Abtak Media Google News

આ દેશમાં સવા અબજ મનુષ્યો છે, અસહ્ય ગરીબી એમને જીવવા દેતી નથી, સાવ નાનાં સપનાંને આધારે જીવતાં જીવતાં મનુષ્યજીવન પૂરૂ થઇ જાય છે..

મનુષ્ય અવતારને આપણા શાસ્ત્રોએ અને ઋષિમૂનિઓએ સહુથી મોંઘામાં મોંઘો અવતાર મનુષ્યના અવતારને ગણાવ્યો છે. તેમણે એટલે સુધી વર્ણવ્યું છે કે ચોરાસી લાખ યોનિમાંથી પસાર થયા પછી મનુષ્યનો અવતાર પ્રાપ્ત થાય છે. અને જો મનુષ્ય અવતાર પૂણ્ય તથા સત્કર્મોના બળે સફળ થાય તો ફરી મનુષ્યનો અવતાર મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અને ચોરાસી લાખ યોનિમાંથી પસાર થવું પડતું નથી.

આ બધુ છતાં કોઈ તેને ફરી કયારેય મનુષ્ય અવતાર નહિ આપવાની ભગવાનને આજીજી કરે વિચારોનો કયારેક કયારેક અકળ રીતે એવું બની જાય છે કે જે એક મહિનામાં પણ ન બની શકે, એક વર્ષમાં પણ શકય ન બને, અને પૂરી જિંદગી સુધી નથી બની શકતું. બાબરી-ધ્વંશની બાબતમાં એવું બન્યું અને જોતજોતામાં એ પૂર્ણ વિરામ સુધી પહોચી ગયું…

એક કવિએ એવું લખી નાખ્યું કે, ‘આમ ના અટકી પડે મારા ચરણ, આટલામાં કયાંક એનું ઘર છે !

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ પ્રતિ અહીં પ્રતીકાત્મક અંગુલિનિર્દેશ છે !

એમની કલમે એમ પણ લખી લીધું છે કે, ‘આવશે દોડીને મળવા તને નદીઓ સામે, છે શરત એટલી પહેલા તું સમંદર થઈ જા’

આ કોઈનું તો સ્વપ્ન હશે ને?

હા, બધા માણસોને કાંઈ સિકંદરની જેમ દુનિયા જીતવાનાં નથી હોતાં. નાના માણસોને સાવ નાનાં સપનાં હોય છે અને કયારેક તે પૂરાં થતા પણ નથી.

છતા માણસો સપનાના આધારે જીવે છે. કોઈને ઘરનું ઘર, કોઈને સારી નોકરી, કોઈને ગાડી, કોઈને ઘરેણાં, નાનાં એવા સપનાઓનાં આધારે જીવતાં જીવતાં જિન્દગી પૂરી થઈ જાય છે.મોંઘેરૂ મનુષ્ય જીવન પૂરૂ થઈ જાય છે !

ધૂળ જેવું ય ધાન તો આપો સાવ જૂઠું શું કામ બોલો છો? કોક સાચી જવાબ તો આપો ! અહીં લગભગ બધા જ ક્ષેત્રે જુઠુ બોલવાની જાણે હરિફાઈ ચાલી રહી છે. અહી રોજી રોટી અને મકાન માટે કરોડો લોકો ટળવળે છે.

એમને મહાત્મા ગાંધી સાંભરે છે. તેઓ આ પ્રકારની સ્થિતિમાં પણ હિંસાનું દર્શન કરતા હતા અને સ્પષ્ટ પણે કહેતા હતા કે વિશ્ર્વમાં હિંસાની સામે અહિંસાની પ્રભુતા નહી સ્વીકારાય ત્યાં સુધી માનવજાત સાચી શાંતિ નહીં પામે…!

એક તબકકે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કરેલું નિવેદન ખરેખર વિચારવાલાયક છે. ભારતના બંધારણનાં આમુખમાં અહિંસાને દાખલ કરવાનો વિચાર શા માટે ખૂબજ ગંભીરતાપૂર્વક લેવાવો જોઈએ એવો જો કોઈને સવાલ થાય તો એનો જવાબ એ છે કે એથી ભારતના નાગરીકોને ફાયદો થશે. દેશના તમામ ધર્મને લક્ષમાં લઈને જોઈએ તો થશે. દેશના તમામ ધર્મને લક્ષમા લઈને જોઈએ તો જૈન ધર્મ એક એવો ધર્મ છે કે, જેમાં અહિંસા વિશે વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. અહિંસા પરમો દર્મની વાત આપણામાંના મોટાભાગના લોકો જાણે છે. સમાજમાં એક વર્ગ એવો છે કે જે અહિંસાની તરપેણમા છે. પણ તે લઘુમતીમાં છે. ગાંધીજીએ પણ એમના પુસ્તકોમાં અને પ્રવચનનોમા અહિંસાની વાત કરી છે.

ખેર, સમયનો તકાજો છે કે સહુ અહિંસાને માર્ગે ચાલે પણ આ માટે પ્રજાને સતત યાદ દેવડાવવું પડે એવી સ્થિતિ છે. મતલબ કે અહિંસાના માર્ગે લોકો ચાલે એ માટે એમને સતત યાદ દેવડાવવાની જે બાબત છે એની આપણે પટનાયકનું સૂચના ખરા અર્થમાં મહાત્મા ગાંધીએ રચેલા પ્રોજેકટને પૂર્ણ કરવા નિમિત બની શકે છે.લગભગ એક સદી પૂર્વે પૂજય મહાત્મા ગાંધીએ અહિંસક ભારતની કલ્પના કરી હતી.

આપણા નેતાઓ મનુષ્યો અને એમની કંગાલિયત તરફ ધ્યાન આપવાને બદલે રાજગાદી અને રાજકીય લાભાલાભને જ અગ્રતા આપતા રહ્યા છે.

આપણા દેશમાં સવા અબજ જેટલા મનુષ્યો છે. એમને એમને મોંઘેરા મનુષ્ય અવતારનું સૌભાગ્ય સાંપડયું છે. એમને મોંઘેરો મનુષ્ય અવતાર આપવા માટે સર્જનહારનો ઉપકાર માનવો છે. અને એને અનુરૂપ બધું જ કરી બતાવવું છે. એમને સુખી અને હેતુલક્ષી જીવન જીવવાની હોંશ છે. પરંતુ અમેની ગરીબાઈ અને કંગાલીયત એમની આ હોંશને રોપીરોળી નાખે છે.

અત્યારની દુનિયાદારી ડગલે ને પગલે એમને ઠેસ, ઠેબા અને ગડથોલિયાં ખવડાવે છે. અરધા ભૂખ્યા, અરધા નગ્ન અને અતિ વસમી તથા અસહ્ય જુલ્મી દુનિયાદારી એમને અન્ય હજારો મનુષ્યોની જેમ જીવવા દેતી નથી.

આપણી ઝુંપડપટ્ટીઓમાં જન્મતા અને એંઠવાડ ખાઈ-પીને ઉછરતા પોષણવિહોણા દીકરા-દીકરીઓને રીબાતાં તથા મરવા વાંકે જીવતાં સંતાનોને સાથે રાખીને ‘મોંઘેરા મનુષ્ય અવતાર’નો આત્મહત્યા દ્વારા અંત આણતા કમનશીબ માબાપો ધરાવતો આ દેશ દુનિયાના મોટા દેશોમાં સારૂ માનપાન પામતો થયો છે. એવાં રાજપુરૂષોનાં વાહિયાત વિધાનો ગરીબોની ગરીબાઈ દૂર કરી શકતા દૂર કરી શકતા નથી અને રાગે રાગે શોષણ કરતા તથા લોહીસૂચતા નિર્દેશ શોષણખોરોની નાગચૂડમાંથી છોડાવી શકતા નથી !

મોંઘેરા માનવ-અવતારની આવી કંગાલિયત તેમજ સહી સહીને,એકાદ નાના સપનાનો આધાર પામ્યા વગર જિન્દગી પૂરી કરવી એ કરતાં તો મનુષ્યનો અવતાર ન પામવામાં શું ખોટું, એમ માનતા લોકો સર્જનહારને હવે કયારેય મોંઘેરો કહેવાતો માનવ અવતાર ન આપવાની આજીજી કરે તો એમાં એનો શું દોષ ?

આજે વિજયાદશમીનાં પનોતા પર્વને અવસરે માનવજાતે કયાંય પણ આવી હાલતમાં ન મૂકવાની પ્રાર્થના કરીએ… અને જે સત્તાધીશોએ આવી હાલત સર્જી છે એમને સન્મતિ આપે એવી માં જગદંબાને સ્તુતિ કરીએ.

કોઈપણ દેશના બંધારણમાં સર્જનહારે સર્જેલા તમામ મનુષ્યોને સમાન દરજજો મળી રહે એવી જોગવાઈ હોવી જ જોઈએ. જો એનો ભંગ થાય તો દોર્ષિતોને ઉચિત સજા કરવી જોઈએ.

ભગવાનના શાસનની જોગવાઈઓનો ભંગ કરે એને ભગવાન સજા કરે જ છે. સંત શિરોમણી પૂ. રણછોડદાસજી મહારાજશ્રીએ તો એટલે સુધી કહ્યું છે કે, ગરીબો કો કભી મત સતાના જો ઉનકે ભગવાનને યહ દેખ લિયા તો આપકી ખેર નહિ!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.