Abtak Media Google News

આજે ‘કાગબાપુ’ની ૧૧૮મી જન્મજયંતિ

કાગબાપુની અનેક રચનાઓને પાઠય પુસ્તકોમાં સ્થાન મળવા ઉપરાંત બાપુના કાગવાણી ભાગ ૧થી ૮ સહિતના ગ્રંથો સમાજ માટે પ્રેરણા દાયી બન્યા

ભકત કવિ દુલા ભાયા કાગ ‘કાગબાપુ’ ભગતબાપુનો જન્મ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જાજાદર ગામે ૨૫ નવેમ્બર ૧૯૦૩માં થયો હતો પિતાનું નામ ભાયાભાઇ તથા માતાનું નામ ધનબાઇ હતુ તેઓએ માત્ર પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કરી. કોટુંબીક વ્યવસાય ખેતીમાં જોડાયા હતા. ઢોરને ચરાવવા જતા ત્યારે મળનારા સમયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા તેમણે તેમની જમીન વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં આપી દીધી હતી. તેઓએ રતુભાઇ અદાણી સાથે મળી જૂનાગઢ ખાતે લોક સાહિત્યની શાળાનું નિર્માણ કર્યુ હતુ તેમજ ભાવનગર ખાતે ‘ચારણ બોર્ડીગ હાઉસ’ જેવી સંસ્થાના સ્થાપી હતી તેઓ ચારણ હિતવર્ધક સંસ્થાના પ્રમુખ તરીકે પણ રહ્યા હતા જૂનાગઢના ભવનાથમાં યોજાતા શિવરાત્રીના લોકમેળામાં ભકતો માટે ઉતારા તરીકે ઓળખાતા રાતવાસામાં દુલાકાગનો ઉતારો ખૂબ જ જાણીતો હતો.

કાગબાપુ રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિતયનો સ્વાધ્યાય અને તેનું સંપાદન, ખેતી અને ગોપાલનનો વ્યવસાય કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતો, ભજનો અને આપ્યાનોના જાહેર કાર્યક્રમો પણ આપતા અનેક સાહિત્યકારોના મુખેથી ‘કાગબાપુ’ વિષની સાંભળવા મળતી વાતો પૈકી ‘કાગબાપુ’ને સાંભળવા માટે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હી ખાતે આમંત્રીત કરી અને સતત એક કલાક સુધી સૌરાષ્ટ્ર કાઠિયાવાડની તળપદી અને ચારણી શૈલીમાં બાપુની રજૂઆતને મનભરી માણ્યા હતા. આજ પણ ભગતબાપુ રચીત, કાવ્યો, ભજનો, દુહા તેમજ લોક સાહિત્ય રસીકો મનભરી મણે છે.

કાગબાપુને ભારત સરકાર દ્વારા ૧૯૬૨માં ‘પદ્મ’ પુરસ્કારથી સન્માન્તિ કરવામાં આવ્યા હતા. તેમજ ૨૫ નવેમ્બર ૨૦૦૪ના રોજ ભગતબાપુની જન્મ જયંતિએ ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ‘કાગબાપુ’ના ફોટા વાળી રૂ.૫ની ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી. કાગબાપુએ લખેલા કાગવાણી ભાગ ૧થી ૮, ચંદ્ર બાવની, વિનોબા બાવની, સોરઠ બાવની વગેરે ગ્રંથો આજ પણ સમાજ માટે પ્રેરણા રૂપ છે.  ‘તારા આંગણીયા પૂછીને જે કોઇ આવે એને આવકારો મીઠો આપજે’ જેથી અનેક રચનાઓ આજ પણ લોકોના હૈયે અને હોઠે છે.

કાગબાપુનું અવસાન ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭ના દિવસે ૭૪ વર્ષની વેય થયુ હતુ ઘણા લોક ગાયકો અને લોક સાહિત્ય કોરોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે. શ્રેષ્ઠતા બદલ ‘કવિ કાગ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવે છે. મજાદર કાગધામ ખાતે દર વર્ષ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ‘કવી દુલા ભાયા કાગ’ કાગબાપુની અનેક કવિતાઓ તથા કૃતિઓને શાલેય અભ્યાસ ક્રમમાં સ્થાન મળ્યુ છે. કાગધામ ગામે કાગબાપુની સ્મૃતિમાં કાગધામ ગામની પ્રવેશધાર તરીકે કાગ દ્વારા બનાવવામાં આવ્યો છે.

સંકલન: અશોક પંડયા  ૯૮૨૪૨ ૯૮૭૫૩

ભારત સરકાર દ્વારા ૧૯૬૨માં ‘પદ્મ’ એવોર્ડ અપાયો તેમજ ૨૦૦૪માં ટપાલ ખાતા દ્વારા ‘કાગબાપુ’ના ફોટાવાળી રૂ.૫ વાળી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.