Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટીની શનિવારથી બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકની શરૂઆત થઈ ગઈ છે. ચાર રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આયોજીત આ બેઠકમાં એસસી-એસટી એક્ટમાં સંશોધન પછી જે સ્થિતિ ઉભી થઈ છે તે વિશે ચર્ચા કરવામાં આવશે. પાર્ટી નક્કી કરશે કે આ મામલે વિપક્ષને કેવી રીતે જવાબ આપવો છે અને ભ્રમની સ્થિતિ ઉભી થઈ છે તેનો કેવી રીતે નીકાલ લાવવો છે. રાષ્ટ્રીય કાર્યકારીમાં પાર્ટી એનઆરસી વિશે પણ મોટા પાયે ચર્ચા કરવાના છે.

બેઠકની શરૂઆત બીજેપી અધ્યક્ષ અમિત શાહના ભાષણથી થઈ હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, આપણે 2014થી વધારે બહુમતથી જીતવાનું છે. આપણી પાસે દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે. તેમણે કહ્યું છે કે, 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સિવાય તેલંગાણા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.