Abtak Media Google News

વરસાદના વહી જતાં પાણી, ડેમ ઓવરફલો, પુરના પાણીને બચાવવા તૈયાર કર્યો પ્રોજેકટ

જેમ જેમ વસ્તી વધતી જશે તેમ પાણીનો વપરાશ વધતો જશે. પહેલાના સમયમાં માણસોનું એવરેજ આયુષ્ય એટલું ના હતું. મેડિકલ સાયન્સને હિસાબે એવરેજ લાઈફ વધી છે, તેથી પાણીનો વપરાશ વધશે. પણ વરસાદ વધે તે જરૂરી નથી, માટે વરસાદનું પાણી, ડેમનું પાણી આપણે બચાવવું પડશે અને જો નહીં બચાવ્યે તો આવનારા સમયમાં પાણી માટે બહુ મુશ્કેલ થશે.

બે બાળ વૈજ્ઞાનિકો નીલ અને વ્રિતીકા રાજાણીએ વિવિધ “વોટર સેવિંગ પ્રોજેકટ બાથ‚મના વોશબેસિનના પાણીમાંથી ટોયલેટ સિંકમાં ઉમેરી પાણી કેમ બચાવ કરવો, વરસાદની સીઝનમાં વરસાદના વહી જતા પાણીનો કેમ બચાવ કરવો, પૂરના સમયે ભરાયેલા પાણીને કેવી રીતે કુવામાં વાળવું, ડેમ ઓવરફલો થાય તે વેસ્ટેજ પાણીને કેવી રીતે બચાવવું, મકાનના, ફેકટરીના રૂફ પર પડતું વરસાદી પાણી કઈ રીતે બોરવેલમાં ઉતારવું તેના વિશે પ્રોજેકટ બનાવ્યો છે.

ઈઝરાયેલ જેવા દેશમાં ૨ કે ૩ ઈંચ જ વરસાદ પડે છે. પણ દુનિયાની સારામાં સારી ખેતી અને દાડમ ત્યાં છે. વરસાદનું એક પણ ટીપુ આપણે વેસ્ટેજ ના જવા દઈયે કે સમુદ્રમાં ના જાય તો કોઈ દિવસ પાણી વગર રહેવું નહીં પડે વિદ્યાર્થીઓ સ્વપ્ન છે કે આપણા દેશના એક એક મકાન, બિલ્ડીંગ, ફેકટરી પછી તે નાની હોય કે મોટી બધા પર (રૈન વોટર હરવેસ્ટિંગ સિસ્ટમ’ હોવી જોઈએ. જેનાથી કદી પણ પીવાના કે વાપરવાના પાણીની સમસ્યા ના થાય.

કેરળમાં આ વર્ષે જે તબાહી મચી તેનું મુખ્ય કારણ ભારે વરસાદ ઉપરાંત તમિલનાડુમાંથી છોડાયેલું પાણી પણ હતું ત્યારે જીવનની અનિવાર્ય જરૂરીયાત સમા પાણીનો બચાવ કેવી રીતે કરી શકાય તે માટે જૂનાગઢના વિલિંગ્ડન ડેમની મુલાકાત લઈ પ્રોજેકટ તૈયાર કર્યો છે. જેમાં ડેમમાંથી છોડાતા પાણીમાં બે પાઈપ લાઈનના ઈનપુટ આપી તેનું સીધું કનેકશન નજીકના કૂવા સાથે આપવામાં આવે અને આ કૂવામાં પાઈપલાઈન મૂકી તેમાં સંગ્રહ થતાં પાણી અન્ય કૂવા કે સ્ટોરેજમાં સંગ્રહ કરી તેને વેસ્ટ થતું બચાવી શકાય છે. હેન્ડ વોશમાં ઉપયોગમાં લેવાતા પાણીનો બગાડ અટકાવવા તેને સીન્કમાં કનેકટ કરી દેવું જોઈએ જેથી દરરોજનું પરિવારદીઠ ઓછામાં ઓછું ૩૦ થી ૩૫ લિટર પાણી બચાવી શકાય છે.

આ ઉપરાંત દરિયાથી નીચી હાઈટ ધરાવતા શહેરોમાં કૂવા નજીક ખાડો બનાવી તેમાં માટી અને મોટા પથ્થરો નાખી શકાય તેવી ફલડ જેવી સ્થિતિમાં પાણી સીધુ કૂવામાં સ્ટોર કરી શકાય. આ પ્રોજેકટમાં કૂવો બૂરાઈ ન જાય તે માટે નેટની મદદ પણ લેવાનું આયોજન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.