Abtak Media Google News

મેષ

001 1

સરકારી વિભાગનાં તમામ ઊચ્ચાધિકારીઓ તેમજ કર્મચારીઓ વર્ગ માટે આ સપ્તાહ હળવું ભાગદોડ ત્થા લાભકારી નીવડશે. દરેક પ્રકારના નાના કે મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ પરંતુ દોડધામ વાળું રહેવાનાં સંજોગો. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ રીલેટેડ એજન્સીઝ, શરાફી પેઢી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ૭ તથા ૮ જાન્યુઆરીનાં દિવસો સામાન્ય રહેશે.

વૃષભ

002 1

દરેક પ્રકારનાં આભુષણ તેમજ ઈમીટેશન્સ જવેલરીઝનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભકારી નીવડશે. સાથોસાથ ધંધા હેતું પ્રવાસ પણ કરાવશે. કોસ્મેટીકઝ સંબંધિત તમામ નાના મોટાં ઓદ્યોગિક કે વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભ કારી. ધંધા- વ્યવસાયનાં અધુરા રહી કામ કાજ પુરા થવાંનાં સંયોગો. સ્મોલ મશીનરી ઉદ્યોગ, નાના ઉદ્યોગ તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. તમામ વર્ગના સરકારી કર્મચારી માટે આ સપ્તાહ વધારે કામકાજવાળુ રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ચડાવઉતાર વાળુ સપ્તાહ. નજીકી સગા સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. મહિલા કર્મી ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ. ૪ જાન્યુઆરી સામાન્ય રહેશે.

મિથુન

003 1

આ સપ્તાહ દરમ્યાન દોડાદોડી તથા પ્રવાસ, હળવો પરિશ્રમ રહેવાનાં સંયોગો. સર્વિસ બિઝનેશ નાં જાતકો માટે પારા વાર દોડધામ રહેવાનાં સંયોગો. નાના ઔદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન હળવાં સંઘર્ષ સાથે સાનુકુળતા પણ જણાશે. છુટક વ્યાપારી માટે લાભકારી તેમજ દોડધામ પણ જણાશે. ખાનગી શૈક્ષણિકનાં જાતકો માટે આ સપ્તાહ પણ સામાન્ય રહેવાંના સંયોગો. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, બરકરાર રહેશે. વિદ્યાર્થીઓ, મહિલાકર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૩ તથા ૪ જાન્યુઆરી નાં દિવસો સામાન્ય રહેશે.

કર્ક

004 1

ખાનગી શરાફી પેઢી, નોન બેંકીંગ, ત્થા બેંકીગ ફાયનાંસ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો ત્થા ખાનગી મેનેજમેંટ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેવાનાં સંયોગો. સલાહ સૂચન, માર્ગ-દર્શન પ્રદાન કરતાં તમામ સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. છુટક વ્યાપારી તથા નાનાં વ્યાપારીઓ માટે પણ આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. કુટુંબ પરિવાર તથા સ્નેહીઓ, મિત્રો સાથે પ્રવાસનાં સંયોગો. કૌટુંબિક સુખ શાંતિ વધારો થવાંનાં સંયોગો. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ, સંતાનો, માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ૯ જાન્યુઆરી સામાન્ય રહેશે.

સિંહ

005 1

બ્રાંડેડ રેડીમેડ ગાર્મેંટ્સનાં આઉટલેટનાં જાતકો, તથા ફેશન એસેસરીઝ, શુ વેર્સનાં ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પાર્લરનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભકારક નીવડશે. વિચારકો, લેખકો, સાહિત્યકારો, પ્રોક્લેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ રહેશે. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ નીવડશે. મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકારના સંયોગો. વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ આરામદાયી ને સુખદાયી નીવડશે. ૩ તથા ૯ જાન્યુઆરીનાં દિવસો સાધારણ રહેશે.

કન્યા

006 1

આ સપ્તાહ દરમ્યાન ભાગદોડ તથા પ્રવાસની સંભાવનાં. સરકારી ક્ષેત્રનાં તમામ કર્મચારી માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું રહેવાંનાં સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી તથા સાનુકુળ નીવડશે. કુટિર ઉદ્યોગનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી તથા નવી નવી તકો વાળું નીવડશે. વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળૂ રહેશે. છુટક વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભકારી ને વ્યસ્ત રહેશે. સગાં, મિત્રો, સ્નેહી તરફથી સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ આનંદમયી રહેશે. ૩ ત્થા ૬ જાન્યુઆરી સામાન્ય રહેશે.

તુલા

007 1

આ સપ્તાહે, જુના કામકાજનો નિકાલ આવશે. સાથે નવા કામકાજ અને તકો મળવાંની સંભાવનાઓ. દક્ષિણી વિસ્તાર તથા વિદેશ સાથે સંકળાયેલ ઓદ્યોગિક- વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક નીવડશે, સાથો સાથો પ્રવાસનાં સંયોગો. આ સિવાયનાં ઔધોગિક તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. ૩ જાન્યુઆરી મધ્યમ નીવડશે.

વૃશ્ચિક  

008 1

ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં જાતક માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સરકારી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો તેમજ તેનાં અન્ય વિભાગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. સાથો સાથો પ્રમોશનની સંભાવનાં પણ જણાય છે. તમામ ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં તમામ મોટા મોટા એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભકારી નીવડશે. છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે સાનુકુળ સપ્તાહ. ૮ જાન્યુઆરી સામાન્ય રહેશે.

ધન

009 1

ફેબ્રીક ફર્નીશીંગ એકમનાં ન ઓદ્યોગિક ત્થા વાણિજ્ય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કુટિર તથા નાના ઓદ્યોગિક એકમનાં જાતકો તથા છુટક વ્યાપારીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી. આ સિવાયનાં અન્ય તમામ ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પ્રમોશનનાં સંયોગો. સગાં સ્નેહીઓ તેમજ કુટુંબ-પરિવાર દ્વારા સહકાર યથાવત રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

ઓટોમોબાઈલ એક્મનાં જાતકો તથા ધાતુ સંબંધિત સ્પેરપાર્ટસનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા હળવુ લાભદાયક રહેશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું તથા વ્યસ્ત નીવડશે. નાનાં તથા પરિશ્રમ વાળા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ અને પરિશ્રમી જણાશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૭ તથા ૮ જાન્યુઆરી સાધારણ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

ઈંડ્સ્ટ્રીયલ અને પોર્ટ ટ્રાન્સપોર્ટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ રહેશે સાથો સાથ ફાયદાકારક પણ જણાશે. હેવી હયુજ અને પરિશ્રમ વાળા દરેક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સરેરાશ નીવડશે. કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૪ જાન્યુઆરીનો દિવસ સામાન્ય રહેશે.(પન્નોતિનો ઉપાય શ્રમદાન-પરિશ્રમ-ઉદ્યમ.)

મીન

012 1

નાના કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી રહેશે. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સનાં ઓદ્યોગિક–વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. એગ્રીકલ્ચર તથા ડેરી એકમનાં જાતકો માટે લાભકારક સપ્તાહ. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. પરિશ્રમી વ્યાપારીઓ માટે આ સપ્તાહ બહુ લાભકારી રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી જણાશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. ૯ જાન્યુઆરી સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.