Abtak Media Google News

નદી સરોવર કે તળાવ આપણે સૌએ જોયા હોય ગમે તે ગામ, શહેર, રાજય કે દેશ આવા નદી, તળાવ કે સરોવર કાંઠે જ વિકાસ પામ્યા હોય છે. નાની નાની નદીઓ બધી જ દરીયામાં ભળે છે. દરિયામાં હજારો જીવજંતુઓની નિરાળી દુનિયા હોય છે. એક દેશમાંથી બીજા દેશમાં જવા સ્ટીમરમાં જવાય છે. પૃથ્વી પર ત્રણ ભાગમાં પાણી છે. બાકીના ભાગોમાં માનવ જીવન વસવાટ કરે છે. નદી, સરોવર, તળાવોનો ઇતિહાસ પણ શહેરો સાથે જોડાયેલો હોય છે. મોટા ભાગે નદીઓનું પાણી મીઠું  હોય છે. પરંતુ દરિયાનું પાણી ખારૂ હોય છે. અગરીયાઓ દરિયાના ખારા પાણીમાંથી મીઠું બનાવે છે.આજે નદીઓનું અજબ ગજબની વાત કરવી છે. દુનિયાનાં એવા કેટલાય દેશો છે. તેની ચિત્ર વિચિત્ર નદીઓનો ઇતિહાસ નિહાળો છે.

Knowledge Corner Logo 3

અલ્જીરીયાની એક નદી શ્યાહીની નદી તરીકે ઓળખાય છે. આ નદીનું પાણી શ્યાહીને મળતું આવે છે. એટલે કે નેવી બ્લુ કલરનું છે. સ્પેન દેશમાં ચિપટાક નામની નદી આવેલી છે. એ નદીનું પાણી ચિંટકું પ્રકારનું છે. એટલે કે ચિકણું છે, અને એવું ચિકણું કે તે ગુંદરની ગરજ મારે છે. જમીનનાં પેટાળમાંથી નિકળતા પાણીના સ્ત્રવોને કારણે આવી ચિત્ર વિચિત્ર નદીઓ જોવા મળે છે.દક્ષિણ અમેરિકાના ચિલી, આર્જેન્ટાઇન ની સરહદ પર એસિડ રીવર નામની નદી છે. આ નદીનું પાણી લીંબુના રસ જેવું સ્વાદમાં લાગે છે. અર્થાત ખાટુ કે ખટાશના સ્વાદ વાળુ છે. જેમાં એસીટીક પ્રમાણ વધારે હોવાથી તેનો સ્વાદ તેવો લાગે છે તેથી જ તેને એસિડ રિવર કહે છે.

સિરિયામાં આવેલ અલ આઉસ  નામની નદી સપ્તાહમાં છ દિવસ પાણીથી ભરેલી હોય છે પરંતુ સાતમાં દિવસે તે સાવ સુકાય જાય છે. અને આવું પ્રતિ સપ્તાહ બને છે. ફરી પાણી ભરાય જાય છે.વૈજ્ઞાનિકો જેનું રહસ્ય પામવા મથામણ કરી ચુકયા છે. તેવી એક નદી જેનું પાણી સાકર જેવું મીઠું છે. આ નદી અમેરિકાના નેબ્રાકસા રાજયમાં આવેલી છે. પૂર્વ આફ્રિકાની અંગારીની યુકી નામની નદીનું પાણી તદ્દન કડવું છે. પરંતુ આ પાણી પીનારા ઢોર-ઢાંખર ઉપર કોઇ અવળી અસર કરતું નથી જે એક વિચિત્ર- રહસ્યમય બાબત છે.

વિશ્ર્વની નદીઓના અજબ ગજબ ઇતિહાસ વાતોથી વૈજ્ઞાનિકો પણ અચરજ પામે છે. આવું કેમ બને ? તેવા પ્રશ્ર્નોની વાતો મેળવવા રહસ્યો  ચિરવા શોધ સંશોધનો કરી રહ્યા છે. મોટાભાગે નદીઓના પાણી મીઠા જ હોય છે. પરંતુ આવી ચિત્ર-વિચિત્ર નદીઓના પાણીનાં સ્વાદ, તુરા, કડવા, ખાટા, ચિકણા વિગેરે જેવા કેમ? આ પ્રશ્ર્ન વૈજ્ઞાનિકોને મુંઝવી રહ્યો છે.જમીનનાં અલગ અલગ પ્રકારો પેટાળના વિવિધ સ્તરો વિગેરે બાબતોને કારણે પાણીમાં ફેરફાર થયો હોય છે. કોઇ પાણી કડક કે મોળુ હોય પણ આવા ચિત્ર-વિચિત્ર સ્વાદ પણ હય છે.

પાની રે…. પાની….. તેર ‘રંગ’ કેસા

નહીં….. ‘સ્વાદ’ કેસા !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.