Abtak Media Google News

તમારા દાંત તમારા વ્યક્તિત્વ વિશે ઘણું બધુ કહી દેતા હોય છે. હવે ગુજરાત ફોરેન્સીક યુનિવર્સિટીએ તેનો પુરવાર આવ્યો છે. ડો.રિદ્વિ થનકી જણાવે છે કે તમારા વાતાવરણની અને તમારા દાંતમાં જલક દેખાય આવે છે. જેના અમુક ભૌગોલિક કારણો છે. ડો.જી. રાકેશબ બાબુ અને ડો.એમ.એસ ડાહિયા જણાવે છે. કે તેમણે ડેન્ટલ કેલકુલુસના સેમ્પલોનું પરિક્ષણ કર્યા હતા. જેમાંના ૧૩૫ લોકો ત્રણ અલગ લોકેશન પર કાર્ય કરતા હતા જેમાં એક ગૃપ ગાંધીનગર, કોલ યાર્ડ ભાવનગર પોટ અને એક અલંગ નજીક ભાવનગર હતું.

તો રિસર્ચોએ લોકલ સોઇલ જેમ કે મેટલ અને મિનરલ જેવા સ્થળોમાં ભાગ લેતા લોકોના પગ સેમ્પલ લીધા હતા દાંતના આરોગ્યની વાત કરવામાં આવે તો તે તમારા ખાન-પાનની આદતો દર્શાવે છે. માટે વાતાવરણ પ્રમાણે દાંતના સેમ્પલમાં અલગ-અલગ કમ્પાઉન્ડ મળી આવ્યા હતા. જેમ કે અલંગ પાસેથી લેવાયેલા સેમ્પલમાં સિલિકોન, ગાંધીનગર થર્મલમાંથી મળેલા સેમ્પલમાં પોટેશિયમ, ભાવનગર પાસેથી લીધેલા સેમ્પલમાં ક્રોમિયમ મળી આવ્યા હતા. આમ પરિક્ષણમાં મળેલા ડેટા પ્રમાણે અલગ-અલગ વિસ્તારના વાતાવરણની ખાસીયત હોય છે.

જેવી હવા, તેવું વાતાવરણ તેવી જ આદતો અને ખાન-પાન માટે તમારા દાંત તમારા વાતાવરણની ઝાંખી આપતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.