વેડિંગ ઇન્ડસ્ટ્રી: યુવાનો માટે કારકિર્દી ઘડવાનો શ્રેષ્ઠ વિકલ્પ!

ભારતમાં લગ્ન સમારોહ ભવ્ય રીતે ઉજવાય છે. લોકો લાખો રૂપિયા ખર્ચ કરીને લગ્ન સમારંભ યાદગાર બનાવવા માગે છે. ભારતમાં લગ્ન ઉદ્યોગ એ 50 અબજ ડોલર એટલે કે 35000 કરોડનો કારોબાર છે. આ ક્ષેત્ર એટલું મજબૂત છે કે રોગચાળા કે મંદીથી પણ તેને અસર થઈ નથી. વર્તમાન સમયે વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ તરીકે શરૂ થયેલા આ ક્ષેત્રમાં રોજગારી મેળવવાની તક પણ અનેક છે.

મોટાભાગના અન્ય ઉદ્યોગોની જેમ ભારતમાં વેડિંગ ઇન્ડસ્ટ્રીને પણ લોકડાઉનથી ભારે અસર થઈ હતી. પરંતુ સૌ પ્રથમ આ ઉદ્યોગ સુધારાના સંકેતો બતાવી રહ્યો છે. હાલમાં જ્યારે લોકો થીમ મેરેજ, ડિસ્ટન્સ મેરેજ જેવા બધા વિકલ્પો અપનાવી રહ્યા છે અને લગ્નને આયોજનબદ્ધ રીતે ગોઠવી રહ્યા છે, ત્યારે આ ક્ષેત્રે કારકિર્દીના વધુ સારા વિકલ્પો બહાર આવ્યા છે.

વેડિંગ પ્લાનર કરે લાખોની કમાણી

લગ્ન પ્રસંગે ખૂબ જ ચીવટ રાખવામાં આવે છે. આગોતરું આયોજન થાય છે. થીમ આધારિત લગ્ન પ્રસંગનું ચલણ પણ સતત વધી રહ્યું છે. આવા આયોજનોમાં વેડિંગ પ્લાનરની જરૂર ઉભી થાય છે. થીમ પસંદગીથી લઈ તમામ વ્યવસ્થાની જવાબદારી નિભાવવી પડે છે. આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે ઉમેદવાર પાસે વ્યાવસાયિક કુશળતા તેમજ મલ્ટિ ટાસ્કિંગ, ઝડપી નિર્ણય જેવા ગુણો હોવા જોઈએ.

ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા નિષ્ણાત

અત્યારે લગ્ન પ્રસંગે બ્યુટી ફોટો શૂટ, પ્રિ વેડિંગ ફોટો શૂટને સોશિયલ મીડિયા પર શેર કરવા માટે આખી ટીમને રોકે છે. ડિજિટલ માર્કેટર્સ અને સોશિયલ મીડિયા નિષ્ણાતો આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આમાં કમાણી કરવા માટે, તમારી પાસે SEO, SEM, કન્ટેન્ટ માર્કેટિંગ, સોશિયલ મીડિયા અને વેબસાઇટ મેનેજમેન્ટનું જ્ઞાન હોવું આવશ્યક છે. ડિજિટલ માર્કેટિંગમાં વિશેષતા સાથે એક ફ્રેશર સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવ કન્ટેન્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અથવા એસઇઓ વિશ્લેષક તરીકે આ વ્યવસાયમાં શરૂઆત કરી શકે છે. ભારતમાં સિનિયર લેવલ ડિજિટલ માર્કેટિંગ મેનેજરનો સરેરાશ પગાર 25-30 લાખ છે.