Abtak Media Google News

પીડિત યુઝર [email protected] પર મોકલી શકે છે ઈમેલ

આપત્તિજનક મેસેજનો સ્ક્રીન શોટ, મોકલનારનો મોબાઈલ બતાવવો પડશે

ફરિયાદ મળવા અંગે દૂરસંચાર વિભાગ સંબંધે ટેલીકોમ કંપની, પોલીસને સુચના આપશે

વોટ્સએપ પર આપત્તિજનક મેસેજ મોકલવા અંગે યૂઝર હવે દૂરસંચાર વિભાગ (ડોટ)ને ફરિયાદ કરી શકે છે. તેના માટે મેસેજનો સ્ક્રીન શોટ અને તેને મોકલનારનો મોબાઈલ નંબર [email protected] પર મેલ કરવો પડશે.

દૂરસંચાર વિભાગના કંટ્રોલર આશીષ જોશીએ શુક્રવારે ટ્વીટ કરી જણાવ્યું કે જો કોઈને અભદ્ર, આપત્તિજનક, જીવથી મારવાની ધમકી કે પછી કોઈ અશ્લીલ મેસેજ મળે છે તો તે પોતાની ફરિયાદ કરી શકે છે.

જોશીના જણાવ્યા મુજબ ફરિયાદ મળતાં જ તાત્કાલિક સંબંધિત ટેલીકોમ ઓપરેટર અને પોલીસને સુચના આપવામાં આવશે કે જેથી આરોપી પર કાર્યવાહી થઈ શકે. છેલ્લાં કેટલાંક દિવસથી પત્રકારો સહિત અન્ય લોકોને અભદ્ર અને ધમકી ભરેલાં મેસેજ મળવાની ફરિયાદ મળી હતી. જેના આધારે દૂરસંચાર વિભાગે ઈમેલના માધ્યમથી ફરિયાદની વ્યવસ્થા શરૂ કરી છે.

દૂરસંચાર વિભાગે 19 ફેબ્રુઆરીના એક આદેશમાં કહ્યું હતું કે તમામ નેટવર્કના લાયસન્સની શરતોમાં પણ ધમકીભર્યા સંદેશાઓ અને અનધિકૃત કન્ટેટ પર રોકની વાત કરવામાં આવી છે.

વિભાગે તમામ ટેલીકોમ સર્વિસ કંપનીઓને એવા ગ્રાહકો પર તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યાં છે જે આપત્તિજનક મેસેજ મોકલી રહ્યાં છે. એવું કરીને તેઓ શપથ પત્રનું ઉલ્લંઘન કરે છે તો સેવા લેતા સમયે આવેદન ફોર્મમાં આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.