Abtak Media Google News

પાણીના એક એક બેડા માટે મહિલાઓએ કિલોમીટરના કિલોમીટર ભટકવુ પડે છે

ઉનાળામાં ગરમીનો પારો જેમ જેમ ચડી રહ્યોં છે તેમ તેમ પાણીની સમસ્યા પણ સપાટી પર આવી રહી છે સબ સલામત હોવાના દાવાઓ કરતાં તંત્ર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સુરવદર ગામને પીવાલાયક પણી ન પહોચાડતા ગ્રામજનોમા ભારે રોષ જોવા મળી રહ્યોછે હાલતો ગ્રામ જનો ક્ષારયુક્ત પાણી પીવા મજબુર બન્યા છે

હળવદના સુરવદ ગામે પિવાલાયક પાણી માટે ગૃહિણીઓ ને કિલોમીટર સુધી ભટકવું પડે છે ગામમા પીવા માટેના પાણીનો બોરતો છે પરંતુ બોરમાથી નીકળતુ પાણી ક્ષાર વાળુ હોવાથી ગ્રામજનોને પથરી થવાનો ભય સતાવી રહ્યો છે પાઇપલાઇનથી નર્મદાનું પાણી આપવામા આવતુ હતુ પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી એમા પણ ધાંધીયા થતા ગામલોકો ક્ષારયુક્ત પાણી પીવા મજબુર બન્યાછે  જેથી ગામના બોરનુ પાણી પીવાથી ગામ લોકોને ચામડી,સાંધાના દુ:ખાવા તેમજ પથરી જેવા રોગો થવાનો ભય સતાવી રહ્યો છે ગ્રામજનો જણાવી રહ્યા છે કે જવાબદાર તંત્ર ને વખત રજુઆત કરવા છતાં તંત્ર દ્ધારા ગામમા પીવાલાયક પાણીની વેવસ્થા કરવામાં નથી આવતી તો

બીજી તરફ ગામની મહિલાઓ ગામમાં આવેલ કુવામાંથી પાણી ખેંચી રહી છે પરંતુ કુવાનું પાણી પણ પીવાલાયક ના હોવાનું જણાવી રહી છે

ગામમાં આવેલ પાણીની ટાંકી અતિ જર્જરિત: દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં..?

સુરવદર ગામ માં પીવાના પાણીની સમસ્યા વચ્ચે હાલ ગામમા જે ક્ષાર યુક્ત બોરનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તે પાણીની ટાંકી પણ અતિ જર્જરિત હાલતમાં છે આ પાણીની ટાંકી પરથી અવારનવાર પોપડાઓ ખરી રહ્યા છે જેથી પાણીની ટાંકીમાં વહેલા સણીયા  પણ દેખાઇ રહ્યા છે જેથી ગ્રામજનો જણાવી રહ્યા છે કે આ પાણીની ટાંકી ક્યારેક મોટી દુર્ઘટના સર્જે તે પહેલા યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.