Abtak Media Google News

વિશ્વકપમાં ૪ સદી ફટકારનાર રોહિત બન્યો એકમાત્ર ભારતીય ખેલાડી

ભારતીય ટીમનાં વિસ્ફોટક બેટસમેન અને ટીમનાં વાઈસ કેપ્ટન રોહિત શર્માએ ૨૦૧૯નાં વિશ્વકપમાં કુલ ૪ સદી ફટકારી છે જેનાથી તે વિશ્વકપમાં ચાર સદી ફટકારનાર ભારતનો એક માત્ર ખેલાડી બન્યો છે જયારે વિશ્વનો બીજો ખેલાડી. હાલ રોહિત શર્મા અને શ્રીલંકાનાં કુમાર સંગકારાનો રેકોર્ડ એક સરખો થઈ ગયો છે ત્યારે ૨૦૧૫નાં વિશ્વકપમાં કુમાર સંગકારાએ સતત ચાર સદી ફટકારી હતી. બાંગ્લાદેશ સામેનાં મેચમાં રોહિત શર્માને ૯ રને જીવનદાન મળ્યું હતું ત્યારબાદ તેને સદી ફટકારતાં ટીમને ૩૧૪ રનનાં સ્કોરે પહોંચાડી હતી ત્યારે રોહિત શર્માએ તેની ૨૬મી વન-ડે સેન્ચ્યુરી માત્ર ૯૦ બોલમાં જ ફટકારી હતી. જેમાં ૬ ચોગ્ગા અને ૫ છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતીય ટીમ માટે રોહિત શર્મા ખુબ જ નસીબવંતો સાબિત થયો છે. આ વિશ્વકપમાં રોહિત શર્માની જો સેન્ચ્યુરી વિશે જો માહિતી લેવામાં આવે તો તેને દક્ષિણ આફ્રિકા સામે ૧૨૨ રન નોટ આઉટ, પાકિસ્તાન સામે ૧૪૦ રન, ઈંગ્લેન્ડ સામે ૧૦૨ રન અને બાંગ્લાદેશ સામે ૧૦૪ રન ફટકાર્યા છે. આ પહેલાં ટીમનાં ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ ૨૦૦૩નાં વિશ્વકપમાં ૬ સદી ફટકારી હતી. સાથોસાથ બાંગ્લાદેશ સામેની સેન્ચ્યુરી બાદ રોહિત શર્માએ ૫૦૦ રનને પણ પાર કર્યા છે અને તે આ ટુર્નામેન્ટમાં બીજો ખેલાડી બન્યો છે કે જેને ૫૦૦+ રન બનાવ્યા હોય. જયારે માસ્ટર બાસ્ટર સચિન તેંડુલકરે ૧૯૯૬નાં વિશ્વકપમાં ૫૨૩ રન અને ૨૦૦૩નાં વિશ્વકપમાં ૬૭૩ રન ફટકાર્યા હતા ત્યારે સેમી ફાઈનલમાં પહોંચતાની સાથે જ ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માની જવાબદારી ખુબ જ વિશેષ બની ગઈ છે.

ભારતે સાતમી વખત વર્લ્ડકપની સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ જયારે ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ ૮ વખત સ્થાન મેળવ્યું

વિશ્વકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે મેચ રમાયો હતો તેમાં બાંગ્લાદેશને ભારતે ૨૮ રને પરાજય આપી સતત ત્રીજા વિશ્વકપમાં સેમીફાઈનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. કુલ ભારત ૭ વખત વર્લ્ડકપ સેમીફાઈનલમાં પ્રવેશ્યું છે જયારે ઓસ્ટ્રેલિયા સૌથી વધુ ૮મી વખત સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે હવે વિશ્વકપનાં સેમીફાઈનલમાં કુલ ૨ ટીમો નકકી થયેલી છે જેમાં ઓસ્ટ્રેલિયા અને ભારતનો સમાવેશ થાય છે ત્યારે પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થઈ રહ્યો છે અને અટકળો પણ એવી છે કે, બાકી બે ટીમો કે જે સેમીફાઈનલમાં પ્રવેશ મેળવશે તે કોણ હશે ?

હાલ ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે એક મેચ બાકી છે ત્યારે ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ૧૧ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે અને ઈંગ્લેન્ડ ૧૦ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે ત્યારે પાકિસ્તાનને પણ ૯ પોઈન્ટ હોવાથી તેનો પણ એક મેચ બાંગ્લાદેશ સામે બાકી છે. શકયતાઓ એવી છે કે, જો આજનાં ન્યુઝીલેન્ડ-ઈંગ્લેન્ડ મેચમાં વિજય પ્રાપ્ત કરે તો પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે પરંતુ જો ન્યુઝીલેન્ડ મેચમાં વિજય થાય અને પાકિસ્તાનનો બાંગ્લાદેશ સામે જીત મેળવે તો ઈંગ્લેન્ડ માટે જોખમ ઉભું થઈ શકે છે ત્યારે આ સમયે પાકિસ્તાન ટીમ એવું ઈચ્છતું હશે કે, આજનાં મેચમાં ન્યુઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડનો પરાજય થાય પરંતુ વિશ્વકપનાં સેમીફાઈનલમાં પહોંચવા માટે બાકી રહેતી ૩ ટીમો પોતાનું જબરું પ્રદર્શન કરશે તો નવાઈ નહીં. જયારે બીજી અટકળ એ પણ સામે આવે છે કે, જો આજનાં મેચમાં ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ સામે હારે તો તેમનાં ૧૧ પોઈન્ટ યથાવત રહેશે પરંતુ પાકિસ્તાનને સેમી ફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને ખુબ જ મોટા માર્જીનથી હરાવવું પડશે કારણે ન્યુઝીલેન્ડની નેટ રનરેટ પ્લસ ૦.૫૭૨ છે ત્યારે પાકિસ્તાનની નેટ રનરેટ માઈનસ ૦.૭૯૨ જેથી પાકિસ્તાન માટે બાંગ્લાદેશનો મેચ અતિ મહત્વપૂર્ણ બની રહેશે.

શાકિબ કા જવાબ નહીં !

What-Are-The-Two-Teams-After-The-Australia-India-World-Cup-Today-England-New-Zealand-Match-Definite
what-are-the-two-teams-after-the-australia-india-world-cup-today-england-new-zealand-match-definite

ભારતીય ટીમ સામેનાં મેચમાં ભલે બાંગ્લાદેશનો પરાજય થયો હોય પરંતુ બાંગ્લાનો ઓલ રાઉન્ડર ખેલાડી શાકિબલ હસને તમામનાં દિલ જીતી લીધા છે અને ક્રિકેટ જગતમાં પ્રથમ ખેલાડી બન્યો છે કે જેણે વિશ્વકપમાં ૫૦૦થી વધુ રન અને સાથો સાથ ૧૦ વિકેટો ઝડપી હોય. ભારત સામે ૬૬ રનની ઈનીંગ રમ્યા બાદ તે વિશ્વકપમાં ૫૦૦ રનને પાર કરતાં બીજો ખેલાડી બન્યો છે જેને ૫૪૨ રન નોંધાવ્યા છે. સાથોસાથ પ્રથમ સ્થાન પર રોહિત શર્મા પણ છે કે જેને ૭ ઈનીંગમાં ૫૪૪ રન નોંધાવ્યા છે. હાલ શાકીબલ હસને ૨ સદી અને ૪ અડધી સદી ફટકારી છે અને ૧૧ વિકેટો માત્ર ૭ મેચોમાં લઈ એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે ભારત સામેનાં મેચમાં ૬૬ રન નોંધાવી અને રિષભ પંતની વિકેટ લેતા આ બેવડી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શાકિબલ હસનની નજીક એક માત્ર જો ખેલાડી હોય તો તે ન્યુઝીલેન્ડનો સ્કોટ સ્ટારીસ છે કે જેને ૪૯૯ રન કરી ૧૦ મેચમાં ૯ વિકેટો પ્રાપ્ત કરી હતી ૨૦૦૭ની ટુર્નામેન્ટમાં. શાકિબલ હસને વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૨૪ રનની સાથો સાથ તેને અફઘાનિસ્તાન સામે ૨૯ રન આપી ૫ વિકેટ હોલની પણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સાથો સાથ તે બાંગ્લાદેશનો ચોથો ખેલાડી બન્યો છે કે જેને વન-ડેમાં ૬૦૦૦ રન બનાવ્યા હોય. આથી કહી શકાય કે, ભારત સામેનાં મેચમાં ભલે બાંગ્લાદેશનો પરાજય થયો છે પણ શાકિબે તમામનાં દિલ જીતી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.