Abtak Media Google News

મેષ

001 1

ધાતુ તથા અગ્નિ સંબંધિત ઓદ્યોગિક એકમ કે વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહે અનેક પ્રકારે લાભદાયી નીવડશે. હેવી મશીનરી સંબંધિત  ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ તથા ચડાવ ઉતાર વાળું રહેશે.  જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  નાનાં  વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે.  સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે મધ્યમ  સપ્તાહ.   વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ  હળવું ફાયદાકારક નીવડશે.   ૨૮, ૨૯ ઓકટોબરનાં દિવસો સાધારણ જણાશે.

વૃષભ

002 1

રેડીમેડ ગાર્મેંટ્સ ફેશન એસેસરીઝ, ફેબ્રીક, કોસ્મેટીક, ફોટોગ્રાફી, મોડેલીંગ સંબંધિત  તમામ નાના મોટાં ોદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ  દરમ્યાન અનેક  પ્રકારે  આર્થિક લાભ મળશે સાથોસાથ નવી નવી તકો  મળવાંના સંયોગો.  આ સિવાયનાં અન્ય ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ થોડુ ઘણું ચડાવ ઉતાર વાળુ પરંતુ લાભદાયક નીવડશે.  રીટેઈલર્સ માટે સાનુકુળ સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ વર્ગના કર્મચારીઓ માટે  આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે.  જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૨૯  તથા ૩૧ ઓકટોબર નાં દિવસો સાધારણ નીવડશે.

મિથુન

003 1

સરકારી ક્ષેત્રે,  અલગ અલગ વિભાગનાં તમામ કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહે તેવી સંભાવના, સાથે બદલી  થવાંનાં સંયોગો.  દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ એજન્સી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક  રહેવાંના સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ  બહુ  ફાયદાકારક  નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર રહેશે.   મહિલા કર્મીઓ ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે.  ૨૬ તથા ૩૦ ઓકટોબરનાં દિવસો  મધ્યમ રહેશે.

કર્ક

004 1

લો  એન્ફોર્સમેંટ ડિપા. માં રહેલ વિવિધ વિભાગનાં કર્મચારીઓ  અધિકારીઓ માટે આ સપ્તાહ હળવું તેમજ દોડધામ વાળુ રહેશે. ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે  આ સપ્તાહ સરેરાશ રહેવાંનાં સંયોગો.  કલા તજજ્ઞો તથા વિદ્યા- જ્ઞાન કૌશલ તજજ્ઞો માટે  આ સપ્તાહ ઉતમ રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ  સપ્તાહ બહુ લાભદાયી અને તકો વાળુ જણાશે.  ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ  ફાયદાકારક રહેશે.  ૩૧  ઓકટોબર અર્ધ મધ્યમ જણાશે.

સિંહ

005 1

નવાં નવાં ઉદ્યોગ ધંધોનાં પ્રારંભ માટે  આ સપ્તાહ પણ ખુબ જ લાભકારક અને ભાગ્યશાળી નીવડશે.  સાથોસાથ નવા ટૂંકા ગાળાનાં રોકાણ માટે પણ  આ સપ્તાહ ફાયદાકારક રહેશે.   ઓદ્યોગિક ત્થા વાણિજ્યક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયક  નીવડ્શે.   નાના ત્થા છુટક  વ્યાપારીઓ  કે ફેરી કરતાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ ઉતમ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ વ્યસ્ત અને ભાગદોડ વાળું નીવડશે.  મહિલા કર્મી માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. બઢતીનો શુભાવસર જોવા મળવાંનાં સંયોગો. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ યથાવત રહેશે.  ૩૧ ઓકટોબર  સરેરાશ નીવડશે.

કન્યા

006 1

કન્યા રાશિનાં સર્વ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે, સાથોસાથ, નિરાંતવાળું તેમજ સુખદાયક જણાશે.  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભવાળું નીવડશે.  છુટક વ્યાપાર તથા ફેરી કરતાં તમામ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે સાથે ધંધા સંબંધિત અનેક નવા માર્ગ તથા નવી નવી તકો સાંપડશે. અર્ધ સરકારી ત્થા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  સાથે બઢતી બદલીના સંયોગો પણ  જણાશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ શ્રેષ્ઠ નીવડશે.સગાં, મિત્રો, સ્નેહી તરફથી  આર્થિક સાથ સહકારના સંયોગો.  વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ  આખું સપ્તાહ  આનંદ મંગલ વાળુ રહેશે.

તુલા

007 1

આ સપ્તાહ પણ ખાનગી એવમ સરકારી શૈક્ષણિક એકમનાં જાતકો માટે  સરેરાશ રહે તેવી શકયતાઓ.   કાપડ–ફેબ્રીકસ, રેડીમેડ ગાર્મેંટ્સનાં  ઓદ્યોગિક તેમજ વાણિજ્ય એકમ સાથે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  અન્ય ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  કોઈ પણ  જાહેર ક્ષેત્રનાં સેલેબ્રીટી જાતક તથા પબ્લીક ફિગર માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  સરકારી તથા ખાનગી એકમના તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક  નીવડશે. ૩૧ ઓકટોબર સરેરાશ જણાશે.

વૃશ્ચિક  

008 1

આ સપ્તાહે પણ  ધંધા વ્યવસાય સંબંધિત અનેકવિધ નવાં કામકાજ મળવાંની સંભાવનાઓ. સાથો સાથ ગત વર્ષનાં જુનાં, અધુરા રહી ગયેલા કામકાજને વેગ મળવાંનાં સંયોગો.  તેમજ સરકારી કામકાજ  નિર્વિધ્ને પૂરા થવાંની સંભાવનાં.  વિદેશ તથા દેશમાં પ્રવાસ થવાંની સંભાવનાઓ. અગ્નિ અને ધાતું સંબંધિત હેવી મશીનરી ઉદ્યોગનાં જાતકો  તથા  પરિશ્રમ વાળા વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. તમામ વર્ગના સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ ફાયદાકારક તથા વ્યસ્ત  રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ.  ૩૧ ઓકટોબર  અતિ  સરેરાશ રહેશે

ધન

009 1

હેવી મશીનરી, તથા મોટા ઉદ્યોગ, ધાતુ ઉદ્યોગ તથા અન્ય ઓદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હ્ળવું ફાયદાકારક નીવડશે, સાથો સાથ ભાગદોડ પણ એટલી જ રહેવાંની.  રીયાલ્ટી બિઝનેશ તેમજ શેર બજાર કોમોડીટી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ નીવડશે. ઓટોમોબાઈલ્સનાં સ્પેરપાર્ટ્સ કે ધાતુ સંબંધિત વ્યાપારી જાતકો તથા ફેરી કરતાં, ગલ્લા પર વ્યાપાર કરતાં પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ પણ ખુબ લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે અર્ધ-સાધારણ સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે.   ૨૭ તથા ૩૧ ઓકટોબર  સાધારણ રહેશે  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

સીઝનલ વ્યાપારીઓ તથા  મલ્ટીલેવલ માર્કેટીંગ્સ તથા  બાઓ-ઓર્ગેંનિક તથા હર્બલ ક્ધજ્યુમર્સ પ્રોડકટ્સનાં એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ ભારે ભાગદોડ વાળુ રહેવાંની સંભાવનાં. ઈલેક્ટ્રીક્લ્સ રીલેટેડ ઉદ્યોગ ધંધાનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમ  તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમો તથા સર્વિસ બિઝનેશનાં  જાતકો માટે આ સપ્તાહ  મધ્યમ લાભકારક નીવડશે.  ખાનગી એકમ તથા  સરકારી શૈક્ષણિક એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- પ્રતિકુળ જણાશે. અવૈધ વહીવટથી ખાસ સંભાળવું.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ૨૮, ૩૦  ઓકટોબર  મધ્યમ રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

આ સપ્તાહ પણ આયુર્વેદીક- હર્બલ ઔષધિઓ, હર્બલ પ્રોડકટનાં ઉત્પાદક, વિક્રેતાઓ માટે લાભદાયક પણ નીવડશે.  ડેકોરેશન્સ અને લાઈટીંગ્સ સંબંધિત  ઓદ્યોગિક તેમજ વાણિજય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ  જણાશે. લેખકો તથા સંતો, મહંતો, લોક ગાયકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાતો એ આ સપ્તાહે પણ હળવી કાળજી રાખવી. કુટુંબ તરફથી સાથ સહકારનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. ૨૯ ઓકટોબર  સામાન્ય રહેશે.(પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012 1

સિઝનલ ચીજ વસ્તુઓનાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારી રહેશે.  કોમોડીટી, શેર બજાર, રીયાલ્ટી બિઝનેશ તથા શીપીંગ કંપનીના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. જુની ઉઘરાણીઓ પાકવાંનાં સંયોગો. ઘરેલું કંકાસનો અંત આવે તેવી સંભાવનાંઓ. ખેતી સંબંધિત ધંધાઓનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ઔદ્યોગિક એકમ ત્થા વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયી ને ભાગદોડ વાળુ જણાશે. સરકારી ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ અને કામનાં બોજાવાળું નીવડશે.  મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.   ફકત, ૩૦ ઓક્ટોબરનો દિવસ જ સરેરાશ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.