Abtak Media Google News

મેષ

001 1

પેટ્રોલિયમ ઉત્પાદ,  કોલસો,  ત્થા અન્ય ઈંઘણ કે  અન્ય પ્રવાહી કે સઘન જવલનશીલ પદાર્થનાં વ્યાપાર, વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ઔદ્યોગિક એકમ તથા તમામ પ્રકાર વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય એવમ લાભદાયી રહેશે.  સામાજીક ત્થા સંસ્થાકીય વહીવટી કાર્યોમાં રૂકાવટ આવવાના સંયોગો. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. અર્ધ સરકારી-ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સારુ જણાશે. પરિવારમાં નાના નાનાં ખટરાગ થશે છતાં સુમેળતા એવી ને એવી રહેશે.  વિજ્ઞાન શાખાનાં વિદ્યાર્થીઓ, છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ.  ૧૧ તથા ૧૨ સપ્ટેમ્બર મધ્યમ જણાશે.

વૃષભ

002 1

કલા, લલિત કલા તથા લેખન- સાહિત્ય તથા પત્રકારીત્વ ક્ષેત્રે  સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયી નીવડશે.  નાના ઔદ્યોગિક એકમ તથા નાના-મોટા વાણિજય એકમ સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. બેંકીંગ તથા ખાનગી ફાઈનાંસ કંપની ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે આ  સપ્તાહ મધ્યમ રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે ચડાવ ઉતાર વાળું સપ્તાહ. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સ્નેહી સાથે ધાર્મિક સ્થળોની મુલાકાતનાં સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી, છાત્રો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  ૭ તથા ૯ સપ્ટેમ્બરનાં દિવસો સાધારણ રહેશે.

મિથુન

003 1

આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના લાભ મળવાંનાં સયોગોની  સાથોસાથ તેમજ હાની થવાંના પણ  સંયોગો એક સાથે બને છે આથી, યથામતિ નિર્ણય લેવાં તથા વહીવટી કામકાજને આગળ ધપાવવાં.  નીચસ્થ બુધ સાથે પાપગ્રહોની યુતિ થતી હોય તેવાં જાતકો માટે આ સપ્તાહ મહદ અંશે લાભદાયક નીવડશે, સાથે વાણી વિલાસ પર કાબુ રાખવો.  મોટા ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ.  કલા વ્યવસાય માટે સારુ સપ્તાહ. શો બિઝનેશ માટે સારો સમય.પરિવાર જનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળ રહેવાંનાં સંયોગો.  ૮ તથા ૧૨ સપ્ટેમ્બરનાં દિવસો સામાન્ય જણાશે.

કર્ક

004 1

મરીન એંજીનીયરીંગ,  શીપ બ્રેકીંગ થતા શીપ બિલ્ડીંગ, તથા શીપીંગ ક્ષેત્રનાં જાતકો તેમજ જલીય પ્રવાહી  ઉત્પાદ- પદાર્થનાં ઉત્પાદન-વેચાણ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ફુડ  બેવરેજીસ તથા રત્નાભુષણના વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. રસાયણ તથા ચિકિત્સા તથા ફાર્મસી ક્ષેત્રના તમામ જાતકો  માટે સારો આ સપ્તાહ  ખુબ જ લાભદાયી જણાશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે  આ સપ્તાહ મધ્યમ રહેશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનૂકૂળ ત્થા લાભદાયક નીવડશે. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુંદર નીવડશે. ૭ તથા ૧૦ સપ્ટેમ્બર અર્ધ-સામાન્ય જણાશે.

સિંહ

005 1

કુટિર ઉદ્યોગ કે નાનાં હસ્ત ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે,  સાથો સાથ  નવી નવી તકો મળવાંનાં નવાં અવસરો સાંપડશે.  જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ હળવું કે અલ્પ લાભદાયી નીવડશે.  સખત પરિશ્રમ વાળા  ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ લાભકારક  નીવડશે. ટલ્લે ચડી ગયેલા કામકાજ આ સપ્તાહે આગળ વધશે. માતા-પિતા સાથે  હળવી ઉગ્ર ચર્ચા વિચારણાં થવાની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે  વિશેષ કાળજી રાખવી. ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.  ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો, ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૬,  ૮ તથા ૧૦ સપ્ટેમ્બરનાં દિવસો અર્ધ-સામાન્ય જણાશે.

કન્યા

006 1

ખાનગી ધારાશાસ્ત્રીઓ, સમેત કાયદો-વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ  તમામ વર્ગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ઔધોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છુટક વ્યાપારી ત્થા ફેરી કરતાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ અનેક રીતે લાભદાયક નીવડશે.  સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમનાં તમામ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ  હળવું સંઘર્ષ વાળું નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે હળવું સપ્તાહ.  મિત્રો, સ્નેહીજનો દ્વારા સાથ સહકારના સંયોગો. લાંબા પ્રવાસના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. ૧૦  ૧૧ તથા ૧૨ સપ્ટેમ્બરનાં દિવસો  સાધારણ નીવડશે .

તુલા

007 1

આ સપ્તાહ દરમ્યાન  અધુરા રહેલાં  ધંધા વ્યવસાય સંબંધિત મોટાભાગનાં કામકાજનો નીવેડો આવશે.  તદુપરાંત સાથો સાથ હળવો લાભ થવાંનાં પણ સંયોગો.  તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે. વ્યાપાર વણિજ સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે લાભકારક સપ્તાહ. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ  પ્રતિકુળ રહેશે. જમીન મકાનમાં રોકાણ કરતાં પહેલા વિચારવું. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે સારુ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ મળવાની સંભાવના. પરિવાર તરફથી સાથ સહકાર.  મહિલા કર્મીઓ ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ નીવડશે. કેવળ,  ફકત ૭,૮ .૧૦ સપ્ટેમ્બરનાં દિવસો  સાધારણ રહેશે.

વૃશ્ચિક  

008 1

અંગારક યોગ,  દુષિત મંગળ, શુક્ર તેમજ  નીચસ્થ  શુક્ર મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયક નીવડશે. નાનાં ઉદ્યોગ તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશ. સરકારી કર્મચારી, પોલીસ વિભાગનાં તમામ વર્ગનાં અધિકારીઓ, કર્મચારીઓ  માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ ફાયદાકારક નીવડશે સાથોસાથ બઢતીનાં પણ સંયોગો. ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે સારુ સપ્તાહ.  સગાં તથા સ્નેહી સાથે નાની નાની ગેરસમજ થવાંના સંયોગો. અંગત મિત્રો તરફથી હળવો સહકાર મળશે.  યુવાવર્ગ માટે થોડો પરિશ્રમ વાળો  સમયગાળો, છાત્રો, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે.  ૭ તથા ૯ સપ્ટેમ્બર સાધારણ રહેશે.

ધન

009 1

આ સપ્તાહ દરમ્યાન પણ માનસિક નિરાંત, રાહત તથા શાંતિ વળવાંના સંયોગો. તેવી  જ રીતે  નાનાં મોટા દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા મોટા જથ્થાબંધ વ્યાપાર વણિજ એકમના  જાતકો માટે આ સપ્તાહ શાંતિદાયક જ નીવડશે. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતકો માટે ફાયદકારક સપ્તાહ. જુની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના, તેમજ આગલાં વર્ષમાં ટલ્લે ચડી ગયેલાં  ધધાકીય કામ કાજ  પુરા થઈ જવાંની સંભાવના. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.   મહિલાકર્મી, ગૃહિણીઓ, નિવૃતો માટે હળવું ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. ૧૦ ૧૧ સપ્ટેંબર સાધારણ જણાશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

આ સપ્તાહે પન્નોતિનો  હળવો ઉગ્ર પ્રભાવ  જોવાં મળશે.  આથી અતિ આવશ્યક  અગત્યનાં કે ધંધાકીય કામકાજ કરવામાં  કોઈ પણ પ્રકારની બેદરકારી કે ઉતાવળ રાખવી નહિ.  જ્યાં જરુર લાગે ત્યાં વ્યવસાયિક શુલ્કી તજજ્ઞોની પરામર્શ લેવી.  વ્યાપાર તથા ઉદ્યોગનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. ફેબ્રીકેશંસ, આર્યન વર્ક, લેથ વર્ક કરનારાઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક  નીવડશે. શેર બજાર, કોમોડીટી માટે  આ સપ્તાહ પ્રતિકુળ જ નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે.  પરિવાર કે સ્નેહીઓ વચ્ચે સુમેળતા ના સંયોગો. ૧૦ ૧૧, ૧૨ સપ્ટેમ્બર મધ્યમ નીવડશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રસિદ્ધ વ્યક્તિ  તથા સેલેબલ પર્શનાલીટી તથા સંત, મહંતો, સન્યાસી જીવન જીવતાં જાતકો માટે આ  સપ્તાહ અર્ધ મધ્યમ જણાશે.  દરેક પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો તથા કઠીન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ પણ અનેક રીત લાભદાયક નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી નોકરીયાત માટે બદલીની સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આર્થિક લાભ સાથે ચડાવ વાળુ સપ્તાહ નીવડશે.  કુટુંબીજનો કે સગાંઓ વચ્ચે અણસમજ જેવું થવાંનાં સંયોગો. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  ૮, ૧૦ સપ્ટેમ્બર સરેરાશ રહેશે.  (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)

મીન

012 1

શેર બજાર તથા કોમોડીટીના વ્યાપારી જાતકો એવમ  ગ્રેઈન  ગ્રોસરીઝ મર્ચંટ– કમીશન એજંટ માટે આ સપ્તાહ સાવ સામાન્ય રહેશે.  મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્ર ના જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક નીવડશે. તેમજ ફાઈનાંસ કપની કે શરાફો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. શીપીંગ ક્ષેત્રે જોડાયેલ તમામ વર્ગો માટે સારુ સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  કુટુબ – પરિવાર સાથે પ્રવાસ કે ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ફકત  ૯ તથા ૧૨ સપ્ટેમ્બરનાં દિવસો અર્ધ-સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.