્ને હાથની અનામિકાઓ (ટચલી આંગળીની પાસેની આંગળી)ને અંગુઠાથી સ્પર્શ કરી તેને અનામિકાભ્યાં નમ: બોલી નમસ્કાર કરવા.

પાંચમાં શ્લોકનો અર્થ….હે પાર્થ ! મારા સેંકડો, હજારો રૂપોને જો. આ મંત્ર બોલીને બંને હાથની ટચલી આંગળીઓને અંગુઠાથી સ્પર્શ કરી તેને કનિષ્ઠાકાભ્યાં નમ: બોલીને નમસ્કાર કરવા. આપના દિવ્યરૂપો અનેક પ્રકારનાં તથા અનેક વર્ણ અને આકારનાં છે. આ મંત્ર બોલીને બન્ને હાથની હથેળીઓનો તથા તેના પાછળના ભાગોનાં વારા ફરતી સ્પર્શ કરી તેને કરતલકર પૃષ્ઠાભયાં નમ: બોલીને નમસ્કાર ત્યારબાદ હૃદયાદિ અંગન્યાસ કરવો. બાદમાં મસ્તકને સ્પર્શ કરવો, બાદમાં પાંચેય આંગળીના ટેરવાથી ચોટલીનો સ્પર્શ કરવો. બાદનાં શ્લોકમાં બન્ને હાથની હથેળીઓ બંને ખંભાને અડાડીને અદબવાળીએ તેમ કરવું. આમ કરવાથી કવચ પહેર્યાની ભાવના થાય છે. અંતિમ બે શ્લોકમાં આંગળીઓના અગ્રભાગથી બંને ચક્ષુઓ, ભ્રમરો વચ્ચે આવેલ ત્રીજા ગુપ્ત ચક્ષુને સ્પર્શ કરવો. તેમજ અસ્ત્રાય ફટ એમ બોલીને જમણા હાથને માથાની આસપાસ પ્રદક્ષિણારૂપે ઉલ્ટી રીતે ફેરવીને તેની પહેલી બે આંગળીઓ વડે ડાબી હથેળીમાં તાલી વગાડવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.