વેલનેસ એટલે “દવા વગર ટના ટન” !!!

100

યોગ ગર્ભસંસ્કાર અને નેચરોપેથીની થેરાપીથી સુધરતું સ્વાસ્થ્ય

શિયાળાની ઋતુ આવતા જ લોકો પોતાના આરોગ્યને સ્વસ્થ રાખવા ત્રણ ચાર માસ સુધી વિવિધ કસરતો, યોગાસનો અને વ્યાયમો કરીને આખો વર્ષ નિરોગી રહેવા માટે મહેનત કરતા હોય છે.

પરંતુ ભારતનાં પૌરાણિક શાસ્ત્રો નિરોગી રહીને સ્વસ્થ જીવન જીવવાની અનેક આસાન ઉપાયો આપવામા આવ્યા છે. નિયમિત જીવનમાં આવા ઉપાયોને અપનાવીને કોઈપણ બિમારી ભોગવ્યા વગર, દવાઓ લીધા વગર દીધાયું ભોગવી શકાય છે. આવા આસાન ઉપાયોને અપનાવીને નેચરોપેથી પધ્ધતીની વિદ્યાશાખા બની છે.

સંસ્કાર સિંચન ગર્ભ રહ્યા પહેલા જ કરવાનું હોય છે: ડો. પ્રતિક્ષા દેસાઈ

કામિનિ ગર્ભસંસ્કાર કેન્દ્રના ડો. પ્રતિક્ષા દેસાઈએ કહ્યું હતુ કે કામીની ગર્ભ સંસ્કાર કેન્દ્ર ગુજરાતનું પ્રથમ કેન્દ્ર એવું છે જયાં મહિલાઓની કોઈપણ સમસ્યા હોય તેનું નિરાકરણ થાય છે. જેમાં આયુવેદ અને સાયન્સ બંનેનો સમનવય છે.

અમે સ્ત્રીઓને લગતી સમસ્યા મેનોપોઝ મોટી સમસ્યા ઓબેસીટી ઉપરાંત મુખ્ય તો ગર્ભ સંસ્કાર આવશે પરંતુ આયુર્વેદમાં ગર્ભ સંસ્કારનું વર્ણન જુદુ જ છે. જેમાં ગર્ભ રહ્યા પહેલા જ સારા બાળકની આશા રાખીએ બાળક આપણા જ શરીરનું એક અંગ છે. સ્ત્રી અને પુરૂષ જો તંદુરસ્ત હશે તો બાળકનું અવયવ સારૂ જ બનશે જેથી સંસ્કાર સિંચન ગર્ભ રહ્યા પહેલા જ કરવાનું હોય છે. જેને આયુર્વેદમાં પંચકર્મ કહેવાય છે. તો અમારા કેન્દ્રમાં પહેલેથી જ પધ્ધતીસર સંસ્કાર કરાવીએ છીએ જે બાળકના જન્મ પછી પણ ૧૬ વર્ષ સુધી ગર્ભ સંસ્કારના વિષયમાં જઆવરી લેવાય છે. જે શાસ્ત્રમાં વર્ણવેલી છે. હાલના સમયમાં આપણા સામે ૨ મોટી સમસ્યા છે. એક કોઈ પાસે ટાઈમ નથી ૨. વિદેશી અનુકરણ જેમાં ખોરાક નબળા થઈ ગયા છે. જેથી શરીરને જરૂરી તત્વ મળતા નથી. તેવી લાઈફ સ્ટાઈલથી ઘણી મોટી સમસ્યાનો સામનો કરવા જઈરહ્યા છીએ ત્યારે અમે ગર્ભ સંસ્કાર કેન્દ્ર લઈને આવ્યા છીએ અમારી દવા પણ અમારી ફાર્મસીમાં બનાવેલ હોય છે. જે ગંધ રહીત છે. જેથી સહેલાઈથી લઈ શકાય છે. અમારી પાસે કાઉન્સીલીંગ ટીમ છે. જે દરેક વસ્તુ સમજી અને પધધતીપર સંસ્કાર કરાવે છે. આનાથી ઘણા લોકોનાં વ્યશન પણ છૂટયા છે. તો કોઈ બીમારી પણ જતી રહે છે.

પંચમહાભૂતને ઉપયોગમાં લેવાની પધ્ધતિ એટલે નેચરો થેરાપી: ડો. ભાવનાબેન કકકડ

આર્યાનેચર કેરને ડો. ભાવનાબેન કકકડે કહ્યું હતુ કે, નેચરોપેથી એટલે પંચતત્વથી એટલે કે દવા વગરા પણ સારવાર થઈ શકે તે નેચરોપેથી આકાશ, વાયુ, પૃથ્વી, જળ, અગ્ની જે પાંચ તત્વથી આપણુ શરીર બનેલું છે. આ પંચતત્વ દ્વારા ઘણા બધા રોગોનો ઈલાજ કરીએ છીએ જેમાં એસીડીટી માથાના રોગો સ્ત્રીને લગતા રોગો છે.જયારે વાતચીત અને તક ત્રણ દોષ કહેવાય છે.

તેને કઈ રીતે શાંત પાડી શકાય જેમાં પંચ મહાભૂતને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે પધ્ધતી એટલે નેચરોપેથી ઘણા રોગ ઉપવાસથી પણ મટાડીએ છીએ આજના ઝડપી યુગમાં યેલોપેથી સામે પણ નેચરો પેથી ખૂબજ અસરકારક છે અને પરિણામ પણ ખૂબ સારા છે. સાયન્સનો જમાનો છે જ પરંતુ જે લોકોએ રીપોર્ટ કરાવ્યા હોય તે પ્રમાણે એમની તાસીરના પણ હોય શકે મારો ખૂદનો અનુભવ કહીશતો મારૂ એકસીડેન્ટ થયું પછી ડોકટરોએ કહ્યું કે આપ ચાલી નહી શકો મે ડો.ને ચાલી બતાવ્યું આજે હું બધા વર્ક કરૂ જ છું. ડોકટર રીપોર્ટ આધારીત ઉપાય કરે છે.ત્યારે નેચરોપેથી તાસીર પ્રમાણે નેચરોપેથીમાં ઉપવાસ-ખોરાક ચેન્જ હાઈડ્રોજનથેરાપીપાણીના પ્રયોગ જેવી પધ્ધતીથી સારવાર થાય છે.

આયુર્વેદમાં માતા-પિતા બાળકના સંસ્કારનું પ્લાનિંગ કરી શકે છે: ડો. મિત પરસાણિયા

કામીની ગર્ભ સંસ્કારના ડો. મીત પરસાણીયાએ જણાવ્યું હતુ કે હું કામીની ગર્ભ સંસ્કારમાં તાલીમ આપું છું ગર્ભ સંસ્કાર શા માટે એવો પ્રશ્ર્ન દરેક દંપતીને થવો જ જોઈએ જેથી ઉડાણ પૂર્વકની સમજ લઈ શકે હાલમાં આપણી આસપાસનું વાતાવરણ તથા જે બાળકો જન્મ લઈ ચૂકયા છે. તેના પર નજર કરીએ તો ઘણા બાળકો કૃપોષણ અથવા ઓબેસીટી વાળા હોય છે. અથવા તો કોઈ કારણોસર વારંવાર દવાખાને લઈ જવા પડતા હોય છે. અથવા બાળક ક્રોધીત હોય છે. આવી અનેક સમસ્યા ન આવે માટે ગર્ભ સંસ્કાર કરવા જરૂરી છે. જેનો ઉપાય આયુર્વેદીક પધ્ધતીથી સરળ છે. માતા પીતાને પોતાના જેવા સંસ્કારી બાળકનો પ્લાન કરી શકે છે. અહી અમે ગર્ભવતી બહેનોને ઓમ મંત્ર ઉચ્ચારણ , યોગ, કરશન સારૂ વાંચન દેહ શુધ્ધી જેવા અનેક પ્રવૃત્તિ કરાવીએ છીએ જેનાથી આવનાર બાળક તનથી અને મનથી તંદુરસ્ત સંસ્કારી જન્મે છે તથા માતાને નોર્મલ ડીલેવરી ઓછી તકલીફ અને મનથી પ્રફુલીત રહે છે.

શારીરિક પ્રવૃતિ ઓછી થતા પાચન થતુ નથી: સુરેશ ભટ્ટ

મેટોડા સ્થિત આદુ કા જાદુ કેન્દ્રના સંચાલક સુરેશભાઈ ભટ્ટે કહ્યુ કે આદુ કા જાદુ અમારા હેલ્થ માટે ડ્રીંક બનાવ્યુ હતુ જેનથી અમને પોતાને ફાયદો થયો હતો. તેના પરથી વિચાર આવ્યો કે સમાજને ઉપયોગી થવાનો કેમ કે આ ડ્રીંકથી મને શારીરિક ખુબ ફાયદા થયા તેના પરથી અમે ડ્રીંક બનાવી પહેલા તો અમે કાલાવડ રોડ પ્રેમ મંદિર પાસે કેમ્પ કાર્યો રોજ સવારમાં અમે લોકોને ડ્રીંક આપતા તેનો ફાયદો લોકોને ખુબ થયો ત્યારબાદ રેસકોર્ષ પણ વહેલી સવારે લોકોને ડ્રીંક આપતા જે અમે નિ:શુલ્ક પીવરાવતા જે લોકોની જાણકારી માટે જેથી લોકો ઘરે બનાવી પોતાના પરીવારની હેલ્થ સારી કરી શકે તેના પરથી નામ ” આદુ કા જાદુ રાખ્યુ આદુ એવી વનસ્પતિ છે. તેનો જયુસ બનાવી શકો જીંજર ટી બનાવો ખાવામાં દાખ, શાકમાં નાખી શકો આદુનું કામ આપણી પાચનશકિતને વધારવાનું છે. હાલના સમયમાં શારિરીક પ્રવૃતિ ઓછી થતા પાચન થતુ નથી. તો પાચનક્રિયામાં મદદરૂપ થાય છે. શરીરમાંથી કચરો સાફ કરે છે. તો શરીર સારૂ થાય તો ઘણા ફાયદા થાય છે. આદુ શરીરના દરેક અંગેમાં કામ આપે છે.

અમે આદુના પ્રયોગ ૫ વર્ષથી કરીએ છીએ અમે નિ:શુલ્ક ઘણા કેમ્પ કરી છે. હાલ મેટોડા જી.આઈ.ડી.સી.માં મારી ફેકટ્રીયર ઘણા લોકો આવે છે. આ કામ મારૂ સમાજને ઉપયોગી થવા માટે છે. કોઈ પણ પ્રકારની ફ્રી લેવાતી નથી. અમારી પાસે લોકો પોતાના દર્દ માટે જેમાં મુખ્ય કોઈને એસીડીટી, પાચનશકિત મંદ બ્લડના પ્રોબ્લેમ, બ્લડ પ્રેસર, થાઈરોડ જેવા અનેક પ્રોબલેમ લઈને લોકો આવે છે. જેમાં અમે ખોરાકની સમજ અને આદુના પ્રયોગ બને કરાવીએ છીએ. જેનો લોકોને મોટો ફાયદો થયો છે.

મને ડાયાબીટીશ ,બ્લડ પ્રેચર, કોલેસ્ટ્રોલ જેવા પ્રોબલેમ હતા. રોજ ૮ ગોળી ખાતો  મારો વજન ૧૦૨ કિલો હતુ. હાલમાં કોઈપણ પ્રકારની ગોળી ખાતો નથી. સમાજમાં મદદરૂપ થવા ” આદુ કા જાદુ  ચાલુ કર્યુ છે. તદ્ન ફ્રી સેવા છે.

આજના યુગમાં મહેનત ઓછી થતા તકલીફોનું પ્રમાણ વઘ્યું: મિનાઝ પટેલ

આર્યા નેચરોપેથીના મિનાઝ પટેલે જણાવ્યું હતું કે કાર્ડીયોવર્ક હાર્ટ માટે ખુબ સારુ છે. આ વર્ક કરવાથી હાર્ટનુ પંપીંગ બરોબર થાય છે.બ્લડ સરકયુલેશન વધશે તેમજ શરીરના દરેક કોષોને ઓકસીજન પહોચે છે. જેનાથી શરીરમાં નવી ચેતના ઉત્પન્ન થાય છે.ધીરે ધીરે સ્નાયુ મજબુત થાશે અને વજન ઘટશે આજના યુગમાં મહેનત ઓછી થઇ જેનાથી અનેક તકલીફો વધી ગઇ છે. થોડું કામ કરવાથી થાકી જવાય છે. તો કાર્ડીયો વર્ક કરવાથી ફકત એક મહીનામાં જ સારુ પરીણામ જોવા મળે છે. તો શીયાળાની સીઝનમાં કાર્ડીયો વર્ક કરવું જ જોઇએ.

અમારા કોર્ષમાં ૯૦ આસન છે: જલ્પા બુધવારીયા

ટ્રેઇનર જલ્પા બુધવારીયાએ ઉમેર્યુ હતું કે અમે ત્રણ વર્ષથી લકુલેશ યુનિવર્સિટીનો સર્ટીફીકેટ કોષ કરાવીએ છીએ. લકુલેશ યુનિવસિૈટી અમદાવાદ છે. જે લોકો અમદાવાદ જઇ ના શકતા હોય તેને માટે રાજકોટ કેન્દ્ર આપેલું છે. અમારા આ કોર્ષમાં ૧૯ જેટલા આશન છે. ઉપરાંત થીયરીકલ જ્ઞાન પણ આપવામાં આવે છે. દર રવિવારે અમારે બે કલાક ના કલાસ હોય છે જેમાં એક કલાક પ્રેકટીકલ એક કલાક થીયરીકલ વર્ષમાં બે પરીક્ષા હોય છે. આમ જોવા જઇએ તો લોકો યોગ કરતાં હોય છે પણ તે કરવા ખાતર કરતા હોય છે તેનો શું ફાયદો થશે તેનું જ્ઞાન નથી હોતું તો અમે અહીં સમજણ સાથે યોગ કરાવીએ છીએ જેનાથી તેઓ ને ખબર પડે કેવી તકલીફમાં કયું આસન કરવું તો તકલીફ દુર થાય અમારો હેતુ એટલો જ છે. કે લોકો યોગ સમજીને બહોળી સંખ્યામાં અમારી સાથે જોડાય યોગને કશરત ના સમજે અને સમજદારી પૂર્વક યોગ અપનાવે અમારે ત્યાં ૧૮ થી૭૧ વર્ષના લોકો યોગ શીખવા આવે છે.

યોગ આઘ્યાત્મિક પ્રવૃતિ પણ છે: રાજેશભાઇ કાચા

રાજેશભાઇ કાચાએ જણાવ્યું હતું કે, મે લકુલેશ યોગ યુનિવર્સિટીમાંથી પ વર્ષ પહેલા અભ્યાસ કરેલ હતો. અમારી સંસ્થા અંકીત એજયુ.  ચેરીટેબલ ટ્રસ્ટ લકુલેશ યોગ યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. અમે અહીં યોગના આશન તથા થીયરીકલ યોગની સમજણ આપીએ છીએ. તથા અમારા ટ્રસ્ટની ઇતર પ્રવૃતિ પ્રાણ ઉર્ના શીબીર ફ્રી સેમીનાર ઉપરાંત આઘ્યાત્મીક માર્ગદર્શન માટે પણ આયોજન કરીએ છીએ. લોકો એવું સમજે છે કે યોગ તે ફકત શરીરને સ્વચ્છ રાખવાની ક્રિયા છે. પરંતુ યોગ સમજણ પૂર્વક કરીએ તો આઘ્યાત્મિક પ્રવૃતિમાં પણ ઉપયોગી છે. સાથે અમારે ત્યાંથી યોગ અભ્યાસ કરેલા ડોકટરો, ઉઘોગપતિ, ગૃહીણી તથા યોગ શિક્ષકો પણ છે. સર્જન પણ છે અમારે ત્યાંથી અત્યાર સુધીમાં ૧૩૦ લોકો યોગ શીખી પોતાના ક્ષેત્રમાં આગળ છે.

વેલનેસ ઈન્ડસ્ટ્રી મલ્ટી બિલીયન ઈન્ડસ્ટ્રી છે: દક્ષેસ પાઠક

વિશ્ર્વેષ નેચરોપેથી ઈન્સ્ટીટયુટના સંચાલક દક્ષેક પાઠકે કહ્યુ હતુ કે વિશ્ર્વેષને નેચરોપેથી યોગનું સંચાલન હું ૨૦૧૩ થી ઈન્સીટયુટની સ્થાપના કરવામાં આવી નેચરોપેથીનો કોર્ષ ૩ વર્ષનો છે. અમારે ત્યાથી અત્યાર સુધીમાં  ૮૦૦ લોકો નેચરોપેથીનું શિક્ષણ મેળવી સકસેસફુલી કામ કરે છે. જેમાં ૩ વર્ષ કર્યા પછી ૬ મહિના ઈન્ટનસીપ હોય છે. ઈન્ટનશીપ પણ અહીજ અમે નિ:શુલ્ક કરાવીએ છીએ જયારે લોકો અમારી પાસે કોઈપણ દર્દ માટે આવે તો અમે તેનો ચાર્જ વસુલતા નથી અમારે ત્યાં નિયમ છે કે અમારા વિદ્યાર્થી જયારે કામ શરૂ કરે ત્યારે ૩૦ દર્દી સુધી ફ્રી લેવાતી નથી ત્યાર પછી ફી લઈને કામ કરી શકે અત્યારે વેલનેશનો જમાનો ચાલે છે. વેલનેશ ઈન્ડસ્ટ્રી અત્યારે મલ્ટીબીલીયન ઈન્ડસ્ટ્રી બનવા જઈ રહી છે. ત્યારે વેલનેશ એટલે માંદા જ ન પડવુ એ રીતે નેચરોપેથી કામ કરે છે. જેમાં બિમારી આવતી નથી જો તેમ જીવન જીવવાની પધ્ધતિ શીખીલો તો કોઈ વ્યકતીએ દવા કરાવી જ ન પડે અને દવાનો ખર્ચ પણ નીડથી જાય નેચરોપેથી પંચ મહાભુત પષર ચિકિત્ચા છે. માટી પાણી, વાયુ, સુર્ય-કિરણ , આકાશ ,આતત્વ પર નેચરોપેથી છે. અમારી હેડ ઓફીસ રાજઘાટ દિલ્હી ખાતે છે. જેના અંડરમાં પુરા દેશમાં ૯૦ નંબર સેન્ટર આવે છે. જેમાં અમારૂ ગુજરાતમાં ૨ નંબર અને સૌરાષ્ટ્ર કચ્છમાં ૧ સેન્ટર છે અમે ચિકિત્ચામાં માટીનો પ્રયોગ કરીએ છીએ માટીથી બધા જ રોગ મટે જેમ ગાંધીજીએ પણ માટીથી જ ર્જીણ કબજીયાત મટાડી હતી.

Loading...