Abtak Media Google News

લિવર પાચનતંત્રનું એક ખૂબ જ મહત્વનું અંગ છે અને ૯૦ ટકા લિવર ડિસીઝ સાઇલન્ટ કિલર છે છતાં મોટા ભાગના લોકો લિવરને અવગણતા હોય છે. લિવરને હેલ્ધી રાખવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

માણસમાત્ર ભેદભાવ કરે છે. બીજા માણસો સો જ નહીં, પોતાના શરીરનાં અંગો સો પણ. આજકાલ ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કોલેસ્ટરોલ જેવા પ્રોબ્લેમ ખૂબ જ વધી ગયા છે એને કારણે લોકો પોતાના હાર્ટની ચિંતા ઘણી કરવા લાગ્યા છે. હાર્ટ-અટેક આવશે તો શું શે એ ભયે હાર્ટની કેર પણ ચાલુ કરી દીધી હોય એવા ઘણા લોકો તમને આસપાસ જોવા મળે છે, પરંતુ લિવર ખરાબ ઈ જશે કે લિવરનું ધ્યાન રાખવું જરૂરી છે એવું કોઈ વિચારતું ની. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કોલેસ્ટરોલ લિવરને પણ એટલું જ ડેમેજ કરે છે; પરંતુ આ રોગના દરદીઓ લિવરની ચિંતા કરતા ની. એક ગણતરી મુજબ જો કોઈને હાર્ટ-અટેક આવે તો તેના મૃત્યુની શક્યતા પચીસ ટકા રહેલી છે, જ્યારે કોઈ વ્યક્તિને લિવર સિરોસિસ ાય તો તેના મૃત્યુની શક્યતા પચાસ ટકા જેટલી ઈ જાય છે. લિવર એક એવું અંગ છે, જે ચૂપચાપ સહન કર્યે રાખે છે અને એ ખરાબ ઈ રહ્યું હોય ત્યારે આપણને કોઈ ચિહ્નો બતાવતું ની. જ્યારે ચિહ્નો સામે આવે ત્યારે ઑલરેડી લિવર ૯૦ ટકા જેટલું ડેમેજ ઈ ચૂક્યું હોય છે અને પછી આપણે કંઈ કરી શકતા ની. લિવર પ્રત્યેની આપણી આ બેદરકારીને આજે વલ્ર્ડ લિવર ડે નિમિત્તે આપણે સમજીએ અને આ અંગ પણ એટલું જ મહત્વનું છે એટલે એનું સરખું ધ્યાન રાખવા પણ પ્રતિબદ્ધ બનીએ. આપણે લિવરને કઈ રીતે હેલ્ધી રાખી શકીએ અને એ માટે શું કરવું અને શું ન જ કરવું એ જાણીએ અંશ લિવર ક્લિનિક, અંધેરીનાં હેપેટોલોજિસ્ટ ડોકટરઅને ગ્લોબલ હોસ્પિટલ, પરેલના હેપેટોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડોકટરપાસેી.

શું કરવું?

આપણી લાઇફ-સ્ટાઇલની સીધી અસર લિવર પર પડી શકે છે. લિવરની આજુબાજુ અમુક પ્રકારની ફેટ્સ જમા ઈ જાય છે, જેને લીધે ફેટી લિવર જેવો રોગ ઈ શકે છે. એક આંકડા મુજબ ત્રણમાંી એક વ્યક્તિ ફેટી લિવરનો શિકાર છે. આ માટે વ્યક્તિએ પોતાની ડાયટ, એક્સરસાઇઝ અને બીજી કેટલી મહત્વની બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.

૧. ડાયટમાં બેલેન્સ્ડ ડાયટ હોવી જરૂરી છે. બેલેન્સમાં આપણે શાકભાજી અને દાળ કે કઠોળનું પ્રમાણ રોટલી અને ભાત કરતાં વધારે રાખવું જરૂરી છે. લિવર માટે પ્રોટીનનું મહત્વ ઘણું છે. સામાન્ય રીતે આપણે ૨-૩ રોટલી અને એક વાડકી શાક ખાઈએ છીએ. એના બદલે બે વાડકી શાક અને એક રોટલી ખાઈએ અને બે ચમચા ભાતમાં એક વાડકી દાળ નાખીએ છીએ એના બદલે બે વાડકા દાળમાં એક ચમચો ભાત ખાવા જોઈએ. આવા નાના ફેરફારો ઘણા મોટા બદલાવ લાવી શકે છે.

૨. જ્યારે ખોરાક વચ્ચેનો સમય ઘણો લાંબો તો જાય ત્યારે લિવર પર ઘણો લોડ પડે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું અને પછી એકદમ જ વધારે પડતું ખાઈએ ત્યારે લિવરને એની ક્ષમતા કરતાં વધુ મહેનતી કામ કરવું પડે છે, કારણ કે લિવર પાચનપ્રક્રિયાનું અત્યંત મહત્વનું અંગ છે. એટલે જરૂરી છે કે વ્યક્તિ પોતાના નિયત સમયે ખોરાક લે તો લિવર વ્યવસ્તિ કામ કરી શકે.

૩. હેપેટાઇટિસ અ અને હેપેટાઇટિસ ઊ મલિન પાણીી ફેલાતા રોગ છે. દૂષિત પાણીમાં આ વાઇરસ વધુ સમય સુધી જીવી શકે છે. પીવાનું પાણી હંમેશાં શુદ્ધ હોવું જરૂરી છે. એટલે પાણી ઉકાળીને પીઓ. આ સિવાય કાચી શકભાજી ન ખાઓ, પકવેલો ખોરાક જ ખાઓ; જેી એની અંદર પણ આ વાઇરસ હોય તો એ નાશ પામે.

૪. એક્સરસાઇઝ પણ ખૂબ જ મહત્વની છે. ઓછામાં ઓછું દરરોજનું ૪૦ મિનિટનું વોકિંગ કરવું ખૂબ જરૂરી છે. આ સિવાય વ્યક્તિને જેમાં રુચિ હોય એ પ્રકારની ખાસ કરીને ઍરોબિક એક્સરસાઇઝ લિવરને ઉપયોગી સાબિત ાય છે.

૫. લિવરના રોગોને જો રસી દ્વારા રોકી શકાતા હોય તો ચોક્કસ રોકવા જોઈએ. હેપેટાઇટિસ ઇની વેક્સિન દરેક વ્યક્તિએ લેવી જરૂરી છે. આ ઉપરાંત હેપેટાઇટિસ અની વેક્સિન પણ આવે છે, જે લેવી જોઈએ.

૬. ૨૦૦૨ પહેલાં જેમને કોઈ પણ કારણસર બ્લડ ચડાવવાની જરૂર પડી હોય તેમણે હેપેટાઇટિસ ઈની ટેસ્ટ કરાવવી જરૂરી છે, કારણ કે ૨૦૦૨ પછી બ્લડ ચડાવતાં પહેલાં હેપેટાઇટિસ ઈના વાઇરસ ચેક કરવાનો કાયદો લાગુ પડ્યો હતો.

શું ન કરવું?

  1. ૧. આલ્કોહોલ લિવરનો સૌી મોટો શત્રુ છે. જેટલા પણ લોકો દારૂના રવાડે ચડે છે એમાંી મોટા ભાગના લોકો પોતાનું જીવન લિવર ડિસીઝની સો પૂરું કરતા હોય છે. સામાન્ય રીતે આલ્કોહોલની જે લિમિટ હોય છે એ એક ી માટે એક અઠવાડિયાના ૧૪ યુનિટ અને પુરુષ માટે એક અઠવાડિયાના ૧૬ યુનિટ હોય છે. આ લિમિટ નોર્મલ હેલ્ધી લોકો માટે છે, જેમને ઑલરેડી ડાયાબિટીઝ કે હાર્ટ-પ્રોબ્લેમ કે છે તેમના માટે બિલકુલ નહી. બીજું એ કે જેમને ફેમિલીમાં આલ્કોહોલને કારણે વ્યક્તિનું લિવર ડેમેજ યું હોય તો એવી વ્યક્તિએ તો આલ્કોહોલને હા જ ન લગાડવો જોઈએ, કારણ કે તેમને પણ આ રોગ વાની શક્યતા ઘણી વધારે છે.
  2. ૨. આ સિવાય સ્મોકિંગ જેવી આદતોી ૧૦૦ ટકા દૂર રહેવું જરૂરી છે, કારણ કે સ્મોકિંગને લીધે શરીરમાં જમા તાં ટોક્સિન્સ લિવરની હાલત વધુ ને વધુ ખરાબ કરે છે.
  3. ૩. ઘણા લોકો પોતાની રીતે દવાઓ લઈ લેતા હોય છે, જેને આપણે ઓવર ધ કાઉન્ટર મેડિસિન કહીએ છીએ. પેઇનકિલર્સ કે ઍન્ટિબાયોટિક્સ જેવી દવાઓ પણ લોકો લઈ લેતા હોય છે અને એ દવાઓની અસર લિવર પર તી હોય છે. કોઈ પણ દવા ભલે એ સામાન્ય વિટામિનની ગોળી પણ કેમ ન હોય, ડોક્ટરને પૂછ્યા વગર લેવી ન જોઈએ.
  4. ૪. ખાસ કરીને જે લોકો આલ્કોહોલ લેતા હોય છે તે જાણે છે કે આલ્કોહોલી લિવર ડેમેજ ાય છે છતાં તેઓ છોડી શકતા ની એટલે લિવરને હેલ્ધી રાખવાનો ક્લેમ કરતી મેડિસિન્સ મેડિકલ સ્ટોર પરી લઈ લેતા હોય છે. એમ સમજીને કે આ દવાઓને કારણે આલ્કોહોલી તું નુકસાન અટકાવી શકાય છે. પરંતુ હકીકતે એવું તું ની. આવી દવાઓ ખાતાં પહેલાં એક વાર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
  5. ૫. આજે પણ આપણે ત્યાં જો કોઈ વ્યક્તિને કમળો યો હોય તો તેને તાંત્રિક કે બાબા પાસે લઈ જવામાં આવે છે. આ પ્રકારની અંધશ્રદ્ધા દરદીને વધુ મુશ્કેલીમાં મૂકતી હોય છે. કમળો લિવરને લગતો એક રોગ છે, જેને ઠીક કરવા ડોક્ટરની જરૂર રહે છે. ઘરગથ્ુ ઉપાયો કે કોઈ અંધશ્રદ્ધાને લીધે દરદીની હાલત વધુ ખરાબ કરવા કરતાં તેને ડોક્ટર પાસે લઈ જવો હિતાવહ છે એ વાત સૌ સ્વીકારે એ જરૂરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.