Abtak Media Google News

આરપીજે હોટલના માલિકો રોજ ૧૪૦૦ માણસોનું ભોજન બનાવી જરૂરતમંદોને પહોંચાડે છે

કોરોના વાયરસનો કહેર વિશ્ર્વભરમાં ફેલાઇ રહ્યો છે. ભારતમાં પણ દિન-પ્રતિદિન કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દેશમાં ર૧ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની પ્રખ્યાત આર.પી.જે. હોટલ દ્વારા ગરીબ તથા જરૂરીયાત મંદ લોકો માટે અનેક વિસ્તારોમાં જઇ ફુડ વિતરણ કરવામાં આવે છે. દરરોજ ૧૪૦૦ જેટલા માણસોને આર.પી.જે. હોટેલના માલીક અજયરાજસિંહ જાડેજા, જયરાજસિંહ  જાડેજા સહિતના જાતે જઇ લોકો ફૂડ વિતરણ કરી રહ્યાં છે. લોકોને પૌષ્ટિક આહાર જ આપવામાં આવી રહ્યો છે.

Vlcsnap 2020 03 31 08H41M36S695

અબતક સાથેની વાતચીત દરમિયાન આર.પી.જે. હોટલના માલીક અજયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને લઇ આખા ભારત દેશમાં લોકડાઉન છે. ત્યારે એવા ઘણા પરિવારો છે જેઓ લઇ રોજનું જમતા હોય છે ત્યારે આવા સમયે અમે એવું વિચાર્યુ કે એવા લોકો જેમને ભોજન મળી નથી રહ્યું તેમને આપીએ છીએ, અમે ઘણી બધી બાંધકામ સાઇટ, ઔદ્યોગિક વિસ્તારો તથા જયા જયાં માણસો તંબુ ઝુંપડા બાંધીને રહે છે. ત્યાં જઇને ભોજન વિતરણ કરીએ અને જે લોકો ચાલીને પોતાના ગામડે જતા હોય તેઓને પણ ભોજન વિતરણ કરીએ છીએ.

દરરોજ ૧૪૦૦ જેટલા લોકોને જમવાનું પુરુ પાડીએ છીએ. જેમાં શબ્જી રોટી જમાડીએ છીએ. આજે અલગ અલગ નવ શાકભાજી નાખી બિરયાની બનાવી છે રોજ તેઓને પૌષ્ટિક આહાર જ આપીશું.

આ કાર્ય માટે હું મારા પિતા, કાકા જયરાજસિંહ સહીતના ૩૦ જેટલા લોકો જોડાયા છે. અમે લોકોએ એવું વિચાર્યુ છે કે જયાં સુધી બજારો ખુલે નહીં અને જનજીવન વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી આ સેવા આપીશું.

Vlcsnap 2020 03 31 08H41M29S652

અબતક સાથેની વાતચીત દરમિયાન આર.પી.જે. હોટલના જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અત્યારના લોકડાઉન સમયમાં અમારી આર.પી.જે. હોટલમાં સારામાં સારું ફુડ બનતું હોય છે. ત્યાં જ અમે જે લોકોને જમવાનું નથી મળતું તેવા ગરીબ અને જરુરીયાત મંદ લોકો માટેનું જમવાનું બનાવી તેમને આપવા જઇએ છીએ.

શહેરના અનેક એવા વિસ્તારો છે જયાં તેઓ રહેતા હોય તેમને અમે જાતે ત્યાં જઇ ભોજન પીરસીએ છીએ.તે લોકોને જોઇને થયું કે આપણે તો આપણા ઘરમાં આનંદ કરતા હોય પરંતુ બહારની આ લોકોની પરિસ્થિતિ તો બહુ ખરાબ છે.

તેઓને જમવાનું આપીને અમને ખુબ જ આનંદ થાય છે અમે નકકી કર્યુ છે કે માણસોને જયાં સુધી જરૂરીયાત હશે ત્યાં સુધી આપીશું ગરીબ લોકોને અમે ફકત જમવાનું જ નહીં તેમને બીજી કાંઇપણ વસ્તુની જરુરીયાત હશે તેમને બીજી કાંઇપણ વસ્તુની જરૂરીયાતન હશે તે અમે પૂરી પાડીશું. અમને કુદરતે ઘણું આપ્યું છે. તેથી અમે તેમાંથી થોડો હિસ્સો આપીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.