પાણીની બોટલના વધુ ચાર્જ વસુલવા હોટલોને છૂટ

water bottles
water bottles

ગ્રાહકો હોટેલોમાં માત્ર પાણીની બોટલ જ લેવા નથી આવતા આ ઉપરાંતની પણ તેમને સુવિધા આપવામાં આવે છે: સુપ્રીમ

ગ્રાહકો પાસેથી હોટેલોએ પાણીની બોટલો પર વધુ ચાર્જ વસુલવા સુપ્રીમે પરવાનગી આપી છે. જો કે આ પૂર્વ કેન્દ્ર સરકારે જ ના પાડી હતી. કે ગ્રાહકો પાસેથી એમઆરપીથી વધુ કિંમત વસુલી શકાશે નહી. આ ઉપરાંત લોકો પાસેથી પણ ફરીયાદો આવતી હોય છે. કે એમઆરપીથી વધુ વસુલાય છે. પરંતુ હોટેલેન્ડ રેસ્ટોરન્ટ એસોશીએન ઓફ ઇન્ડીયાએ જણાવ્યું હતું કે હોટેલો માત્ર પાણીની બોટલ જ નહી વહેચતી પણ ફુડ, સર્વિસ કેન્ટીંન જેવી અનેક સુવિધાઓ આપે છે.

જે કમ્પોસાઇટ ટ્રાન્ઝેકશન છે તો તેમને એમઆરપીથી વધુ વસુલવા રોકી શકાય નહી તો કોર્ટે જણાવ્યું હતું કે લીગલ મેટ્રોલોજી એકટ અંતર્ગત જો હોટેલો અથવા રેસ્ટોરન્ટો એમઆરપીથી ઉપરની કિંમત વસુલી શકે નહી જો તેઓ આવું કરતાં હોય તો તેમને જેલની સજા પણ થઇ શકે છે. પરંતુ એફએચઆરેઆઇએ જણાવ્યું હતું કે શું માત્ર પાણીની બોટલો વહેચવાથી હોટેલો ચાલે છે ? તેમને આ સિવાયની અનેક સુવિધાઓ આપવી પડે છે. જેમ કે સ્ટોરેજ, તેનું કુલિંગ માટે કોર્ટે એમઆરપી કરતા વધુ વસુલવા પરવાનગી આપવી જોઇએ.

ત્યારે એફએચઆરએઆઇએ દિલ્હી હાઇકોર્ટમાં ફરીયાદ કરી જેમાં જજે જણાવ્યું હતું કે ગ્રાહકો પાસેથી હોટેલો અને રેસ્ટોરેન્ટોમાં એમઆરપીથીવધુ વસુલવાથી સ્ટાન્ડર્ડ અને મેઝર એકટનો ભંગ થતો નથી. કારણ કે ગ્રાહક હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં સામાન્ય ખરીદી કરવા આવતા નથી આ ઉપરાંતની સુવિધાની પણ તેમની જરુરીયાત હોય છે. પાણીની બોટલ સિવાયની પણ તેમની માંગ હોય છે. તેથી હોટેલો અને રેસ્ટોરન્ટોને હાશકારો થયો હતો. અને જજે જણાવ્યું હતું કે જો જુના નિયમો ખોટી રીતે ચાલી રહ્યા છે તો તેમને બદલી શકાય છે.

એફએચઆરએઆઇના પ્રેસિડેન્ટ ગરીશ ઓબેરોયે જણાવ્યું હતું કે કોલ્ડ ડિક છે પાણીની  બોટલ ઉપરાંતના પણ તેના કુલિંગના ખર્ચો હોય છે માટે અમે છાપેલી કિંમતમાં વસ્તુ વહેચી શકીએ નહી. કારણ કે એમઆરપી માંથી તેમને કઇ ખાસી કમાણી હોતી નથી. હોલસેલ ભાવ અને સેલિંગ પ્રાઇઝમાં વધુ તફાવત હોતી નથી માટે સુપ્રીમે અંતે હોટેલો અને રેસ્ટોરન્ટોને એમઆરપી કરતાં વધુ વસુલવાની પરવાનગી આપી દીધી છે.

Loading...