પબજી ટક્કર આપવા મથામણ કરનારી અક્ષયકુમારની ફૌજીમાં શુ છે ખાસ?

મોબાઈલ ગેમિંગ ક્ષેત્રમાં ખ્યાતનામ ગેમ પબજી ઉપર પ્રતિબંધ મૂકી દેવાતા ગેમિંગના શોખીનો તેના વિકલ્પ તરફ નજર દોડાવી રહ્યા છે. ત્યારે એક ભારતીય કંપનીએ અભિનેતા અક્ષય કુમાર સાથે મળી પબજીની અવેજી જેવા ગેમ લોન્ચ કરવાની તૈયારી કરી છે. આ ગેમનું પોસ્ટર તાજેતરમાં અક્ષયકુમારે ટ્વિટર ઉપર પણ મૂક્યું હતું.
બેંગ્લોર સ્થિત એન-કોર ગેમ્સ નામની કંપનીએ આ મોબાઈલ ગેમ તૈયાર કરી છે, આ ગેમનું આખું નામ ફિયરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડસ છે. આ ગેમ બનાવવા પાછળ ઘણા સમયથી કામ ચાલી રહ્યું હતું.
આ ગેમનું પ્રથમ લેવલ ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણના આધારિત છે. આ ગેમને તબક્કાવાર અપડેટ કરવામાં આવશે. ફૌજી ગેમ ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં લોકો સમક્ષ મૂકી દેવાશે.

નોંધનિય છે કે, પબજી સહિતની 118 એપ્લિકેશન ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો. પબજી કિશોર-યુવાનોની ફેવરિટ ગેમ હતી.

Loading...