Abtak Media Google News

મેષ

001 1

સ્વગૃહી તથા  ઊચ્ચસ્થ મંગળ તથા ઊચ્ચસ્થ સૂર્યવાળા જન્માક્ષરનાં જાતકો માટે આ સપ્તાહ અતિ ફાયદાકારક તેમજ સંઘર્ષપૂર્ણ નીવડશે.  તબીબો, ફાર્માસીસ્ટ્સ, અને હોસ્પીટલ સંબંધિત જાતકો માટે સાનુકુળ સપ્તાહ. ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ તથા ફાયદાકારક  નીવડશે.  વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારીઓ  તેમજ ખાનગી ક્ષેત્રેના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વણસેલાં સંબંધો સુધરતાં જણાશે. નજીકનાં  મિત્રો સ્નેહીઓ  તરફથી હળવાં  સાથ સહકાર મળવાંનાં સંયોગો. યુવા વર્ગ, છાત્રો,  મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે.  ફકત, ૨૦ સપ્ટેમબરનો  દિવસ મધ્યમ રહેશે.

વૃષભ

002 1

આ સપ્તાહ  દરમ્યાન  ધંધા વ્યવસાયમાં જ કેટલાક અણધાર્યા લાભ થવાંની સંભાવનાઓ.  મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના, કુટિર ઔદ્યોગિક, એકમ સુધીના તમામ જાતકો માટે લાભદાયક સપ્તાહ જણાશે. પ્રોફેશન્લ્સ, સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ  હળવું મધ્યમ રહેશે. શેર બજાર તેમજ રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ  હળવું પ્રતિકુળ રહેશે. સરકારી  તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે.   કુટુંબ પરિવારમાં  હળવાં મનદુ:ખ જણાશે.  ધાર્મિક ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૦  તથા ૨૨ સપ્ટેમ્બરનો દિવસ અતિ લાભદાયક નીવડશે.

મિથુન

003 1

આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારનાં લાભ તથા વ્યયનાં પણ સંયોગો બને છે, આથી, યથામતિ નિર્ણય લઈ વહીવટ, વ્યવહાર તથા ખર્ચા કરવાં. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષપૂર્ણ નીવડશે.  આયાત નિકાસનાં નાના મોટા એકમનાં જાતકો આ સપ્તાહ લાભકારક રહેશે. હોલસેલ તથા રીટેઈલ વ્યાપાર વણિજનાં જાતકો માટે સાનુકુળ ત્થા મધ્યમ સપ્તાહ.  કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયક સપ્તાહ.  કલા વ્યવસાયના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કુટુંબ -પરિવાર જનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા વધવાંના સંયોગો.  પ્રવાસની સંભાવના.   ૨૦ તેમજ ૨૫ સપ્ટેમ્બરનાં દિવસો  સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.

કર્ક

004 1

નીચસ્થ મંગળ  વાળા જાતકો માટે આ સપ્તાહે  આકસ્મિક ધન લાભ થવાની સંભાવનાં.  સરકારી અર્ધ સરકારી તેમજ  ખાનગી તથા ટ્રસ્ટની  તમામ શ્રેણીની શૈક્ષણિક સંસ્થાઓ, શાળા વિદ્યાલયો, કોલેજ  સાથે જોડાયેલા  તમામ વર્ગનાં જાતકો માટે  આ સપ્તાહ  હળવું પ્રતિકુળ નીવડશે,   સીએ. તથા મહેતાજી, ખાનગી ફાયનાંસ કસ્લંટ્ન્ટ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. સગાં તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાંનાં સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ.  ૨૬ સપ્ટેમ્બર અર્ધ મધ્યમ રહેશે.

સિંહ

005 1

ઊચ્ચસ્થ તથા સ્વગૃહી સૂર્ય વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.   અગ્નિ સંબંધિત ઉત્પાદના તમામ ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ તથા ફાયદાકારક નીવડશે.  વ્યાપાર, વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- મધ્યમ નીવડશે,  પરંતુ સાથે નવી નવી તકો સાંપડવાનાં સંયોગો.  પિતા અથવા પુત્ર સાથે વિસંવાદીતા સર્જાવાના સંયોગો. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ  તનાવ વાળુ તેમજ ભાગદોડ વાળુ રહેશે.  ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.   વિદ્યાર્થી, ગૃહિણી તથા મહિલા કર્મી  માટે આ સપ્તાહ લાભદાયક જણાશે.   ૨૨,૨૫ ૨૬ સપ્ટેમ્બરનાં દિવસો સાધારણ રહેશે

કન્યા

006 1

મોટી ફાર્માસીઝ, આયુર્વેદીક ફાર્મસી, તેમજ કેમિકલ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ  સરેરાશ ને સામાન્ય નીવડવાનાં સંયોગો.  ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટી કે માલિક માટે  આ સપ્તાહ સામાન્ય રહેવા પામે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. વ્યાપાર વણિજના જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે.  વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે  લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ.  વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે લાભદાયક સપ્તાહ  ૨૪ તથા ૨૫ સપ્ટેમ્બર સાધારણ જણાશે.

તુલા

007 1

આર્યન કે એલોઈડ મેટલ પાર્ટસનાં ઉત્પાદકો  તથા નાના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે.  જાહેર ક્ષેત્રનાં જાતકો તથા સેલેબલ પર્શન માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેવાનાં સંયોગો. તેમજ બોલીને સંબંધો બગડવાંના સંયોગો. વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતકો  માટે આ  સપ્તાહ અતિ લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ માટે  આ સપ્તાહ મધ્યમ જણાશે. ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે.   નિવૃતો તથા વિદેશમાં ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે  લાભદાયક સપ્તાહ રહેશે. ૨૧ તથા ૨૪ સપ્ટેમ્બરનાં દિવસો અર્ધ-સામાન્ય જણાશે.

વૃશ્ચિક  

008 1

બુધ ચંદ્રની યુતિ તથા મંગળ ચંદ્રની યુતિ વાળા  જાતકો  માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે,  આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારનાં લાભ મળવાંની સંભાવના. લાભની સાથોસાથ વ્યયના સંયોગો પણ એટલા જ દેખાય છે,  આથી, યથામતિ નિર્ણય લઈ વહીવટ-ખર્ચા કરવાં. તેમજ નવા કામકાજ શરુ કરવાં.  વાણી, વિલાસ પ્રમાદ પર કાબુ રાખવો હિતાવહ.   ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયક સપ્તાહ.  કલા વ્યવસાયના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કુટુંબ -પરિવાર જનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા વધવાંના સંયોગો.  પ્રવાસની સંભાવના.   ૨૩ તથા ૨૪  સપ્ટેમ્બરનાં દિવસો  સામાન્ય  રહેશે.

ધન

009 1

સ્વગૃહી ગુરુ વાળા જાતકો માટે  આ સપ્તાહ ખુબ લાભદાયક નીવડશે. આ સપ્તાહ  દરમ્યાન ધંધા વ્યવસાયમાં જ કેટલાક અણધાર્યા લાભ થવાંની સંભાવનાઓ.   ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ તથા ફેશન રીલેટેડ ઓદ્યોગીક -વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  અન્ય ઔદ્યોગિક, વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.   રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ અતિ પ્રતિકુળ રહેશે. સરકારી  તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે.   કુટુંબ પરિવારમાં  હળવાં મનદુ:ખ જણાશે.  ધાર્મિક ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૬  સપ્ટેમ્બરનો દિવસ અતિ લાભદાયક નીવડશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

સ્થાન બલી, સ્વગૃહી તથા ઊચ્ચસ્થ મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ અતિ ફાયદાકારક નીવડશે.   અગ્નિ સંબંધિત, આગ્નેય ક્રિયા–પ્રક્રિયા ધરાવતાં મશીનરીઝ તથા પાર્ટ્સનાં ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ એવમ ફાયદાકારક  નીવડશે.  વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી  કર્મચારી માટે બદલી બરતરફી જેવાં સંયોગો બને છે આથી શકય કાળજી રાખવી.   ખાનગી ક્ષેત્રેના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વણસેલાં સંબંધો સુધરતાં જણાશે. નજીકનાં  મિત્રો સ્નેહીઓ  તરફથી હળવાં  સાથ સહકાર મળવાંનાં સંયોગો. યુવા વર્ગ, છાત્રો,  મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે.  ફકત, ૨૩, ૨૪ સપ્ટેમબર સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

કુંભ લગ્ન વાળા જાતકો માટે આ સપ્તાહ  મધ્યમ તથા પ્રતિકુળ રહેશે.હળવો  હળવો ચડાવ ઉતારનાં સંયોગો.  શેર બજાર,  કોમોડીટીનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ તેમજ પ્રતિકુળ રહેવાંનાં સંયોગો.  ગ્રેઈન-ગ્રોસરી મર્ચંટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. ઉદ્યોગ- વ્યાપાર, વણિજ ક્ષેત્રનાં જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. અધુરા કે ટલ્લે ચડેલાં સરકારી કામકાજ પુરા થવાંનાં સંયોગો. આ સપ્તાહે  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  પરિવાર સાથે  ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ૨૨, ૨૩ સપ્ટેમ્બર સામાન્ય રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012 1

ઊચ્ચસ્થ ગુરુ તથા સ્વગૃહી ગુરુ વાળા જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ અને ફાયદાકારક નીવડશે.  કોમોડીટી, શેરબજાર કે સટ્ટાનાં જાતકોએ હજુ આ સપ્તાહે પણ સાચવવું. મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં  જાતકો માટે આ સપ્તાહ પણ  પ્રગતિકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે આ  સપ્તાહ પ્રતિકુળ નીવડશે.  આ સપ્તાહે પણ સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય જણાશે.  કુટુબીજનો તરફથી અણધાર્યો સાથ સહકાર મળવાનાં સંયોગો.  યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે.  ફકત ૨૬  સપ્ટેમ્બર જ  અર્ધ-સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.