Abtak Media Google News

પેથોલોજીસ્ટ અને ટેક્નિશિયન્સ વચ્ચેના વિવાદનો અંત લાવવા પ્રયાસ

લેબોરેટરી ટેક્નિશિયન એસો. દ્વારા રાજય સરકારનો આભાર વ્યકત કરાયો

છેલ્લા ઘણાં વર્ષોથી ભારતના ન્યાયાલયોમા પેથોલોજીન્ટ અને લેબોરેટરી ટેકનીશીયન વચ્ચે ન્યાયીકરણ ચાલતો હતો. સુપ્રિમ કોર્ટ ડોકટરર્સની તરફેણમાં ચુકાદો આપી દીધો. ભારત સરકારે સમગ્ર પરિસ્થિતિનું બારીકાઇથી અવલોકન કરતા આ ચુકાદો  કદાચ હાલના કાયદા મુજબ બરાબર છે., પરંતુ પ્રજાહિતમાં ચુકાદાનો અમલ અશકય માલુમ પડેલ, સમગ્ર કેસની ઝીણવટ ભરી માહીતી અને અભ્યાસ બાદ સરકારશ્રીને એક કમીટીની રચના કરી અને જુના કાયદાનો સાકારે તા. ૧૮-૫-૧૮ ના રોજ એકસ્ટ્રા ઓડીનરી થી ગેરેંટી ઓફ ઇન્ડીયા બહાર પાડી. નરેન્દ્રભાઇ મોદીના વડપણ નીચે કામ કરતી સરકારે વર્ષો જુની પ્રશ્ર્નોનો સુખદ અને વ્યહારુ ઉકેલ લાવ્યા.

આ સંદર્ભે ગુજરાત સરકારને પ્રજાહિતમાં ગુજરાતમાં પણ આ કાયદાની અમલ થાય તે માટેની રજુઆત કરેલ. કારણ કે ગુજરાતમાં પણ ૮૨ ધારાસભા મત વિસ્તાર એવા છે કે જયાં પેથોલેજીસ્ટ નથી જેવા કે સૌરાષ્ટ્ર નીજ વાત કરીએ તો જસદણ, કાલાવડ ધ્રોલ દ્વારકા જેવા તાલુકા સેન્ટરો માં પણ પેથોલોજીસ્ટી ઉપલબ્ધ નથી તો ત્યાંની પ્રજાએ સામાન્ય રીપોર્ટ માટે પણ મોટા સેન્ટરો માં જવુ પડે છે. જેથી પ્રજાને આર્થિક શારીરિક અને સમયની બરબાદી નો ભોગ બનવું પડે છે.

નોંધનીય વાત એ છે કે ટેકનીશિયન્સ પહેલેથી જ મીડીયમ અને એડવાન્સ લેબોરેટરીના પરિક્ષણોથી દુર રહેતા હતા.

આમ ગ્રામ્ય વિસ્તારની પ્રજા તેમજ ડોકટરને સારવારમાં તકલીફ ન પડે અને છેવાડાના માણસ સુધી આરોગ્ય ની સેવા મળી રહે તે માટે ગુજરાત સરકારે લોકહિતમાં જે નિર્ણય લીધો છે તે માટે સમગ્ર લેબોટેરી ટેકીનિશિયન એસો.ના સભ્યો ગુજરાતમાં પ્રમુખ ડોબરીયા સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ હાદિક બક્ષી આભાર વ્યકત કરે છે.

ગુજરાતના રાજયપાલશ્રીએ આ હુકમ તા.ર૩ ઓગષ્ટ ૨૦૧૮ ના રોજ ઠરાવ ક્રમાંક પર ચ /૧૨૦૧૮/૧૦૩૨/ અ પસાર કર્યો હતો આ ઠરાવનો તાત્કાલીક અસરથી પસાર કરવા કહેલ છે તેવું આજે અબતક ના આંગણે આવેલા એસોસિએશનના આગેવાનોએ કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.