સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષ

શીપીંગ એકમ તેમજ  ફિશીંગ એકમનાં તથા મરીન એંજીનીયરીંગનાં એકમનાં  જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  વિદ્યુત કે અગ્નિ સંબંધિત ફુડનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ જણાશે.  ઈમીટેશંસ જવેલરીઝ તથા સુવર્ણ રત્નાભુષણનાં  ઉત્પાદન  તથા વ્યાપાર વણિજ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ  સપ્તાહ  સાનુકુળ નીવડશે. અન્ય ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં  જાતકો  માટે આ સપ્તાહ હળવુ લાભકારી રહેશે.  સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. ઉચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૬ તથા ૭  ઓકટોબરનાં દિવસો  સામાન્ય નીવડશે

વૃષભ

કૌટુંબિક તેમજ પારિવારીક સુખ, શાંતિ તથા એકતામાં વધારે પ્રગાઢ થવાના સંયોગો.  આકસ્મિક ધન લાભનાં તથા તેનાં જેવાં અન્ય સંયોગો સમેત  તેમજ  અન્ય પ્રકારનાં લાભો મળવાંની સંભાવના.  ફેશન તથા ફેબ્રીક તથા કોસ્મેટીકના ઓદ્યોગિક ત્થા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ થોડું  ઉતાર ચડાવ વાળુ રહેશે.  ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક  નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ વર્ગનાં કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ સાથોસાથ લાભકારક નીવડશે.  નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ મધ્યમ તથા તકલીફવાળુ રહેવાની સંભાવના.   ૬ ત્થા ૧૦ ઓકટોબર નાં દિવસો જ સામાન્ય રહેશે.

મિથુન

આ સપ્તાહ દરમ્યાન  હળવાં હળવાં પરિશ્રમ સાથે સતત દોડાદોડ થવાંનાં સંયોગો.  અગાઉ બોલીને બગડી ગયેલા સંબંધો સુધરતા જણાશે.  નિષ્ઠાવાન અધિકારીઓ, કર્મચારીઓ, લોકો માટે આ સપ્તાહ બહુ જ સાનુકુળ નીવડશે.  ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ  સપ્તાહ હળવુ ચડાવઉતાર વાળુ જણાશે.  ખાનગી એકાઉંટ, મેનેજમેંટ–તથા પ્રિંટ અને પબ્લીકેશન એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સરેરાશ રહેશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું રહેશે. ટ્રાવેલ્સ તથા ટ્રાંસ્પોર્ટેશંસના જાતકો  માટે સાનુકુળ સપ્તાહ. બહારી સંબંધોમાં સાચવવું.   પરિવારમાં સાથ સહકાર અકબંધ રહેશે.  ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે લાભદાયી સપ્તાહ. ૭ તથા ૯ ઓકટોબરના દિવસો સામાન્ય જણાશે.

કર્ક

તમામ પ્રકારની પ્રિંટ્સ, કાગળ, તથા પ્રકાશન એકમનાં જાતકો એવમ  સ્ટેશનરી સંબંધિત  ઉદ્યોગ તથા વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ બહુ જ લાભકારક નીવડશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એક્મ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે.  સેલેબલ પર્શન તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  કુરીયર  કાર્ગો એકમનાં જાતકો તેમજ સર્વિસ બિઝનેશના જાતકો માટે  આ સપ્તાહ ખુબ જ  લાભદાયક નીવડશે.  સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન  પણ  પરિવાર જનો  કે સગાં સાથે  હળવાં વાદ વિવાદના સંયોગો બને છે.  નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૪ ઓકટોબર  સામાન્ય નીવડશે

સિંહ

ખાનગી એકાઉંટ્સી,  બેંક,  વીમા કંપની જેવાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ નીવડશે. સાથો સાથ નવી તકો પણ મળશે.   ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ  ભાગદોડ વાળું તથા હળવું સાનુકુળ નીવડશે.  વ્યાપાર વણિજ ક્ષેત્રે છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું  લાભકારક જણાશે.  અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા સરેરાશ જણાશે.  સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ,  બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ.  મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.   ૫ તથા ૭ ઓકટોબર નાં દિવસો  સામાન્ય રહેશે.

કન્યા

ઊચ્ચસ્થ ગુરુ તથા ઊચ્ચસ્થ બુધ(સ્વગૃહી)  વાળા તમામ જાતકો માટે આ સપ્તાહ ખુબ જ  ફાયદાકારક નીવડશે, સાથોસાથ આકસ્મિક ધનલાભ થવાં/મળવાંનાં સંયોગો.  શેરબજાર કે સટ્ટાનાં જાતકો માટે આ સપ્તાહ અતિ સામાન્ય નીવડશે.   મોટા ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર- વણિજ એકમનાં  જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે આ  સપ્તાહ પ્રતિકુળ નીવડશે.  આ સપ્તાહે  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય જણાશે.  કુટુબીજનો તરફથી  સાથ સહકાર મળવાનાં સંયોગો.  યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે.  ફકત  ૫ ઓકટોબર   જ  અર્ધ-સામાન્ય નીવડશે.

તુલા

ફાર્માકેમિક્લ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ  પણ લાભદાયક નીવડવાનાં સંયોગો.  શીપીંગ તેમજ  ફિશીંગ એકમ સમેત મરીન એંજીનીયરીંગનાં એકમનાં  જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  અન્ય, ઓદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ  અર્ધ-લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું  લાભદાયક રહેશે. વાણિજય શાખાનાં આધ્યાપકો તથા વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  ૬ તથા ૮  ઓકટોબરનાં દિવસો સાવ સામાન્ય નીવડશે.

વૃશ્ચિક  

કાયદો-વ્યવસ્થા વિભાગનાં જાતકો તથા ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ધારાશાસ્ત્રીઓ, ન્યાયાધીશો માટે બઢતીનાં સંયોગો.  સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં ઉચ્ચાધિકારી પદ પર સેવાં બજાવતા જાતકો માટે આ સપ્તાહ શ્રેષ્ઠ અને શ્રેયકર નીવડશે. ક્ધસલ્ટન્સી-સર્વિસ બિઝનેંશના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે.  ઓદ્યોગિક વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયક રહેશે. રત્નાભુષણ તથા  કોસ્મેટીક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારી વર્ગ માટે સપ્તાહ સારુ રહેશે.  ગૃહિણીઓ,  નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  ૯ તથા ૧૦ ઓકટોબરનો દિવસ મધ્યમ જણાશે.

ધન

આ સપ્તાહ દરમ્યાન  અનેક જગ્યાએથી હકારાત્મક તથા ફાયદાકરક કામકાજ મળવાંના સંયોગો જણાય છે.  ઉદ્યોગ-ધંધાના અટકી પડેલા કામકાજને દિશા સાથે વેગ મળવાંની સંભાવના.  સરકારી કામકાજ જેવાં કે દસ્તાવેજી કાર્ય માટે ખોટી ઉતાવળ ન કરવી.  હેવી  હ્યુજ મશીનરીનાં ઉદ્યોગ તથા વ્યાપાર નાં જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી નીવડશે.  જથ્થા બંધ તથા છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક  નીવડશે. સરકારી કર્મચારી તથા સુરક્ષા કર્મી માટે આ સપ્તાહ હ્ળવુ પ્રતિકુળ  જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  મિત્રો સાથે મતભેદ થવાંનાં સંયોગો. વિજ્ઞાન શાખાનાં પ્રોફેસર્સ, શિક્ષકો તેમજ વિદ્યાર્થી,  તથા ગૃહિણી, મહિલાકર્મીઓ, નિવૃતો માટે આ સપ્તાહ શ્રેષ્ઠ જણાશે. ૧૦ ઓક્ટોબરનાં દિવસે વિશેષ સાચવવું.   (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

સ્વગૃહી શનિ, તેમજ ઊચ્ચસ્થ શનિ વાળા તમામ જાતકો માટે આ સપ્તાહ  ફાયદાકારક નીવડશે.  પન્નોતિની અસર પણ નહિવત જોવા મળશે. જાહેર ક્ષેત્રની સેલેબલ વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી. સંબંધો બોલીને ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવું. ફીશીંગ તથા શીપીંગ એકમનાં જાતકો માટે આ સપ્તાહ થોડુ પ્રતિકુળ નીવડશે. ઓદ્યોગિક તેમજ વ્યાપાર વાણિજય એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ  પણ ફાયદાકારક પરંતુ ભાગદોડ વાળુ નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ  તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી  માટે આ સપ્તાહ હળવું લાભદાયી  જણાશે. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સંવાદિતા જળવાશે. ૭ તથા ૮ ઓકટોબર  સાવ  સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

આ સપ્તાહે,  કોઈ પણ કારણ વિનાં  ઉદાસી, ઉચાટ તથા દ્વેષ રહેવા પામે. ગૃહ ઉદ્યોગ તેમજ  નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ને   ફાયદાયી નીવડશે,   ધંધા માટે નવાં અવસરોના સંયોગો સાંપડશે.  આયુર્વેદ તથા યોગ દર્શન સંબંધિત જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી ને દર્શનિય રહેશે. જથ્થાબંધ તેમજ વિદેશ વ્યાપારનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયક નીવડશે.  કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક રહેશે.  ગોથે ચડી ગયેલા કામકાજને યોગ્ય દિશા મળશે.  મહિલાકર્મીઓ, તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ૫ તથા ૯ ઓકટોબર  સામાન્ય રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે.  ગ્રેઈન અને ગ્રોસરી મર્ચંટ્સ માટે  આ સપ્તાહ  અર્ધ મધ્યમ નીવડશે. ખાનગી શૈક્ષણિક એકમ તથા નાણાકીય એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળૂ તેમજ લાભકારક જણાશે. ઈમીટેશન જ્વેલેરીઝ નાં ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. કેમિકલ તથા ફાર્મા કેમિક્લ્સ સંબંધિત એકમોનાં જાતકો માટે અતિ લાભદાયી સપ્તાહ.  સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ એવરેજ રહેશે.   ખાનગી  એકમના ઊચ્ચ કર્મચારીઓ માટે પ્રમોશન તથા પગાર વધારા વાળું નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી. પરિવારમાં  સુમેળ અકબંધ રહેશે.  છાત્રો, મહિલાકર્મીઓ  તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ફકત ૮ ઓકટોબર સામાન્ય રહેશે.

Loading...