Abtak Media Google News

સીઝનલ ફુટ જાંબુ એકટ્રેસ શિલ્પા શેટ્ટીને અતિત્રિય ઇન્સ્ટા ગ્રામ પર વિડીયો શેર કરી જણાવ્યા ફાયદા

આજે ફિટનેશ કિવન શિલ્પા શેટ્ટીનો ૪૩મો જન્મદિન બોલીવુડ જગત અને ચાહકોએ પાઠવી શુભકામના

શું તમને ખબર છે ? બોલીવુડની ફિટનેસ કવીન શિલ્પા શેટ્ટીને જાંબુ ખુબ જ પ્રિય છે. તેણી કહે છે કે, કાળા જાંબુ એક સીઝનલ ફુટ (ઋતુ પ્રમાણેનું ફળ) છે અને સીઝનલ ફુટ ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદારુપ સાબીત થાય છે. જાંબુમાં ન્યુટ્રીશન ખુબ મોટી માત્રામાં હોય છે.

જણાવી દઇએ કે શિલ્પા શેટ્ટીએુ ઇન્સ્ટાગ્રામ પર એક વીડીયો શેર કર્યો છે. જેમાં તેણી માર્કેટમાંથી અથવા તેના મિત્રોના ખેતરમાંથી જાંબુ લાવે છે. અને તેના ગ્રાહકોને જાંબુના સ્વાસ્થ્ય માટે ફાયદાઓ જણાવે છે તેણી વિડીયોમાં તેના ગ્રાહકોને જણાવે છે કે તેણી જાંબુની ચાહક છે તેને જાંબુ ખુબ જ પસંદ છે.

વિડીયોમાં શિલ્પા શેટ્ટીએ જણાવ્યું છે કે જાંબુમાં ન્યુટીશનની સાથે સાથે એન્ટીઓકસડન હોય છે. જે શરીરને લાંબી માંદગીમાંથી દુર રાખે છે. વિડીયોમાં શિલ્પા શેટ્ટી જાંબુના અલગ અલગ બે કટોરા બતાવે છે. એક પાત્રમાં મોટા અને બીજા પાત્રમાં નાના જાંબુ બતાવે છે તેણી કહે છે કે નાના જાંબુ મિત્રના ખેતરમાંથી જયારે મોટા જાંબુ બજારમાંથી લઇ આવી છે.

જણાવી દઇએ કે આજે શિલ્પા શેટ્ટીનો ૪૨મો જન્મદિવસ છે. આજના દિને ચાહકો અને બોલીવુડ જગતની શુભકામનાઓ શિલ્પા શેટ્ટી પર વરસી છે. વાત કરીને જાંબુના ફાયદાઓની તો જાંબુ સારા સ્વાસ્થ્ય માટે ઉ૫યોગી છે. શરીરમાં ન્યુટ્રીશનનું પ્રમાણ વધારે છે. તેમાં વિટામીનબી વધુ માત્રામાં હોય છે. અને તેમાં એન્ટીઓકિસડન્ટ હોવાથી હાડકાઓને મજબુત બનાવવામાં પણ લાભદાયી નીવડે છે. આ ઉ૫રાંત જાંબુ બ્લડ સુગરને પણ જાળવી રાખે છે. આથી શીલ્પા શેટ્ટી તેના ગ્રાહકોને સીઝનલ ફુટ જાંબુ ખાવા તરફ વિડીયોમાં પ્રોત્સાહિત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.