Abtak Media Google News

છેડતી અને દુષ્કર્મની ઘટના સાચી પણ પોલીસને તપાસના સમય આપ્યા વગર આરોપીની તાત્કાલીક ‘ધરપકડ’ કરવાની જીદના કારણે કલાકો સુધી ટ્રાફીક જામ

ચોટીલા-થાન રોડ પર આવેલા એકતાકમલ વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમં રહેતી રાજકોટની સગીરા પર ટ્રસ્ટી દ્વારા છેડતી અને દુષ્કર્મની ઘટનાના પગલે ટોળાએ હલ્લો મચાવી ચોટીલા હાઈવે પર ટાયર સળગાવી ટ્રાફીક જામ કરવાની ઘટનાના પગલે પોલીસે દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ ઘટનાના પગલે સર્જાયેલી સ્થિતિમાં શું ચોટીલા અસામાજીક તત્વોનું એપી સેન્ટર હોય તેમ ઘટનાને વરવું સ્વરૂપ આપવા પાછળ કોણ ? તે તપાસનો વિષય બની ગયો છે.

રાજકોટની ૧૬ વર્ષની સગીરા છેલ્લા નવ મહિનાથી ધો.૧૦માં અભ્યાસ અર્થે ચોટીલા -થાન રોડ પર આવેલી એકતા કમલ વિદ્યાલયમાં અભ્યાસમાં જોડાઈ છે તે દરમ્યાન છેલ્લા બે મહિનાથી વિદ્યાલયના ટ્રસ્ટી બટુક કનુભાઈ ભટી નામના શખસએ રાત્રીનાં દારૂ પી હોસ્ટેલમાં આવી સગીરા સાથે છેડછાડ કરી તેણી પર બળજબરી કરી શરીર સંબંધ બાંધ્યો હોવાના પગલે સગીરાએ પોતાની હાથની નસ કાપી નાખી આપઘાત કરવાનો પ્રયાસ કરત આ ઘટના પ્રકાશમાં આવી હતી.

સગીરા પર દુષ્કર્મની ઘટના બની હોવાના પગલે પરિવારજનો અને તેણીની સમાજના આગેવાનો સહિતનું ટોળુ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવતા હલ્લો બોલાવી ભારે ઓહાપો કર્યો હતો. બનાવના પગલે ચોટીલા પોલીસ મથકના પીઆઈ આર.જે. રામ અને રાઈટર ભીખાભાઈ પરમાર સહિતના સ્ટાફે સગીરાની માતાની ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

પરંતુ સગીરા પર દુર્ષ્ક્મની વાત વાયુ વેગે ફેલાઈ જતા દલીત સમાજના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.પરંતુ ટોળાએ આરોપી બટુક કનુભાઈ ભટ્ટી નામના એકતાકમલ વિદ્યાલયના ટ્રસ્ટીની તાત્કાલીક ધરપકડ કરવાના જીદ પકડતા પરિસ્થિતિ તંગ બની હતી. અને ચોટીલામાં અસામાજીક તત્વોનું એપી સેન્ટર હોય કે શું તેવી સ્થિતિના પગલે ટોળાએ રસ્તા પર હાઈવે જામ કરી ટાયર સળગાવી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો.

જેના પગલે ચોટીલા ખાતે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. અને દલીત સમાજના આગેવાનોને પોલીસની પ્રક્રિયાથી વાકેફ કરી જરૂરી તપાસ બાદ આરોપીની ધરપકડ કરી શકાય તેમ સમજાવી અને સગીરાની સાથે થયેલી ઘટનામાં તટસ્થ તપાસ કરી ટ્રસ્ટી બટુક ભટ્ટી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા ટોળુ શાંત થતા મામલો થાળે પડયો હતો.

Polish 20200211 173521789

હોસ્ટેલ સંચાલકની હેવાનિયતથી  કંટાળી છાત્રએ કર્યા આપઘાત પ્રયાસ

ફરીયાદ પક્ષે પોલીસને તપાસમાં સહકાર આપે તો સમયસર ન્યાય મળે: પોલીસ

ચોટીલા-થાનગઢ રોડ ઉપર આવેલી એકતા કમલ વિદ્યાલયમાં હોસ્ટેલ અને સ્કુલ ચાલે છે. સંચાલક હોસ્ટેલમાં  રહીને અભ્યાસ કરતી બાળાઓ સાથે માનસીક અને શારિરીક શોષણ કરતો હોવાની રાવ વાલીઓ સુધી પહોચતા મોટી સંખ્યામાં વાલીઓ ઉશ્કેરાટ સાથે દોડી આવ્યા હતા અને હોબાળો મચાવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સંચાલક સહિતના લોકો શાળા છોડી નાસી છુટયા હતા.લોકોએ શાળા સંકુલ ઉપર રોષ ઠાલવ્યો હતો અને તોડફોડ કરી હતી.

શાળા અને હોસ્ટેલનાં સંચાલક બટુક ભટ્ટીની હેવાનિયત ખુલીને સામે આવી હતી અને હોસ્ટેલમાં શાળામાં રહેતી કેટલીક બાળાઓ સાથે છેલ્લા કેટલાક સમયથી અડપલા કરતો હોવાની વિગત બહાર આવી હતી. બટુક ભટ્ટીની હેવાનિયતનો ભોગ બનેલી એક સગીર બાળાએ હાથમાં બ્લેડના કાપા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભોળપણનો ભોગ બનેલી સગીરા આપવીતી મુજબ પોલીસે આરોપી બટુક ભટ્ટી વિરુઘ્ધ એટ્રોસીટી એકટ અને પોકસો સહીતની કલમે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

દલીત સમાજની સગીરા સાથે ઘટેલી ઘટનાથી મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થઈ પોલીસ મથકે ઘસી જઈ આરોપીને તાત્કાલીક પકડી પાડવાની અને જાહેરમાં સબક શિખડાવાની માંગ સાથે નેશનલ હાઈવે ચકકાજામ કરી ટાયરો સળગાવતા પોલીસે હળવો લાઠી ચાર્જ કરી અને વાત વણસે નહી તે માટે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા, લીંબડી ડીવાયએસપી, ડી.વી.બસીયા, ચોટીલા પોલીસ મથકના પીઆઈ આર.જે.રામ, પી.એસ.આઈ., રાજદીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી જઈ આરોપીની ધરપકડની બાંહેદરી આપી હતી. સમાજમાં બનતી ઘટનામાં લોકો રોડપર ઉતરી આવતા પોલીસે તપાસને બદલે કાયદો અને વ્યવસ્થા જાળવવી પડશે આથી લોકોને સમયસર ન્યાય નથી મળતો આથી તપાસમાં ફરિયાદ પક્ષે પોલીસને તપાસમાં સહકાર આપવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.