ખાવડાના લુડીયામાં બે-જુથ વચ્ચે શસ્ત્ર ધિંગાણું: ચાર-ગંભીર

ઠગાઇના નાણાની ભાગ બટાઇના મનદુ:ખમાં હિંસક અથડામણમાં બન્ને પક્ષે મળી ૧૬ સામે નોંધાતો ગુંનો

ખાવડા નજીક આવેલા લુડીયામાં બે જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલતું ઘર્ષણ અંતે લોહિયાળ બન્યું હતું.બંને પક્ષના ૩૦ લોકો વચ્ચે ધોકા,ધારીયા, કુહાડી,લોખંડના પાઈપ વડે થયેલી હિંસક મારામારીમાં દસ લોકો ઘાયલ થયા હતા.જેમાંથી ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં ભુજની વિવિધ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.બનાવ અંગે મોડી રાત્રે ખાવડા પોલીસે ઘાતક હથિયારો સાથે હુમલો,હત્યાના પ્રયાસ,રાયોટીંગ વગેરે કલમો હેઠળ બંને જૂથની સામસામી ફરિયાદો નોંધી હતી.

મોવારવાંઢનો લિયાકતઅલી રસીદઉલ્લા અને ઓસમાણ સિધિક નોડે બેઉ ભેગાં મળી લોકોની છેતરપિંડી આચરતાં હતા.છેતરપિંડીના નાણાંનું ભાગ પાડવા સમયે બન્ને વચ્ચે ઝઘડો થતાં લાંબા સમયથી એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયાં હતા.બન્નેના સગા-સંબંધીઓ અને સમર્થકો વચ્ચે પણ ભાગલાં થઈ ગયાં હતા.બે જૂથ વચ્ચે અવારનવાર તણખાં ઝરતાં રહેતાં હતા.થોડાંક સમય અગાઉ આ જ વેરઝેરમાં ભુજના લખુરાઈ ચાર રસ્તાએ પિતા-પુત્ર જોડે મારામારી થઈ હતી. તો, પંદરેક દિવસ અગાઉ ખાવડા રોડ પર આવેલા ચાંદ ફાર્મ નજીક પણ બે વ્યકિતને માર મરાયો હતો.બંને હુમલાના બનાવની ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાયેલી છે.બે જૂથ વચ્ચે ભારેલાં અગ્નિ જેવી પરિસ્થિતિ વચ્ચે મંગળવારના બપોરે ઘાતકી હથિયારો સાથે સામસામા આવી ગયાં હતા.જેમાં દસ વ્યક્તિ ઘાયલ થયા હતા.બનાવ અંગે અદલ કબુલ નોડેએ ઓસમાણ સિધિક નોડે,અબ્દુલ અઝીઝ ઊર્ફે મિયાં શકુર નોડે,ઝકરીયા સિધિક નોડે,સોખાયા ઊર્ફે ધોધા સિધિક નોડે,સલીમ સિધિક નોડે,જાની ઈબ્રાહિમ સમા,તૈયબ ઓસમાણ સમા,રમજુ શેખડાડા,હનીફ દાઉદ મિયાણા,સાલે હાજી અઝીઝ નોડે,સત્તાર હાજી અઝીઝ નોડે, મીરમામદ કાસમ નોડે, અમાનઉલ્લા સલામ નોડે અને મારખ હાજી અઝીઝ નોડે સામે ફરિયાદ નોંધાવી હતી.આરોપીઓએ ઘાતકી હથિયારો સાથે બોલેરો અને સ્કોર્પિયોમાં આવી હુમલો કરતાં ફરિયાદી અદલ નોડે,ઈસ્માઈલ હાજી સુમાર નોડે,મોમન અબ્દુલ સત્તાર નોડે અને કુટુંબી જુણસ હાજી અલી નોડે સહિત ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા.ઈસ્માઈલને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયો હતો.સામા પક્ષે ૫૫ વર્ષિય મારખ હાજી અઝીઝ નોડે અને તેના કુટુંબીઓ મસ્જિદમાં નમાઝ પઢીને બહાર જતા હતા ત્યારે જ ઘાતકી હથિયારો સાથે મોટર સાયકલો લઈને ધસી આવેલાં ૧૬ આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવી હતી. હુમલામાં ફરિયાદી મારખ નોડે,સાલેમામદ હાજી અઝીઝ નોડે,સત્તાર હાજી અઝીઝ નોડે,મીરમામદ કાસમ નોડે,અમાનઉલ્લા અબ્દુલ સલામ નોડે અને અશર્રફ સાલેમામદ નોડે એમ છ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું હતું.સાલેમામદને ગંભીર ઈજાથી હેમરેજ થઈ ગયું છે.સાલેમામદ સહિત સત્તાર નોડે અને મીરમામદ નોડેને વધુ સારવાર માટે ભુજ ખસેડાયાં હતા.મારખ નોડેએ હુમલા અંગે જાફર હાજી સુમાર નોડે, હાજી સુમાર જાફર નોડે,મુસ્તફા ઈસ્માઈલ નોડે,જુણસ હાજીઅલી નોડે,દોશમામદ હાજીભચા નોડે,લતીફ અબ્દુલકરીમ નોડે,મામલ અબ્દુલકરીમ નોડે,ભચલ અબ્દુલસત્તાર નોડે,આમદ અબ્દુલસત્તાર નોડે,રધામામદ કય્યુમ નોડે,લીમા ભીલાલ નોડે, હાજી હાજીભચા નોડે,સાહેબના હાજીભચા નોડે,હાજી હાસમ હાજીસોભા નોડે,શેરખાન અબ્દુલકરીમ નોડે અને મોમન અબ્દુલસત્તાર નોડે એમ ૧૬ લોકો સામે રાયોટીંગ,હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

Loading...