Abtak Media Google News

હવામાન ખાતાની બંને આગાહી સાચી પડે તો દેશના ૫૦ વર્ષના ઈતિહાસમાં બીજી વખત ચોમાસુ સામાન્ય રહેશે

ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં આ વર્ષે ચોમાસુ ‘સામાન્ય’ રહેવાની આગાહી કરી હતી ઉપરાંત ચોમાસા દરમ્યાન ‘અલનીનો’ની સામાન્ય અસર રહેવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યકત કરી છે. જો આ બંને આગાહી સાચી પડે તો ચોમાસાના ૫૦ વર્ષનાં ઈતિહાસમાં બીજી વખત એવું બનશે કે ‘અલનીનો’ના વર્ષમાં ભારતમાં ચોમાસુ સામાન્ય રહેશે અને વરસાદ સરેરાશ મુજબ વરસશે.

દેશમાં ૧૯૭૦ની આ વર્ષ સુધીમાં નવ વખત ‘અલનીનો’ની અસર રહેવા પામી હતી ૧૯૯૭માં ‘અલનીનો’ની ભારે અસર છતા દેશમાં ચોમાસુ સામાન્ય કરતા બે ટકા વધારે સારૂ રહ્યુ હતુ જયારે ‘અલનીનો’નીક અસરવાળા અન્ય આઠ વર્ષોમાં ભારતમાં જુન સપ્ટેમ્બરની વરસાદની અસરના કારણે અલનીનોની તાકાત નબળી મધ્યમ અથવા મજબૂત રહી હતી જે પ્રશાંત સાગર અને ભારતમાં ચોમાસાની તાકાત હવામાનની અસંગતતા વચ્ચે મજબૂત જોડાણ સૂચવે છે.

‘અલનીનો’ પૂર્વ અને મધ્ય વિષુવવૃત્ત પેસીફીકમાં મહાસાગરનાં પાણીનો અસાધારણ ઉષ્ણતામાન છે જે પવનના પ્રવાહોમાં પરિવર્તન લાવે છે. જેની અસર વિશ્વભરના હવામાન પર થાય છે. ૧૯૯૭ની અલનીનો વર્ષ દરમ્યાન સારા ચોમાસાના અન્ય ઉદાહરણો ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાના છે. વર્ષ ૧૯૫૩ અને ૧૯૬૯માં અલનીનોની નબળી તાકાતના કારણે ચોમાસુ સામાન્ય રહ્યું હતુ આ વર્ષે પણ ‘અલનીનો’ની નબળી તાકાત રહેવાની સંભાવના છે. જેથી આ વર્ષે પણ ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવનાઓ વધારે છે.

ભારતીય હવામાન વિભાગના અગ્રણી હવામાન આગાહીકાર ડી. શિવાનંદપાઈ એ આ અંગે જણાવ્યું હતુ કે ૧૯૫૭ અને ૧૯૬૩માં પણ ચોમાસાએ ‘અલનીનોને પડકાર આપ્યો હતો જે હવામાન વિભાગનાં રેકોર્ડસ દર્શાવે છે જો કે, તાજેતરનાં દાયકાઓમાં અલનીનો અને નબળા ચોમાસાની વચ્ચેનો સંબંધ મજબુત થયો હોવાનું જણાય રહ્યું છે. વર્ષ ૨૦૦૦ બાદના તમામ અલનીનોની અસર વાળા ચાર વર્ષોમાં ભારતમાં વરસાદ પર પ્રતિકુળ અસરો થઈ છે. જેમાં વર્ષ ૨૦૦૪માં થયેલા નબળા એપીસોડનો સમાવેશ થયો હતો. જેના કારણે ચોમાસુ સામાન્ય કરતા ૧૪ ટકા નીચે રહેવા પામ્યું હતુ.

તાજેતરમાં વષોમાં પેસીફીકમાં માત્ર એક વોર્મિંગ છે.જેનું પરિણામ અલનીનોમાં નથી આવ્યુ એવું માનવામાં આવે છે કે વષ ૨૦૧૨ અને ૨૦૧૪માં તેની અસર ચોમાસા પર થઈ હતી જોકે દરેક ‘અલનીનો’તેના પોતાનો વિશિષ્ટતાઓ હોય છે. તે કેવી રીતે ઉદભવે તેની ડીપ્રેશન પર કેવી અસર પામે છે. કેવી રીતે વિકાસ પામે છે. વગેરે પરથી અલનીનો ચોમાસાનેક કેવી રીતે અસર કરે છે. તે જોવાનું હજુ બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.