Abtak Media Google News

મેષ

001 1

આ સપ્તાહ, મહેનતુ લોકો પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગ માટે કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે સાથો સાથ આવકના નવા સ્ત્રોત મળવાનાં સંયોગો. જુના દેવા -કરજમાંથી મુક્ત થવાંના સંયોગો. તેમજ લેણી-ઉઘરાણી પાકવાનાં પણ સંયોગો. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે સાથોસાથ ભાગદોડ વાળું પણ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારી વર્ગ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારું રહેશે. ૧૦ તથા ૧૩ જાન્યુઆરી સામાન્ય રહેશે.

વૃષભ

002 1
પ્રોફેશનલ તમામ પ્રકારની લલિત કલાનાં જાતકો તેમજ સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. નાના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે હળવુ લાભકારી સપ્તાહ. મોટા ઓદ્યોગિક તથા વ્યાપાર-વાણિજયનાં એકમ સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ અર્ધ સરેરાશ જણાશે. ખાનગી બેંકીંગ ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સર્વિસ બિઝનેશના જાતકો માટે ચડાવ ઉતાર વાળું સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ નીવડશે. આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સ્નેહી સાથે યાત્રા-પ્રવાસના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, મહિલા કર્મીઓ, ગૃહિણી, છાત્રો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ૧૦ ત્થા ૧૪ જાન્યુઆરી સાધારણ રહેશે.

મિથુન

003 1

આ સપ્તાહ દરમ્યાન પણ સર્વિસ બિઝનેશનાં જાતકો માટે પારા વાર દોડધામ રહેવાનાં સંયોગો. ખાનગી એકાઉંટસ અને એકાંટંસી ફર્મઝનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. દરેક કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તથા મોટા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ લાભદાયક નીવડશે. આ સપ્તાહે પણ છુટક વ્યાપારી માટે લાભકારી તેમજ દોડધામ પણ જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક અને વ્યસ્ત નીવડશે કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ યથાવત રહેશે. વિદ્યાર્થીઓ, મહિલાકર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ૧૧ તથા ૧૨ જાન્યુઆરીનાં દિવસો સાધારણ નીવડશે.

કર્ક

004 1

જલ તત્વ સંબંધિત ફુડ બેવરેજીસ એકમનાં ઓદ્યોગિક -વ્યાપારી એકમનાં જાતકો તેમજ રત્ન, તથા આભુષણ, રત્નાભુષણ, કે ઈમીટેશન આભુષણનાં વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ તમામ વર્ગનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.મરીન એંજીનીયરીંગ ફર્મસનાં જાતકો, શીપીંગ બોડી બિલ્ડીંગ યાર્ડ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક રહેશે. અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. નોકરીયાત માટે સાનુકુળ સપ્તાહ. મિત્રો, સ્નેહીઓમાં સાથ સહકારનાં સંયોગો. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. ૧૨ જાન્યુઆરીનો દિવસ સામાન્ય રહેશે.

સિંહ

005 1

કુટિર ઉદ્યોગ તેમજ નાનાં હસ્ત કલાંનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે, સાથો નવી તકો સાંપડવાંનાં સંયોગો. ફેશન એસેસરીઝ, શુ વેર્સનાં ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પ્રોડટકસ એવમ પાર્લર નાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક રહેશે. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. મોટા અને જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. નાના વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ નીવડશે. મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકારના સંયોગો. વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૪ તથા ૧૬ જાન્યુઆરીનાં દિવસો સાધારણ રહેશે.

કન્યા

006 1

કાયદો-વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગના અધિકારીઓ ત્થા કર્મચારીઓ તેમજ સરકારી –ખાનગી વકીલો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ લાભદાયી નીવડશે. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમનાં સર્વ વર્ગના જાતકો- શિક્ષકો આચાર્યો માટે આ સપ્તાહ હળવું સંઘર્ષ વાળું નીવડશે. અન્ય સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે હળવું સપ્તાહ. મોટા ઔધોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છુટક વ્યાપારી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી નીવડશે. મિત્રો સાથે મતભેદ થવાંનાં સંયોગો. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ આનંદમયી રહેશે. ૧૨ તથા ૧૪ જાન્યુઆરી સાધારણ નીવડશે .

તુલા

007 1

ઈમીટેશન્સ જવેલરીઝ એકમનાં જાતકો, રેડીમેડ ગાર્મેંટ્સ ક્ષેત્રે બ્રાંડેડ આઉટલેટનાં જાતકો, તથા ફેશન એસેસરીઝ, નાં ઉત્પાદક તથા વિક્રેતા( જાતકો) માટે આ સપ્તાહ ખુબ લાભકારક નીવડશે. સાથે ફેબ્રીક, ફર્નીશીંગ એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. આ સિવાયનાં ઔધોગિક તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ પરંતુ હળવું ફાયદાકારક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ૧૪ જાન્યુઆરીનો દિવસ નીવડશે.

વૃશ્ચિક  

008 1

ઊચ્ચસ્થ મંગળ તેમજ મંગળ ગુરુ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. આ સપ્તાહ દરમ્યાન, હાથ ઉછીના આપેલ લેણી રકમ મળવાંના સંયોગો. નાનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બધી રીતે સારુ તેમજ લાભવંતુ રહેશે.મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. જથ્થાબંધ તથા મોટા વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ હળવું રહેશે. છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ, પોલીસ કર્મી માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. સગાં–સ્નેહી સાથે સુમેળનાં સંયોગો. અંગત મિત્રો તરફથી હળવો સહકાર મળશે. મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે સારુ સપ્તાહ. ૧૨ -૧૩ જાન્યુઆરી સાધારણ જણાશે.

ધન

009 1

આ સપ્તાહ દરમ્યાન માનસિક નિરાંત, રાહત તથા શાંતિના સંયોગો. જુની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના, તેમજ ટલ્લે ચડેલાં ધધાકીય કામ કાજ પુરા થવાંની સંભાવના. દરેક પ્રકારના નાના મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. વિદેશ વ્યાપાર ત્થા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. પરિશ્રમી વ્યવસાય કે વ્યાપારીનાં કોઈ પણ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ફાયદાવાળુ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો આ સપ્તાહ હળવું ફાયદાકારક જણાશે. ૧૫ જાન્યુઆરીનો દિવસ મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

મેકેનીકલ વર્કસ, ફેબ્રીકેશંસ, આર્યન વર્ક, લેથ વર્ક, ગેરેજ વર્કસ નાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. વાયદા બજાર, શેર બજાર, કોમોડીટી માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ વ્યસ્ત નીવડશે. નાનાં વ્યાપારી જાતકો તથા પરિશ્રમ વાળા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકરક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ અને દોડધામવાળું નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૩ તથા ૧૫ જાન્યુઆરી સામાન્ય નીવડશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

લોકલ, નેશનલ ટ્રાન્સપોર્ટેશંસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. ખાનગી શરાફી પેઢી, નોન બેંકીંગ, ત્થા બેંકીગ ફાયનાંસ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો ત્થા ખાનગી મેનેજમેંટ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેવાનાં સંયોગો. અન્ય નાના મોટા ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. છુટક વ્યાપારી તથા નાનાં વ્યાપારીઓ માટે પણ આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું અથવા અલ્પ લાભકારી નીવડશે. કુટુંબ પરિવાર તથા સ્નેહીઓ, મિત્રો સાથે પ્રવાસનાં સંયોગો. કૌટુંબિક સુખ શાંતિ વધારો થવાંનાં સંયોગો. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ, સંતાનો, માટે આ સપ્તાહ હિતકારી રહેશે. ૧૧ જાન્યુઆરી સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન-પરિશ્રમ-ઉદ્યમ.)

મીન

012 1

હેવી હયુજ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. નાના કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે. ઉદ્યોગ ધંધા વ્યવસાયમાં નવી નવી તકો મળવાંની સંભાવનાં. આ સિવાય તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું કે અલ્પ લાભકારી જણાશે.જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ઠીક ઠીક નીવડશે. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ અલ્પ લાભકારી નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક રહેશે તેમજ બઢતીનાં સંયોગો. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારક રહેશે. ૧૫ તથા ૧૬ જાન્યુઆરી સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.